જોડીયા તાલુકાના આણદા ગામમાં દૂધના પૈસાની લેતી દેતી ના મામલે બે ખેડૂત બંધુઓ પર હુમલો
-
જોડિયા પોલીસે હુમલો કરનાર બંને ભરવાડ ભાઈઓને તુરંત ઝડપી લીધા
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૫, સપ્ટેમ્બર ૨૪ જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના આણદા ગામમાં રહેતા બે ખેડૂત બંધુઓ ઉપર પૈસાની લેતી દેતી ના મામલે બે ભરવાડ શખ્સોએ હુમલો કરી દીધો હતો, અને લોહી લુહાણ કર્યા હતા. જે હુમલાખોર ભાઈઓને જોડીયા પોલીસે તુરંત ઝડપી લીધા છે.
જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના આણદા ગામમાં રહેતા અને ખેતી કામ કરતા દીપુભા લખુભા પરમાર નામના ૫૮ વર્ષના ખેડૂતે પોતાના માથા ભાગે હાથમાં પહેરવાના કડા વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખવા અંગે તે જ ગામમાં રહેતા મયુરભાઈ મોમભાઈ ઝપડા અને તેના ભાઈ કાનાભાઈ મોમભાઈ ઝાપડા સામે ફરિયાદ નોંધાવી છે.
પોતાને બચાવવા માટે વચ્ચે પડેલા પોતાના નાનાભાઈ કનુભાને પણ આરોપીએ માર માર્યાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે. આ બનાવ અંગે જોડીયા ના પોલીસ હેડ કોન્સ્ટેબલ એન.એમ. ભીમાણીએ ગુનો નોંધી બંને આરોપી બંધુઓને તુરંત ઝડપી લીધા હતા.
ફરિયાદી ખેડૂત બંધૂઓએ આરોપી પાસેથી દૂધ વેચાતું લીધું હતું, જેના ૧૪ દિવસના હિસાબની લેતી દેતી ના મામલે ઝઘડો થયા પછી આ હુમલો કરી દેવાયાનું પોલીસમાં જાહેર થયું છે.

જામનગર જિલ્લામાં તાજેતરમાં થયેલા ભારે વરસાદને પગલે તારાજી સર્જાઇ છે, અને પબ્લિકના જાનમાલને તેમજ ખેડૂતોને ભારે નુકસાની વેઠવી પડી છે. ત્યારે સમગ્ર જિલ્લાના નાગરિકો અને જાનમાલ અને ખેતીવાડી સહિતના નુકશાન સહિતની સ્થિતિનો ચિતાર મેળવવા દિલ્હીથી આવેલ ઉચ્ચ સનદી અધિકારીઓ વાર દ્વારા બેઠકોનો દોર્યો હજી ને સમીક્ષા કરવામાં આવી રહી છે
જે અધિકારીઓ સહીતની ટીમે જામનગર કલેકટર કચેરી ખાતે જીલ્લા કલેકટર, કમિશ્નર, ડીડીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, અને વિસ્તૃત જાણકારી મેળવી હતી.
જિલ્લામાં પાક નુકસાની, રોડ-રસ્તાની નુકસાની, પશુ મૃત્યુ, પાણી વિતરણ વ્યવસ્થામાં નુકસાની, પાક નુકસાની સર્વે કામગીરી, અસરગ્રસ્તોને આપવામાં આવેલા વળતર-કૅશડોલ્સ અંગે વિસ્તૃત માહિતી સંબંધિત વિભાગના અધિકારીઓ પાસેથી મેળવી હતી. જેનો રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે અને એ કેન્દ્ર સરકારમાં મોકલી દેવાશે. જે ટીમના આગમનને લઈને જામનગરનું વહીવટી તંત્ર એલર્ટ મોડમાં રહ્યું હતું.
