Tuesday, October 13, 2026
Home Blog Page 124

જામનગર દડીયાના ધિંગાણા પ્રકારણમાં સામ સામે ફરીયાદ નોંધાવાઈ

0

જામનગર તાલુકાના દડીયા ગામમાં ઢોરના પ્રશ્ને બે પરિવારો વચ્ચે થયેલી જૂથ અથડામણમાં બંને પક્ષે સામ સામે ફરિયાદ નોંધાવાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૬ સપ્ટેમ્બર ૨૪ જામનગર તાલુકા ના દડીયા ગામમાં ગઈકાલે સવારે ઢોર બાબતે બે પરિવારો બાખડી પડ્યા હતા અને સામસામા હથિયારો વડે હુમલા કરાતાં બંને પક્ષના મળી ત્રણ મહિલા સહિત નવ વ્યક્તિઓને નાની મોટી ઈજા થઈ હતી જે બનાવ સંદર્ભે બંને પક્ષે સામ સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના દડીયા ગામમાં રહેતા લાલજીભાઈ રમેશભાઈ નંદા તથા તેના પરિવારને પાડોશમાં જ રહેતા સુભાષભાઈ નંદા તેમજ તેના પરિવાર સાથે ઢોર બાબતે તેમજ જૂના મનદુઃખ ના કારણે ગઈકાલે સવારે ઝઘડો થતાં ધીંગાણું થયું હતું, અને બંને જૂથ વચ્ચે સામસામમાં હથિયારો વડે હુમલા કરાયા હતા જેમાં બંને પક્ષના મળી ત્રણ મહિલા સહિત નવ જેટલા વ્યક્તિઓને નાની મોટી ઈજા થઈ હતી, અને ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ તેમજ જુદા જુદા વાહનો મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવની જાણ થતાં પંચકોશી એ. ડિવિઝનનો પોલીસ કાફલો દોડતો થયો હતો, અને બનાવના સ્થળે તેમજ જીજી હોસ્પિટલમાં દોડી જી ઇજાગ્રસ્તો ના નિવેદનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી.જે બનાવ મામલે લાલજીભાઈ રમેશભાઈ નંદાએ પોતાના ઉપર તેમજ પોતાના પરિવારના સભ્યો પર હુમલો કરવા અંગે સુભાષ નંદા, દિપાલીબેન નંદા, ચિરાગ નંદા, સુનિલ નંદા, રોહિત નંદા, કરણ નંદા અને પંકજ નંદા સામે ફરિયાદ નોંધાવી છે.

જયારે સામા પક્ષે રોહિત ભાવેશભાઈ નંદાએ સામા જૂથના જોશનાબેન રમેશભાઈ નંદા, રમેશભાઈ નંદા, લાલાભાઇ રમેશભાઈ નંદા અને સાગર રમેશભાઈ નંદા સામે વળતી ફરિયાદ નોંધાવી છે.

જામનગરમાં ભાગીદારે દગો આપતા વેપારીનો આપધાત

0

જામનગરના શાંતિ હારમોની વિંગમાં રહેતા પર પ્રાંતિય યુવાનનું આત્મહત્યાનું ચકચારી પ્રકરણ

  • ભાગીદારે ૫૦ લાખ રૂપિયા નો હિસાબ નહીં આપી આર્થિક ફટકો આપતાં કર્જમાં ડૂબી જવાથી ઝેર પીધું

  • પોલીસે મૃતકના ભાગીદાર સામે આત્મહત્યાની દુષપ્રેરણા આપવા અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૫ સપ્ટેમ્બર ૨૪ જામનગરમાં શાંતિ હાર્મોનીમાં રહેતા પર પ્રાંતિય વેપારી યુવાને અગમ્ય કારણોસર ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી હતી. જે પ્રકરણમાં પોલીસની ઊંડાણ પૂર્વકની તપાસના અંતે ભાગીદારના ૫૦ લાખ રૂપિયા ના ગોટાળા ના કારણે પોતે આર્થિક તંગીમાં આવી જતા આત્મહત્યાનું પગલું ભરેલું હોવાનું જાહેર થયું છે, અને પોલીસે પરપ્રાંતિય વેપારીને આત્મહત્યા ની ફરજ પાડવા અંગે તેના ભાગીદાર સામે ગુનો નોંધ્યો છે.આ ચકચારજનક બનાવની વિગત એવી છે કે જામનગરમાં રોજી પેટ્રોલ પંપની સામે શાંતિ હારમોની ના બ્લોક નંબર ૧૦૦૨ માં રહેતા અને કોમલ સેલ્સ એજન્સી ચલાવતા રાજેશ મોતીરામ ખન્ના નામના ૪૨ વર્ષના સિંધી વેપારી યુવાને ગત ૧૦.૯.૨૦૨૪ ના રોજ ઝેરી દવા પી લઇ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.

જે બનાવ અંગે મૃતક ની પત્ની મમતાબેન ખાનીયા એ પોલીસને જાણ કરતાં સીટી સી. ડિવિઝન ના મહિલા પીએસઆઇ એમ.વી. દવે મૃતદેહ નો કબજો સંભાળી સમગ્ર પ્રકરણમાં ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરી હતી. જેમાં વેપારી ને મૃત્યુના મુખમાં ધકેલી દેવા અંગે તેમના ધંધાના ભાગીદાર જામનગરના મેહુલ નગરમાં રહેતા હાર્દિક ગીરીશભાઈ વોરા ની મુખ્ય ભૂમિકા હોવાનું સામે આવ્યું હતું.

મૃતકની પત્ની દ્વારા જાહેર કરાયા અનુસાર મૃતક યુવાન રાજેશકુમાર ખાનીયા પોતાની પેઢી કે જે માં પતિ પત્ની બંને ભાગીદાર છે, જેના ધંધા ના વિકાસ માટે પોતાના ભાગીદાર એવા હાર્દિકભાઈ ને અલગ અલગ લોન મારફતે પૈસા મેળવીને ૫૦ લાખ રૂપિયા રોકાણ કરવા માટે આપ્યા હતા, અને તેના આધારે ધંધો કર્યો હતો.

પરંતુ લાંબા સમયથી ધંધા નો કોઈ હિસાબ આપ્યો ન હતો, અને નફા નુકસાની અંગેની કોઈ જાણકારી ન આપી હોવાથી રાજેશભાઈ ખન્ના આર્થિક તંગી અનુભવી રહ્યા હતા, અને પોતાને માનસિક દબાણ આવી જતાં આખરે તેમણે આત્મહત્યા કરી લેવાનો રસ્તો અપનાવી લીધો હતો. જેથી પોલીસ દ્વારા મમતાબેન ની ફરિયાદના આધારે તેના પતિના ભાગીદાર હાર્દિકભાઈ ગીરીશભાઈ વોરા સામે આત્મહત્યા ની દુષપ્રેરણા આપવા અંગે ગુન્હો નોંધ્યો છે, અને આરોપીની અટકાયત કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.

દેવભૂમિ દ્વારકામાં ‘ઇન્કમટેક્ષ ઇન્સ્પેક્ટર’ ૩ હજારની લાંચ લેતા ઝડપાયો

દેવભુમી દ્વારકામાં ઇન્કમટેક્ષ ઇન્સ્પેક્ટર લાંચ લેતા રંગેહાથ ઝડપાતાં ભારે ખળભળાટ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૨૫ સપ્ટેમ્બર ૨૪ દેવભુમી દ્વારકાની ઇન્કમટેક્ષ કચેરીમાં ગઈકાલે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) દ્વારા ઇન્કમટેક્ષ ઇન્સ્પેક્ટર સુનિલકુમાર અરવિંદકુમાર મીનાને રૂ. ૩૦૦૦ ની લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે, જેથી ભારે ખળભળાટ મચી ગયો છે.

ફરિયાદીનું પાનકાર્ડ બે વાર બની જવાથી તેણે નવું પાનકાર્ડ રદ કરાવવા માટે ઇન્કમટેક્ષ કચેરીમાં જવું પડ્યું હતું. જ્યાં આરોપી ઇન્સ્પેક્ટરે ફરિયાદીને ધમકાવીને રૂ. ૧૦,૦૦૦ ની પેનલ્ટી ભરવાનું કહ્યું હતું. બાદમાં આ રકમ ઘટાડીને રૂ. ૩૦૦૦ કરી દીધી હતી. ફરિયાદીએ આ બાબતે એસીબીનો સંપર્ક કરતાં સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે.અને જામનગર એસીબીએ ફરિયાદના આધારે છટકું ગોઠવી આરોપીને લાંચ લેતા રંગેહાથ ઝડપી લીધો હતો.

આ ઘટનાએ સરકારી કચેરીઓમાં ચાલતી ભ્રષ્ટાચારની પ્રવૃત્તિઓ પર પ્રકાશ પાડ્યો છે. આરોપી ઇન્કમટેક્ષ ઇન્સ્પેક્ટર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, તેવી જાહેરાત એસીબી દ્વારા કરવામાં આવી છે. આ ઘટનાએ લોકોમાં રોષની લાગણી ફેલાવી છે અને સરકારને ભ્રષ્ટાચાર રોકવા માટે કડક પગલાં ભરવાની માગ કરવામાં આવી છે.

જામનગર મહાનગર પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષી કોર્પોરેટરોના આકરા પ્રહારો

0

જામનગર મહાનગર પાલિકાની સામાન્ય સભા યોજાઈ : મામકા ઓ ને સાચવવા ખાસ સામાન્ય સભા અને લોકો ની સમસ્યા માટે સમય નથી : વિપક્ષી કોર્પોરેટરોના આકરા પ્રહારો

  • ફક્ત એક જ એજન્ડા માટે ખાસ સામાન્ય સભા બોલાવાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૪ સપ્ટેમ્બર ૨૪ જામનગર મહાનગર પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષ ના કોર્પોરેટર જેનબબેન ખફી એ વેધક સવાલો ઉઠાવ્યા હતા કે શા માટે આજે ખાસ સામાન્ય સભા બોલાવવાની ફરજ પડી ? લોકોના પ્રશ્નો સાંભળવા માટે તો તમારી પાસે સમય નથી. ? આવી મીટીંગોમાં પ્રજાના ટેકસ નાં પૈસા માંથી ભાડા સહિતના તગડા ખર્ચ કરવા પડે છે. જે યોગ્ય નથી તેમ કહીને તેઓ સભા ત્યાગ કરી ગયા હતા.

જામનગર મહાનગરપાલિકાની ખાસ સામાન્ય સભા આજે કુંવરબાઈ જૈન ધર્મશાળા માં મેયર વિનોદ ખીમસૂર્યા નાં અધ્યક્ષ સ્થાને મળી હતી .જેમાં ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા ,મ્યુનિ. કમિશનર ડી.એન મોદી ઉપરાંત અધિકારી ઓ પદાધિકારીઓ , કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા.

સીધી ભરતી / બઢતી નાં રિકૃટમેંટ રૂલસ મંજુર કરવા અંગે ની કમિશનની દરખાસ્ત અને વિપક્ષના કોર્પોરેટરે ચર્ચા માં ભાગ લીધો હતો. જેમાં. જેનબબેન ખફી જણાવ્યું હતું કે એક દરખાસ્ત માટે આટલી ઉતાવળે અને ખાસ સામાન્ય સભા બોલાવવાની શી જરૂર હતી.? દર વખતે અલગ અલગ જગ્યાએ સામાન્ય સભા બોલાવવાથી આવી જગ્યાના ભાડા ભરવા પડે છે. તો પછી નિયત સમયે મળતી સામાન્ય સભામાં આ દરખાસ્તો ને કેમ લાવવામાં આવતી નથી ? શું મામકા ઓ ને સાચવવા માટે ફક્ત એક જ એજન્ડા પૂરતી સામાન્ય સભા બોલાવવામાં આવી છે ? જરાય યોગ્ય નથી તેમ કહીને તેઓએ સામાન્ય સભામાંથી વોક આઉટ કર્યો હતો. કોર્પોરેટર રાહુલ બોરીચા એ ચર્ચામાં ભાગ લેતા જણાવ્યું હતું કે રોસ્ટર નાં નિયમ ની અમલવારી થતી નથી , નિયમ નો પાલન થતું નથી ,અને લાગવગ નાં ધોરણે બઢતી આપવામાં આવે છે.

રચનાબેન નંદાણીયા એવી રજૂઆત કરી હતી કે જે તે વિભાગમાં નિષ્ણાત અધિકારી / કર્મચારી ને જ નિમણૂક આપવી. અને આખરે ૩૫ કર્મચારીઓ ૧૧ માસના કોન્ટ્રાક્ટ પધ્ધતિના ધોરણે વર્ષો થી ફરજ બજાવે છે. તેનો પણ આમાં સમાવેશ કરવો જોઈએ. અસ્લમ ખીલજીએ ચર્ચામાં ભાગ લેતા જણાવ્યું હતું કે ભરતી પ્રક્રિયા નો કોઈ વિરોધ નથી પરંતુ અતિવૃષ્ટિ એ શહેરના લોકોની દશા અને દિશા બગાડી નાખી હતી. આજે પણ વોર્ડ નંબર ૧૨ ના અનેક વિસ્તારમાં લોકોના ઘરમાં ગંદા પાણી ભર્યા છે. તે બાબતે પણ તંત્રએ વિચારવું જોઈએ. પાંચ દિવસનું કામ ૨૫ દિવસે પણ પૂરું નથી થયું .આથી બેદરકાર અધિકારી ઓ સામે યોગ્ય પગલાં લેવા જોઈએ એવી માંગણી કરી હતી.

આ પછી વિપક્ષના અલ્તાફ ખફી એ ચર્ચામાં ભાગ લેતા કહ્યું હતું કે ૨૦૦૮માં સિસ્ટમ એનાલિસિસ્ટ ની જગ્યા મંજુર કરવામાં આવી હતી અને ત્યાં વિપુલ શરદભાઈ વ્યાસ નામની વ્યક્તિને સીધી ભરતીથી નોકરીમાં લેવાયા હતા. પરંતુ કોઈ પણ કારણસર બે વર્ષ પછી તેમને નોકરીમાંથી છૂટા કરી દેવાયા હતા. આજે આ વ્યક્તિ યુસીડી વિભાગ માં કોન્ટેક્ટ બેઝ કર્મચારી તરીકે કામ કરે છે.

જ્યારે હાલમાં મહાનગરપાલિકાના એક કર્મચારી સામે મહિલાની જાતિય સતામણી અંગે ફરિયાદ ઉઠવા પામી છે. આ કર્મચારીની ભરતી કોના કહેવાથી કરવામાં આવી હતી ? તેની પાસે જરૂરી લાયકાત ઉપલબ્ધ છે ? મને મળતી માહિતી મુજબ તેની પાસે ભારત દેશ ની કોઈ ડીગ્રી નથી .આ બાબતે તપાસ કરવી જોઈએ અને યોગ્ય પગલા લેવા જોઈએ. આખરે સીધી ભરતી/ બઢતી રિકૃટમેન્ટ રુલ્સ ની દરખાસ્ત વિપક્ષના કેટલાક સૂચન સાથે મંજુર કરવામાં આવી હતી. અને ત્યાર પછી સામાન્ય સભા પૂર્ણ જાહેર કરવામાં આવી હતી.

જામનગરમાં યુવતિને લગ્નના વાયદા બાદ અશ્લીલ ફોટાઓ પાડી વાયરલ કરી દીધા

0

જામનગરની એક યુવતીના ન્યુડ ફોટાઓ સોશ્યલ મિડીયામાં વાયરલ કરનાર શખસને પોલીસે ઝડપી લીધો

  • યુવતીને લગ્નના વાયદાઓ કરીને અંગત પળોના અશ્લીલ ફોટાઓ પાડી લીધા બાદ વાયરલ કરી દીધા

દેશ દેવી ન્યૂઝ જામનગર ૨૪ સપ્ટેમ્બર ૨૪ જામનગરમાં એક યુવતીએ પ્રેમ કર્યા પછી પ્રેમી યુવાન દ્વારા દગો કરવામાં આવ્યો છે. યુવતી સાથેના અંગત પળોના પાડેલા ફોટાઓ પુર્વ પ્રેમીએ સોશ્યલ મીડીયામાં વાયરલ કરી દેતાં યુવતી દ્વારા સાઇબર ક્રાઇમ સેલમાં ફરીયાદ કરવામાં આવી હતી, જે ફરિયાદ પરથી પોલીસે તેની ધરપકડ કરી છે.

જામનગરની એક યુવતીને બે વર્ષ પહેલાં ચિરાગ અશોકભાઈ મકવાણા નામના આરોપી સાથે પ્રેમ સંબંધ થયો હતો, અને બન્ને ફોનમાં વાતો કરતા હોય અને રૂબરૂ પણ મળતા હતા. આ દરમ્યાન આરોપીએ યુવતીને લગ્ન કરવાનું કહીને વિશ્વાસમાં લઈને બન્નેની સહમતીથી શરીર સંબંધ બાંધ્યો હતો અને અંગત પળોના અશ્લીલ ફોટાઓ પણ પ્રેમીએ પાડી લીધા હતાં.

જે બાદ પ્રેમીએ તે ફોટા વેબસાઈટ પર મુકી તેની લીંક મોકલીને સોશ્યલ મીડીયામાં વાયરલ કરી દેતાં ચકચાર મચી ગઈ હતી, અને યુવતીની સમાજમાં ખોટી બદનામી કરવાનુ કાર્ય કર્યુ હતું. જેથી યુવતીએ જામનગર સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ કરતાં પી.આઈ. આઈ.એ.ધાસુરાએ પ્રણવભાઈ વસરા, વિકીભાઈ ઝાલા સહિતની ટીમ બનાવી હતી અને સોશ્યલ મીડીયામાં વાયરલ થયેલ અશ્લીલ ફોટા અંગેની માહિતી મંગાવી તેનુ ટેકનિકલ એનાલિસીસ કરતાં તે શખસનું લોકેશન પડધરી-રાજકોટ ખાતેનું મળ્યું હતું. .જેથી ટીમે તેના પર સતત વોચ ગોઠવીને ચિરાગ અશોકભાઈ મકવાણાને ઝડપી લઈને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે.

જામનગર માં ઓવરલોડ કચરા વાહનોથી અનેક લોકોને પરેશાની : VIDEO વાયરલ

0

જામનગર મહાનગર પાલિકાની બેદરકારી ચરમસીમાએ : ઓવરલોડ કચરાવાહનોથી અનેક લોકોને પરેશાની

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૩ સપ્ટેમ્બર ૨૪ જામનગર મહાનગરપાલિકાની ડોર-ટુ-ડોર કચરા ઉપાડવાની સેવામાં ભારે બેદરકારી જોવા મળી રહી છે. કચરાની ગાડીઓ ઓવરલોડ થઈને દોડતી હોવાના અનેક દ્રશ્યો સામે આવ્યા છે. આ બેદરકારીના કારણે નાગરિકોમાં ભારે રોષ છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આવી ગાડીઓ જોવા મળી રહી છે. લોકો પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે આવી રીતે ઓવરલોડ ગાડીઓ ચલાવવી શું યોગ્ય છે? શું આનાથી અકસ્માતની શક્યતા નથી? ટ્રાફિક પોલીસ આ બાબતે ક્યાં સુધી નજર બંધ રાખશે? નાગરિકો માંગ કરી રહ્યા છે કે આવા વાહનો સામે કડક કાર્યવાહી કરવામાં આવે.

દુર્ભાગ્યવશ, આ માત્ર કોન્ટ્રાક્ટરોની બેદરકારીનો જ નહીં, પરંતુ મહાનગરપાલિકાની પણ બેદરકારી દર્શાવે છે. એક તરફ મહાનગરપાલિકા શહેરને સ્વચ્છ રાખવાના દાવા કરે છે, તો બીજી તરફ તેના કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટરો આવી બેદરકારી દર્શાવી રહ્યા છે. આનાથી સ્પષ્ટ થાય છે કે મહાનગરપાલિકાની દેખરેખમાં ગંભીર ખામી છે.

આ સમગ્ર મામલે મહાનગરપાલિકાએ ગંભીર નોંધ લઈને કાર્યવાહી કરવી જોઈએ. આ સાથે જ ટ્રાફિક પોલીસે પણ આવા વાહનો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ. તેમજ નાગરિકોએ પણ આવી બેદરકારી સામે અવાજ ઉઠાવવો જોઈએ અને મહાનગરપાલિકાને જવાબદાર બનાવવી જોઈએ.

જામનગર મનપામાં ઓફિસ સુપ્રિ સુપ્રિટેન્ડેન્ટ સામે જાતીય સતામણીના ‘લેટરબોંબ’ થી ચકચાર

0

જામનગર મહાનગર પાલિકામાં સામે જાતીય સતામણીની ફરિયાદ થી ખડભળાટ

  • ICDS વિભાગની પાંચ મહિલાઓ એ કરેલી અરજી : OS બિનજરૂરી સ્પર્શ કરતો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ

  • મનપાની ICDS શાખા અનેકવાર વિવાદોમાં આવી ચૂકી છે.

  • lCDS શાખામાં વર્ષોથી ઘર કરી ગયેલી મહિલાઓ કોઈને ટકવા દેતી નથી તેવી જોરશોર ચર્ચા

  • ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ દ્વારા કડક કાર્યવાહી કરતા જાનીય સતામણીના ભોગ બની ગયા હોવાની આશંકા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા. ૨૩ સપ્ટેમ્બર ૨૪ જામનગર મહાનગર પાલિકાની ચર્ચાસ્પદ icds શાખામાં ઓફિસ સુપ્રિટેન્ડન્સ સામે પાંચ જેટલી મહિલાઓએ જાતીય સતામણીની ફરિયાદ કરતા ભારે ચકચાર જાગી છે મહિલાઓએ એવો પણ આરોપ લગાડ્યો છે કે OS કોઈ પણ બહાને તેને સ્પર્શ કરે છે.

સૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ મનપાની icds શાખામાં ઓફિસ સુપ્રિ સુપ્રિટેન્ડેન્ટ સામે કચેરીમાં જ કામ કરતી પાંચ જેટલી મહિલા કર્મચારીઓ એ જાતીય સતામણી નો આરોપ લગાડી ઉચ્ચકક્ષાએ ફરિયાદ કરતા ખળભળાટ મચી જવા પામી છે મહિલાઓએ ફરિયાદમાં એમ પણ જણાવ્યું છે કે OS કોઈના કોઈ બહાના કરીને તેમને સ્પર્શ કરે છે. અને એકીટસે જોયા રાખે છે આ ઉપરાંત પણ અનેક આરોપો મૂકવામાં આવ્યા છે.

જામનગર મહાનગરપાલિકામાં આ ફરિયાદના લેટર બોમથી ભારે ચકચાર મચી જવા પામી છે આ મામલે અધિકારી દ્વારા ગંભીરતા ધ્યાને લઈ તાત્કાલિક તપાસ શરૂ કરી દેવામાં આવી છે તેમજ મહિલાઓના નિવેદન લેવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે .ફરિયાદમાં શું તથ્ય છે તે મામલે આવનારા દિવસોમાં નવાજૂની ના એંધાણ વર્તાઈ રહ્યાં છે.હાલ તો આ મુદ્દો જામનગરમાં ટોપ એન્ડ ટાઉન બન્યો છે .

જામનગરમાં વ્હોરાના હજીરા માંથી ચોરી કરનાર બે તસ્કરો મોરબીમાંથી ઝડપાયા

0

જામનગરમાં વ્હોરાના હજીરા માંથી ચોરી કરનાર બે તસ્કરો મોરબીમાંથી ઝડપાયા

  • બંને તસ્કરો પાસેથી રૂપિયા ૧ લાખ ૫ હજારની રોકડ રકમ અને બુલેટ મોટરસાયકલ કબજે કરાયું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૧ સપ્ટેમ્બર ૨૪ જામનગરમાં પ્રસિધ્ધ વ્હોરાના હજીરામાં આવેલ દરગાહની અંદર દાનપેટી તોડી ચોરી કરનાર બે ઇસમોને મોરબી સિટી બી ડીવીઝન પોલીસે ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી હતી, તે બંને પાસેથી રૂપિયા એકલખ પાંચ હજારની રોકડ રકમ અને બુલેટ મોટરસાયકલ કબજે કરવામાં આવ્યું છે.

મોરબી સિટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી એ દરમિયાન બાતમી મળી દિવસ જામનગરમાં સુભાષબ્રિજ પાસે વ્હોરા સમાજની દરગાહમાં થયેલી રૂા. ૧.૭૫ લાખની ચોરીના બે આરોપીઓ બૂલેટ લઈને મોરબીમાં ચોરી કરવા માટે માળિયા બાજુથી નવલખી ફાટક તરફ આવી રહ્યાં છે.

જે બાતમી મળતાં ટીમે વોચ ગોઠવી હતી અને બૂલેટમાં આવી રહેલા બે આરોપીઓ સિકંદર ઉર્ફે સિકલો સીદીકર પઢીયાર (રહે. રાજકોટ) અને વિવેક બિરેન્દ્રસિંધ ચૌહાણ (રહે. હાલ રાજકોટ, મૂળ યુપી)ને ઝડપી લીધા હતા.

જેમાં આરોપી સિકંદર પાસેથી રોકડ રૂા. ૫૦ હજાર અને આરોપી વિવેક પાસેથી રોકડ રૂા. ૫૫ હજાર સહિતનો મુદ્દામાલ કબ્જે કરાયા હતા. જે બન્ને આરોપીઓ રીઢા ગુનેગાર છે. જેમાં સિકંદર વિરૂધ્ધ જામનગર અને જેતપુર તાલુકામાં કુલ ત્રણ ચોરીના ગુના નોંધાઈ ચૂક્યા છે, તો આરોપી વિવેંક વિરૂધ્ધ ગાંધીગ્રામ, પ્ર.નગર, માલવિયાનગર, એ. ડિવિઝન સહિત રાજકોટમાં ૧૭ જેટલા ગુના નોંધાઈ ચૂક્યાં છે.
દરગાહમાં હાથફેરો કર્યા બાદ રાજકોટના બન્ને શખ્સો મોરબીમાં હાથફેરો કરવા આવતાં પોલીસનાં સકંજામાં સપડાઈ ગયા હતા.

જામનગર ના ગુલાબ નગર પોલીસ ચોકીના પી.એસ.આઇ. આર.પી. અસારી બન્ને આરોપીઓ નો કબ્જો લેવા મોરબી પહોંચી જઈ, બંને આરોપીઓનો કબજો સંભાળ્યો છે, અને તેઓ બંને પાસેથી રૂપિયા એક લાખ પાંચ હજારની રોકડ રકમ અને બુલેટ મોટર સાયકલ કબજે કરી લઈ તેઓને જામનગર લઈ આવ્યા છે, અને બંનેને રિમાન્ડની માંગણી સાથે જામનગરમાં અદાલત સમક્ષ રજૂ કરવામાં આવી રહ્યા છે.

જામનગરમાં ટ્રાવેલ્સ સંચાલકને ફિલ્મી ઢબે ઉઠાવી જઈ ઢોર માર માર્યોં : સમગ્ર ઘટના CCTV માં કેંદ

0

જામનગરના ટ્રાવેલ્સના એક સંચાલક ને કારમાં ઉઠાવી જઇ માર મારવા અંગે હાઇવે હોટલના સંચાલક સહિત ૬ વ્યક્તિ સામે ફરિયાદ

  • ફરિયાદી યુવાનને જમવા બાબતે હાઇવે હોટલના સંચાલક સાથે તકરાર થયા પછી તેનું મનદુઃખ રાખીને આ હુમલો કરાયાની પોલીસ ફરિયાદ થઈ 

  • (૧) સંજય ચીરોડીયા (૨) સુરેશભાઇ નાથાભાઇ ભુંડીયા (૩) કરશન નાથાભાઇ ભુંડીયા તથા (૪) પાલા પાંચાભાઇ જાપડા તથા બે અજાણ્યા ઇસમો તથા તપાસમા ખુલ્લે તે 

  • સમગ્ર ઘટના સીસીટીવી કેમેરા કેદ થતા પોલીસે તમામની શોધખોળ આદરી છે.

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૦ સપ્ટેમ્બર ૨૪, જામનગરમાં ઇવા પાર્ક વિસ્તારમાં રહેતા અને ટ્રાવેલ્સ નો વ્યવસાય કરતા દુર્ગેશ નાથાભાઈ ગમારા નામના ૪૨ વર્ષના ભરવાડ યુવાન વેપારીએ પોતાનું કારમાં અપહરણ કરી જઇ ઢોર માર મારવા અંગે તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે જામનગર નજીક બાયપાસ રોડ પર આવેલી હાઈવે હોટલના સંચાલક પાલા પાંચાભાઈ ઝાપડા ઉપરાંત સંજય ચિરોડીયા, સુરેશ ભુંડિયા, કરસન નાથાભાઈ અને તેના બે અજાણ્યા સાગરીતો સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાન દુર્ગેશ પોતાના મિત્ર પ્રતાપસિંહ સાથે જામનગર નજીક હાઈવે રોડ પર આવેલી દ્વારકાધીશ હોટલમાં જમવા માટે ગયા હતા, જ્યાં હોટલના કાઉન્ટર પર બેઠેલા પાલાભાઈ ઝાપડા સાથે ફરિયાદી યુવાન દુર્ગેશ સાથે બોલાચાલી થઈ હતી, જેનું મનદુઃખ રાખીને તમામ આરોપીઓ ઘર શોધતા શોધતા દુર્ગેશ ભરવાડ પાસે પહોંચ્યા હતા, અને તેને ઉઠાવી જઈ લોખંડના પાઇપ અને લાકડા ના ધોકા વડે આડેધડ માર માર્યો હતો. તેમ જ ખોટા કેસમાં ફીટ કરાવી દેશે તેવી ધમકી આપી હતી.

ઉપરાંત પોલીસ ફરિયાદ કરવા જશે તો પણ પતાવી દેવાની ધમકી આપી હતી. આખરે આ મામલો સીટી એ. ડિવિઝન પોલીસમાં લઈ જવાયો હતો અને તમામ છ આરોપીઓ સામે ગુન્હો બી.એન.એસ. કલમ ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૩), ૧૪૦(૩), ૧૮૯(૨), ૧૯૧(૨), ૧૯૧(૩), ૧૯૦ જી.પી. એક્ટ ૧૩૫(૧) મુજબ ફરિયાદ નોંધાવતાં પોલીસે તમામ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.

જામનગર ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ

0

ગુજરાત પ્રદેશ ભાજપ ના મહામંત્રી વિનોદભાઈ ચાવડા ની અધ્યક્ષતામાં ભારતીય જનતા પાર્ટી, જામનગર મહાનગર સદસ્યતા અભિયાન અંતર્ગત બેઠક યોજાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૦ સપ્ટેમ્બર ૨૪, ભારતીય જનતા પાર્ટી વિશ્વ ની સહુથી મોટી રાજકીય પાર્ટી બની છે, અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ માં, દેશ વિશ્વ સ્તરે અગ્રેસર બન્યો છે. ભારત ના પ્રત્યેક નાગરિક ને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ દેશને વધુ ને વધુ મજબૂત બનાવવા, વિકસીત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન પ્રદાન કરવા અર્થે સદસ્યતા અભિયાન હાથ ધરવામાં આવેલ છે.

ભારતીય જનતા પાર્ટી ના બંધારણ મુજબ દરેક કાર્યકર્તાઓ ની પ્રાથમિક સદસ્યતા ની અવધિ ૬ વર્ષ ની રહે છે, અર્થાત્ ૬ વર્ષ પછી દરેક કાર્યકર્તાએ ફરી સદસ્ય બનવું પડે છે. આ સદસ્યતા અભિયાન બહોળા પ્રમાણ માં લોકો ભારતીય જનતા પાર્ટી ના સદસ્ય બની રહ્યા છે. ડિજિટલ ટેકનોલોજી ના માધ્યમ થકી ખૂબ સરળતા થી લોકો ભારતીય જનતા પાર્ટી માં જોડાઈ દેશના વિકાસમાં પોતાનું યોગદાન પ્રદાન કરી શકે છે. આ અંતર્ગત, ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા સદસ્યતા અભિયાન સંદર્ભે બેઠક નું આયોજન કરવામાં આવ્યુ હતું.

હાલ ભારતીય જનતા પાર્ટી ના પ્રત્યેક કાર્યકર્તાઓ, નેતાઓ ઘરે ઘરે જઈ લોકો નો સંપર્ક કરી, તેઓને વિશ્વની સહુથી મોટી રાજકીય પાર્ટી ના પ્રાથમિક સભ્યો ની નોંધણી કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ના નેતૃત્વ થી પ્રેરિત થઈ લોકોમાં પણ પ્રાથમિક સદસ્ય બની, પ્રાથમિક સદસ્યતા કાર્ડ મેળવી અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા આ અભિયાન ને વધુ વેગવંતુ બનાવવા એક બેઠક નું આયોજન કરવામાં આવ્યુ હતું.

આ બેઠક માં ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ ડો. વિમલ કગથરા, પ્રદેશ મહામંત્રી તથા સાંસદ વિનોદ ચાવડા, સાંસદ રામ મોકરીયા, પ્રભારી પલ્લવીબેન ઠાકર, ધારાસભ્ય રિવાબા જાડેજા, મહામંત્રી પ્રકાશ બામણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણ ભાટુ, કમલેશ મીરાણી, મેયર વિનોદ ખીમસુરિયા, ડે મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. કમિટી ચેરમેન નિલેશ કગથરા, સાસક પક્ષ નેતા આશિષ જોશી, દંડક કેતન નાખવા, પૂર્વ અધ્યક્ષો, પૂર્વ મેયરો, પૂર્વ ધારાસભ્યો સહિત શહેર સંગઠન ના હોદેદારો, વોર્ડ પ્રભારી, વોર્ડ અધ્યક્ષ, સહિત મોરચા ના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

error: Copying and use of the content of the website is considered as illegal activity.