જામનગર ..કાલાવડના સતીયા ગામે પ્રેમ સંબંધ બાબતનો ખાર રાખી મધરાતે ધાતક હથીયારો સાથે ગામમાં ટોળું ત્રાટકયુ હતું અને સમગ્ર ગામમાં હુલ્લડ મચાવી અને હુમલો કરવાના કેશમાં આરોપીઓને જામીન મુકત કરતી નામદાર અદાલત
-
યુવતીને ભગાડી જવાના મનદુ:ખમાં ૭ જેટલી ગાડીઓમાં જીવલેણ હથીયારો સાથે અનેક શખ્સોએ આવી , ગામમાં આતંક ફેલાવી અને મારી નાખવાના ઈરાદે ધાતકી હથીયારો વડે હુમલો કરેલ
-
કાલાવડ તાલુકાના સતીયા ગામનો ચકચારી બનાવ ૨૨ આરોપીઓ સામે કાવતરૂ રચી હુમલો કરવાની ફરીયાદ નોંધાયેલ
-
કોર્ટમાં ચાલેલા લાંબા કાનૂની જંગમાં ધારાશાસ્ત્રી રાજેશ ગોસાઈની ધારદાર દલીલો કોર્ટે ગ્રાહ્ય રાખી આરોપીઓને જામીનમુક્ત કરવા આદેશ કર્યો
દેશ દેવી ન્યુઝ તા. ૧૬ જૂન ૨૬ આ કેશની હકિકત એવી છે કે, સતીયા ગામે વસવાટ કરતા ફરીયાદી મયુરભાઈ માલાને કુંટુંબી ફઈ લાભુબેનની દીકરી સાથે પ્રેમસંબંધ હોય, અને બંન્ને એકબીજા સાથે ભાગી ગયેલ હોય, ત્યારબાદ ભરવાડ સમાજના બંન્ને પક્ષે સમાધાનની મીટીંગ કરવામાં આવેલ અને આ સમાધાનની મીટીંગમાં ભરતભાઈ કરણાભાઈ ઝાપડાએ ઉશ્કેરાઈ જઈ અને ફરીયાદીના કાકા લખમણભાઈ માલા સાથે બોલાચાલી કરી અને તેમને ઝાપટ મારી દઈ અને આ સમાધાનની મીટીંગમાંથી જતાં રહેલ ત્યારબાદ રાત્રીના સમયે આ ભરતભાઈનો ફોન આવેલ અને ધમકી આપેલ કે, અમારી દીકરીને લઈ અને જતાં રહેલ છો તમે તૈયાર રહેજો તેવી ધમકીઓ આપી અને ફીલ્મીઢબે મોટરકારમાં આવી અને ૨૨ જેટલા આરોપીઓ મોટરકારમાં લોખંડના પાઈપ તથા લાકડાના ધોકા લઈ અને આવેલ અને સમગ્ર ગામમાં આતંક ફેલાવેલ અને હથીયારો સાથે સતીયા ગામમાં હુલ્લડ મચાવેલ
અને ફરીયાદીના કુંટુંબી બહેનના માથાના ભાગે જાનથી મારી નાખવાના ઈરાદાથી પાઈપ મારેલ જેથી તેઓને ગંભીર ઈજાઓ થતાં તેઓ બેશુદ થઈ ગયેલ અને આ તમામ આરોપીઓ ત્યાંથી ભાગી ગયેલ અને જતાં જતાં જાનથી મારી નાખવાની ધમકીઓ આપેલ, જે બાબતનો ગુનો કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરીયાદીએ નોંધાવેલ, જેમાં આરોપી ચકુભાઈ ગોલતર તથા ઉકાભાઈ ગોલતર અને જયદીપભાઈ વરૂએ જામીન મુક્ત થવાની અરજી દાખલ કરતા, તપાસ કરનાર પોલીસે નામ અદાલતમાં સોગંદનામું રજુ કરી અને વાંધા લીધેલ અને સરકાર પહે વાંધાઓ લેવામાં આવેલ કે, આરોપીઓએ નજીવી બાબતે ફરીયાદીના પરીવાર ઉપર હુમલો કરેલ છે
અને સમગ્ર પરીવાર સહિત આખા ગામને બાનમાં લીધેલ અને ગામમાં હુલ્લડ જેવી સ્થિતી પોતાનો ખોફ બતાવવા ઉભી કરી દીધેલ હતી અને આરોપીઓ ખુબજ જનુની હોય અને ફીલ્મી ઢબે ગામમાં ૭ જેટલી અલગ અલગ ગાડીમાં ટોળાને ટોળા આવેલ અને તમામ આરોપીઓ હથીયાર ધારણ કરી અને આવેલ હતા, તેમના બહેનને માથાના ભાગે ઈજાઓ કરી અને હત્યા કરવાની કોશીશ કરેલ છે, તો આ આરોપીઓને જામીન મુક્ત કરવા જોઈએ નહી, અને આ બનાવનો વીડીયો પણ શોશ્યલ મીડીયામાં વાયરલ થયેલ છે, જેની સામે આરોપી પક્ષે દલીલો કરવામાં આવેલ કે, માત્ર અને માત્ર ગુનો ભારે હોય અને તપાસ બાકી છે અને હજુ આરોપીઓ પકડવાના બાકી છે, તેવા કારણોથી આરોપીના જામીન મુક્ત થવાના હકકો ઉપર તરાપ ન મારી શકાય, આમ તમામ દલીલો બાદ નામ.અદાલતે આરોપી પક્ષે થયેલ દલીલો માન્ય રાખી અને આરોપી ચકુભાઈ ગોલતર, ઉકાભાઈ ગોલતર અને જયદીપભાઈ વરૂને જામીન મુક્ત કરવાનો હુકમ કરેલ આ કેશમાં આરોપીઓ તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર, ગોહીલ, રજનીકાંત આર. નાખવા, નિતેષ જી. મુછડીયા તેમજ કરણ કે. પટેલ રોકાયેલા હતા.


