Tuesday, October 13, 2026
Home Blog Page 125

જામનગરમાં ભ્રષ્ટાચારના મુદ્દે કોંગ્રેસ દ્વારા ધરણા કરી સુત્રોચ્ચાર કરાયા

0

જામનગરમાં બિસ્મર રસ્તા અને ભૂગર્ભ ના કામના ભ્રષ્ટાચારના મુદ્દે કોંગ્રેસ દ્વારા સ્ટેન્ડિંગ કમિટીની ચેમ્બર સામે ધરણા કરી સુત્રોચ્ચાર કરાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૯ સપ્ટેબર ૨૪, જામનગર શહેરમાં વરસાદ પછી રસ્તાની ખૂબ જ દુર્દશા થઈ છે, અને ખાડા રાજ ચાલી રહ્યું છે. શહેરના બિસ્માર રસ્તાને લઈને ભાજપનો ભ્રષ્ટાચાર સામે આવ્યો છે, ઉપરાંત ભૂગર્ભ ગટરના કામ માં પણ મોટા પાયે ભ્રસ્ટાચાર થઈ રહ્યો છે. તેવા આક્ષેપો સાથે જામનગર શહેર કોંગ્રેસ દ્વારા આજે જામનગર મહાનગર પાલિકાની કચેરીમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.જામ્યુકોની સ્ટેન્ડિંગ કમિટી ના હોલના દ્વારે જામનગર શહેર કોંગ્રેસના પ્રમુખ દિગુભા જાડેજા, વિરોધ પક્ષના નેતા ધવલ નંદા ઉપરાંત અન્ય કોંગી કોર્પોરેટરો અને કાર્યકરો વગેરે પોતાના હાથમાં પોસ્ટર લઈને ધરણા પર બેઠા હતા, અને ભાજપના ભ્રષ્ટાચાર અંગેના આક્ષેપો સાથે ના સૂત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું.નગરના રસ્તાઓમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે, તેમજ ભૂગર્ભ ગટરના કામમાં પણ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. તેમ જણાવી કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતું.

જામનગર જિલ્લા માહિતી કચેરીના કર્મચારીઓ દ્વારા કચેરી ખાતે સફાઇ કરવામાં આવી

0

સ્વચ્છતા હી સેવા અભિયાન-૨૦૨૪ જામનગર જિલ્લા માહિતી કચેરીના કર્મચારીઓ દ્વારા કચેરી ખાતે સફાઇ કરવામાં આવી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા.૧૯ સપ્ટેમ્બર ૨૪ સપ્ટેમ્બર, સ્વચ્છતા હી સેવા અભિયાન- ૨૦૨૪ અંતર્ગત જામનગર જિલ્લા માહિતી કચેરીના કર્મચારીઓ દ્વારા કચેરીમાં સફાઇ હાથ ધરવામાં આવી હતી. જેમાં રેકર્ડ રૂમ, બારીઓ, ટ્યુબલાઇટ, પંખા, લોબી વગેરેની સફાઇ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ ૧૭ મી સપ્ટેમ્બરથી ‘સ્વચ્છતા હી સેવા-૨૦૨૪’ અભિયાનનો સમગ્ર દેશમાં પ્રારંભ થયો છે. આ અભિયાન ૩૧મી ઓક્ટોબર સુધી ચાલશે. સ્વચ્છતા હી સેવા અભિયાનનો જામનગર જિલ્લામાં પણ પ્રારંભ થઈ ચૂક્યો છે. આ અભિયાન અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

ભૂગર્ભ ભેજામારી : જામનગરમાં ભૂગર્ભ ગટરના કૌભાંડ મુદ્દે વિરોધ પક્ષના નેતાના ગંભીર આક્ષેપો

0

જામનગર શહેરમાં ભૂગર્ભ ગટરના કૌભાંડ મુદ્દે વિરોધ પક્ષના નેતા ના ગંભીર આક્ષેપો

  • ભૂગર્ભ ગટર પાઈપલાઈન નેટવર્ક અને જોડાણોની સંખ્યા વધતાં ફરિયાદોની સંખ્યા પણ વધી છે : નાયબ ઈજનેર અમિત કણસાગરા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૯ સપ્ટેમ્બર ૨૪, જામનગર મહાનગરપાલિકામાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. આજે મીડિયાને આપેલા નિવેદનમા વિપક્ષ ના નેતા ધવલ નંદાએ જણાવ્યું હતું કે જામનગર મહાનગરપાલિકા ભ્રસ્ટાચારનુ એપિ-સેન્ટર બની ગયું છે. વિપક્ષના નેતા ધવલ નંદાએ દાવો કર્યો છે કે, કોર્પોરેશનમાં ભ્રષ્ટાચાર વિનાનું એકેય કામ નથી થતું, અને ભૂગર્ભ ગટરની સફાઈના નામે લાખો રૂપિયાનું કૌભાંડ ચાલી રહ્યું છે.

વિપક્ષ દ્વારા અનેક આક્ષેપો કરવા છતા કુંભકર્ણની નિંદ્રામાં સુતેલુ મહાનગરપાલિકાનું તંત્ર જાગતુ પણ નથી.મળતા અહેવાલો મુજબ, દરરોજ નોંધાતી ૧૭૦ ફરિયાદોમાંથી ૯૦ ટકા ફરિયાદો બોગસ હોવાનું સામે આવ્યું છે. આ બોગસ ફરિયાદો કોન્ટ્રાક્ટરોના માણસો જ કરે છે, અને પછી તે જ કામ કરીને બિલ બનાવી નાણાં ખિસ્સામાં પાડે છે.ન આ સમગ્ર કૌભાંડમાં કોન્ટ્રાક્ટરો, મહાપાલિકાના અધિકારીઓ અને એન્જિનિયરો સામેલ હોવાનો આક્ષેપ સામે આવ્યા છે.

નંદાએ એમ પણ જણાવ્યું કે, પાંચ વર્ષ પહેલાં ૨૦ લાખ રૂપિયામાં થતું કામ હવે ૪ કરોડ રૂપિયામાં થાય છે. આ કૌભાંડને કારણે લોકોના કરોડો રૂપિયા બગાડવામાં આવી રહ્યા છે. વિપક્ષી નેતાની તપાસમાં સામે આવેલી વિગતો મુજબ, ભૂગર્ભ ગટર સાફ કરવાના ભાવ નક્કી કરવામાં આવ્યા છે, અને ફરિયાદ મળતાં જ આ ભાવ પ્રમાણે બિલ બને છે.

બે એન્જિનિયરો દ્વારા ફરિયાદની તપાસ થાય છે અને જામનગર મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ આ કૌભાંડમાં સામેલ છે. નંદાએ આ કૌભાંડને રોકવા માટે તાત્કાલિક તપાસ કરી કાર્યવાહી કરવાની માગ કરી છે.

જામનગરમાં વીજ તંત્ર દ્વારા ચેકિંગ હાથ ધરાયું : 23.95 લાખની વિજચોરી ઝડપાઈ

0

જામનગર શહેરમાં વીજ તંત્ર દ્વારા એક માસ ના વિરામ બાદ ગઈકાલે ફરીથી વીજ ચેકિંગ શરૂ કરાયું

  • ૫૩ વિજ જોડાણમાંથી રૂપિયા ૨૩.૯૫ લાખની વીજ ચોરી પકડી લેવાઇ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૯ સપ્ટેમ્બર ૨૪, જામનગર શહેરમાં એક માસના વિરામ બાદ ગઈકાલે વીજ તંત્ર દ્વારા ફરીથી વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, અને ૩૪ વિજ ચેકીંગ ટુકડીઓને દોડતી કરાવાઈ હતી. શહેરમાં ચેકિંગ દરમિયાન ૫૩ વિજ જોડાણમાંથી ગેરરીતિ મળી આવી છે, અને તેઓને ૨૩.૯૫ લાખના વીજ ચોરીના પુરવણી બિલો અપાયા છે.

જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી ની ચેકિંગ ડ્રાઇવ દ્વારા ગઈકાલે સવારે જામનગર શહેરના ધરાર નગર, બેડેશ્વર, નીલકમલ સોસાયટી, હનુમાન ટેકરી, વામ્બે આવાસ, ગાંધીનગર અને વાલસુરા રોડ સહિતના વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું.

૩૪ જેટલી વિજ ચેકિંગ ટુકડીને વહેલી સવારથી દોડતી કરવામાં આવી હતી, જેના માટે ૧૦ નિવૃત આર્મી મેન અને ૧૦ પોલીસના જવાનોને મદદમાં જોડવામાં આવ્યા હતા. સમગ્ર દિવસ દરમિયાન કુલ ૩૪૧ વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા હતા. જે પૈકી ૫૩ વિજ જોડાણમાંથી ગેરરીતી મળી આવી છે, અને તેઓને રૂપિયા ૨૩.૯૫ લાખના વિજચોરીના પુરવણી બિલો અપાયા છે. વીજ તંત્ર દ્વારા જામનગર શહેર ઉપરાંત ખંભાળિયા સીટી અને રૂરલ એરિયામાં પણ વિજચેકિંગ કરવામાં આવ્યું હતું.

જામનગર શહેરમાં રોગચાળો બેકાબુ : દર્દીઓની લાંબી કતારો લાગી

0

જામનગર શહેરમાં રોગચાળો બેકાબુ : જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતારો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૯ સપ્ટેમ્બર ૨૪, જામનગર શહેરમાં રોગચાળો બેકાબુ બન્યો હોવાના કારણે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દર્દીઓની ભીડમાં નોંધપાત્ર વધારો થયો છે. જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલના અધિક્ષકે આ અંગે ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ઓ.પી.ડી.માં દર્દીઓની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. જ્યાં પહેલા ૪૫૦ જેટલા દર્દીઓ આવતા હતા, ત્યાં હવે આ સંખ્યા ૫૫૦ થી ૬૦૦ અને કેટલીકવાર ૭૦૦ સુધી પહોંચી રહી છે. આ ઉપરાંત, આઈ.પી.ડી. માં દાખલ દર્દીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે.

મેડિસીન ઈમરજન્સીમાં દાખલ દર્દીઓની સરેરાશ સંખ્યા ૬૦ થી ૮૦ હતી, જે હવે વધીને ૧૧૦ થી ૧૩૦ અને કેટલીકવાર ૧૫૦ સુધી પહોંચી રહી છે. આ વધારાનું મુખ્ય કારણ શરદી, તાવ, મેલેરીયા અને ડેન્ગ્યુ જેવા રોગોના કેસોમાં વધારો થયો છે. હવામાનમાં આવેલા ફેરફારને કારણે આ રોગો ફેલાવાની શક્યતા વધી ગઈ છે. હોસ્પિટલના સ્ટાફ દર્દીઓની સારવાર માટે સતત પ્રયત્નશીલ છે. પરંતુ દર્દીઓની સંખ્યામાં આટલો વધારો થવાને કારણે સ્ટાફ પર ભાર વધી ગયો છે. હોસ્પિટલ સત્તાવાળાઓ દર્દીઓને સારી સારવાર મળી રહે તે માટે જરૂરી પગલાં ભરી રહ્યા છે.

જામનગરના નાગરિકોને આ અંગે સતર્ક રહેવા અને સ્વચ્છતાનું ધ્યાન રાખવા માટે અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત, જો કોઈને શરદી, તાવ, મેલેરીયા કે ડેન્ગ્યુના લક્ષણો જોવા મળે તો તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર કરાવવી જોઈએ.

જામનગર : જોડિયા પાસે હોટલમાં કામ કરતા નેપાળી વેઇટર ને વીજ આંચકો લાગતાં કરૂણ મૃત્યુ

0

જોડીયાના ભાદરા પાટીયા પાસે આવેલી એક હોટલમાં કામ કરતા નેપાળી વેઇટર ને વીજ આંચકો લાગતાં કરૂણ મૃત્યુ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૮ સપ્ટેમ્બર ૨૪, જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના ભાદરા ગામના પાટીયા પાસે આવેલી એક હોટલમાં કામ કરી રહેલા નેપાળી વેઈટરને ઓવનમાંથી વીજ આંચકો લાગ્યો હતો, અને તેનું સ્થળ પર જ કરુણ મૃત્યુ નીપજ્યું છે.

આ બનાવની વિગત એવી છે કે મૂળ નેપાળનો વતની અને હાલ જોડિયા તાલુકાના ભાદરા ગામના પાટીયા પાસે આવેલી દ્વારકાધીશ હોટલમાં રહીને વેઇટર તરીકે કામ કરતો અનિલ ઉર્ફે સુનિલ હુમબહાદુર થાપા નામનો ૨૦ વર્ષનો નેપાળી યુવાન કે જે વેઇટર તરીકે કામ કરતો હતો, અને રસોડામાં સાફ-સફાઈના કામ દરમિયાન તેને ઇલેક્ટ્રીક ઓવન માંથી એકાએક વીજ આંચકો લાગ્યો હતો, અને ચોંટી જતાં તેનું સ્થળ પર જ કરુણ મૃત્યુ નિપજ્યું હતું. જોડિયાની રેફરલ હોસ્પિટલમાં માત્ર તેનો મૃતદેહ જ પહોંચ્યો હતો.

આ બનાવ અંગે મીનબહાદુર થાપા એ પોલીસને જાણ કરતાં જોડિયા ના પોલીસ હેડ કોન્સ્ટેબલ એન.એમ. ભીમાણી બનાવના સ્થળે તેમજ જોડિયાની હોસ્પિટલમાં પહોંચી ગયા હતા, જયાં નેપાળી યુવાનના મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી, અને મૃતકના પરિવારને તેના વતનમાં જાણ કરવામાં આવી છે.

જામનગર ફાયર શાખાના સ્ટેશન ઓફીસર જયવીરસિંહ રાણાનો આજે જન્મદિવસ

0

જામ્યુકોની ફાયર શાખા ના સ્ટેશન ઓફીસર જયવીરસિંહ રાણાનો આજે જન્મદિવસ

દેશ દેવી ન્યૂઝ જામનગર ૧૭ સપ્ટેમ્બર, ૨૪ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ડેરવાળા ગામનાં વતની અને જામનગર મહાનગર પાલિકાના કર્મચારીઓની કો. ઓપરેટીવ મંડળીના પૂર્વ પ્રમુખ તેમજ જામનગરની ફાયર બ્રિગેડ શાખાના સ્ટેશન ઓફીસર જયવીરસિંહ રાણાનો આજે જન્મદિવસ છે. તારીખ ૧૭.૯.૧૯૮૨ ના રોજ જન્મેલા જયવીરસિંહ રાણાએ ૪૨ વર્ષ પૂર્ણ કરીને ૪૩માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

જામનગર મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખામાં તેઓએ આપાતકાલીન પરિસ્થિતિઓમાં કાબિલેદાદ કામગીરી કરીને પોતાની કુનેહનો પરિચય આપ્યો છે.

આ ઉપરાંત તેઓ અનેક સામાજીક સંસ્થાઓ સાથે જોડાઇને સેવા કાર્યો કરી રહ્યા છે. તેઓ ઉચ્ચ અધિકારીઓ મારફતે અનેક વખત સન્માનિત થયા છે. તેઓ સ્વભાવે મિલનસાર અને બહોળો ચાહક વર્ગ ધરાવે છે આજ રોજ તેમના જન્મદિન નિમિત્તે શુભેચ્છા પાઠવે છે. મોબાઈલ નંબર ૯૮૭૯૦ ૦૨૯૦૬ છે.

જામનગરમાં 4 વર્ષના પુત્રને લઈ પતિ ભાગી છૂટ્યો : પરણિતાને સળગાવી દેવાનો પ્રયાસ

0

જામનગરની મુસ્લિમ પરણીતાને સાસરીયાઓનો સીતમ : ચાર વર્ષના પુત્રને લઈને પતિ ભાગી છૂટ્યો

  • પુત્રની શોધમાં સસરા ને ઘેર ગયેલી પરણીતા પર સાસુ- સસરા અને જેઠે પેટ્રોલ છાંટી સળગાવી દેવાનો પ્રયાસ કરાયો

  • પોલીસે સાસુ સસરા અને જેઠ સામે સ્ત્રી અત્યાચાર ધારા હેઠળ ગુનો નોંધી તમામની અટકાયત કરી લીધી

  • ફરીયાદી પાછળ કોઇ માસ્ટર માઈન્ડ કામ કરી રહ્યું છે કે કેમ ? તે દિશામાં પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે.?

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૭ સપ્ટેમ્બર ૨૪, જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતી ૨૫ વર્ષે પરણીતા ને તેણીના સાસરિયાઓએ ત્રાસ ગુજાર્યો હતો. તેણીના ચાર વર્ષના પુત્ર સાથે પતિ છેલ્લા એક માસથી લાપતા બની ગયો છે. પોતાના પુત્રને શોધવા માટે સસરાના ઘેર ગયેલી પરણીતા પર સાસુ સસરા અને જેઠે પેટ્રોલ છાંટયું હતું, અને સળગાવવાનો પ્રયાસ થાય તે પહેલાં પરણીતા ત્યાંથી નીકળી ગઈ હતી, અને સિટી સી. ડિવિઝન પોલીસ મથકે આવીને સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદના અનુસંધાને પોલીસે સાસુ સસરા અને જેઠ સહિતના ત્રણેય આરોપીઓની અટકાયત કરી છે.

જામનગરમાં શંકર ટેકરી વિસ્તારમાં રહેતી શહેનાઝબેન વસીમભાઇ ખફી નામની ૨૫ વર્ષની મુસ્લિમ પરણીતા કે જેનો પતિ વસિમ એકાદ માસ પહેલા ચાર વર્ષના પુત્ર ઓસમાણને લઈને ક્યાંક લાપત્તા બની ગયો છે. જે અંગે શહેનાઝ બેને અગાઉ સીટી સી. ડિવિઝન પોલીસમાં ગુમ નોંધ પણ કરાવી હતી.

પોલીસની તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું હતું, કે વસીમે શહેનાઝ બેન સાથે બીજા લગ્ન કર્યા છે. જેના પ્રથમ લગ્ન થકી કોર્ટ કેસ ચાલી રહ્યો છે, અને કોર્ટમાં તેને હાજર થવું ન પડે, તે માટે પુત્ર સાથે લાપતા બન્યા છે.તે પુત્રની શોધખોળ માટે ગઈકાલે બપોરે પોતાના સસરા હાજીભાઈ ઓસમાણભાઈ ખફીના ઘેર ગઈ હતી. જ્યાં ઝઘડો થયા પછી સસરા હાજીભાઈ, સાસુ ઝુબેદાબેન અને જેઠ આસિફ ભાઈ હાજીભાઈ ખફી કે જે તમામેં તકરાર કરીને પેટ્રોલ છાંટી દીધું હતું.

જેને સળગાવી દેવાનો પ્રયાસ થાય તે પહેલાજ તેણી ત્યાંથી નીકળી ગઈ હતી, અને જામનગરના સીટી સી. ડિવિઝન નો સંપર્ક સાધ્યો હતો, અને પોતાના સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવી હતી.

જે ફરિયાદના અનુસંધાને સીટી સી. ડિવિઝનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર રવિરાજસિંહ.ડી ગોહિલે ત્રણેય સાસરિયાઓ સામે બીએનએસ કલમ ૧૧૦-(૧)૮૫,૩૫૧-(૩) અને ૩૫૨, ૬૧ મુજબ ગુનો નોંધ્યો છે અને સસરા હાજીભાઈ, સાસુ ઝુબેદાબેન અને જેઠ આશિફભાઈની અટકાયત કરી લીધી છે, જ્યારે પતિ વસીમ ની શોધખોળ ચલાવવામાં આવી રહી છે

કોમી એકતા : ગણેશ આયોજક દ્વારા મુસ્લિમ આગેવાનોનું ફુલહાર થી અભિવાદન કરાયું

0

જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં મુસ્લિમ સમાજ દ્વારા નીકળેલા જુલુસ દરમિયાન કોમી એકતા ના દર્શન થયા

  • ચાંદી બજાર સ્થિત ગણેશ મરાઠા મંડળ ના આયોજકો દ્વારા મુસ્લિમ આગેવાનો નું ફુલહાર થી અભિવાદન કરાયું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૬ સપ્ટેબર ૨૪, જામનગરમાં આજે મુસ્લિમોના ઇદના તહેવાર ને લઈને ચાંદી બજાર સર્કલમાંથી નીકળેલા ઝુલુસ દરમિયાન કોમી એકતાના દર્શન થયા હતા. ચાંદી બજાર સ્થિત ગણેશ ના પાંડાલ પાસેથી ઝુલુસ પસાર થયું ત્યારે ગણપતિ મંડળના આયોજકોએ મુસ્લિમ બિરાદરોના મુખ્ય હોદ્દેદારો અને આગેવાનો નું ફૂલહાર થી સ્વાગત કરાતાં કોમી એખલાસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું.જામનગરના ચાંદી બજાર વિસ્તારમાં ગણેશ મરાઠા મંડળ દ્વારા ૨૮ વર્ષથી ગણેશ ઉત્સવ ઉજવાય છે, અને સમગ્ર ચાંદી બજાર સર્કલને ઝડહળતી રોશની થી સજજ બનાવાયો છે, ત્યારે આજે ઇદના તહેવારના દિવસે સાંજના સમયે મુસ્લિમ સમાજ દ્વારા જુલુસ કાઢવામાં આવ્યું હતું, ત્યારે ગણપતિના પાંડાલ પાસેથી ઝુલુસ પસાર થતાં મંડળના આયોજકો દ્વારા મુસ્લિમ અગ્રણીઓને ફૂલહાર તેમજ બુકે અર્પણ કરીને તમામને સન્માનિત કર્યા હતા, અને જામનગર શહેરમાં હિન્દુ-મુસ્લિમ ભાઈઓ એકતાથી રહીને સમગ્ર તહેવારો ધામધૂમ પૂર્વક ઉજવે છે, તે પ્રકારેના દર્શન કરાવ્યા હતા.મુસ્લિમ બિરાદરો એ પણ હિન્દુ સમાજના આગેવાનોનું અભિવાદન ઝીલ્યું હતું અને એકબીજાને શુભેચ્છા તેમજ મુબારકબાદી પાઠવી હતી. મહાદેવ હર મિત્ર મંડળના પ્રમુખ રાજુભાઈ મહાદેવ હાજર રહ્યા હતા, જ્યારે સીટી ડીવાયએસપી એન. જે. ઝાલા, સીટી એ. ડિવિઝનના પી.આઇ. એન. એ. ચાવડા તથા વિશાળ પોલીસ કાફલો પણ ઉપસ્થિત રહ્યો હતો.

જામનગર રાજકોટ ધોરીમાર્ગ પર અકસ્માતમાં ક્રેટા કારનો ભૂકડો બોલી ગયો

0

જામનગર રાજકોટ ધોરી માર્ગ પર ટ્રક અને કાર વચ્ચે ના અકસ્માતમાં ક્રેટા કારનો ભૂકડો બોલી ગયો : સદભાગ્યે જાન હાની ટળી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૬ સપ્ટેમ્બર ૨૪, જામનગર- રાજકોટ ધોરીમાર્ગ પર ધુવાવ નજીક સોમવારે સાંજે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં કારની પાછળના ભાગનો બુકડો બોલી ગયો હતો. સદભાગ્ય જાનહાની ટળી હતી.

આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લા પાસિંગની જી.જે. ૩૬ એ.એફ. ૩૫૦૧ નંબરની ક્રેટા કાર જામનગર રાજકોટ રોડ પરથી સોમવારે સાંજે પસાર થઈ રહી હતી, દરમિયાન પુર ઝડપે આવી રહેલા એક ટ્રકના ચાલકે કારને પાછળથી ઠોકર મારી દેતાં કારના પાછળના ભાગનો બુકડો બોલી ગયો હતો, અને કારમાં ભારે નુકસાની થઈ હતી.

કાર રોડ પરથી નીચે ઉતારતાં અટકી ગઇ હતી, અને તેમાં બેઠેલી વ્યક્તિનો બચાવ થયો હતો.જે અકસ્માત બાદ ટ્રકનો ચાલક પોતાનો ટ્રક છોડીને ભાગી છુટ્યો હતો. પંચકોશી એ. ડિવિઝન નો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.