જામનગરમાં સરકારી સસ્તા અનાજના ૩,૦૦૦ કિલો ઘઉં સાથે પાંચ શખ્સો ઝડપાયા

0
80497

જામનગરમાં સરકારી સસ્તા અનાજના ૩,૦૦૦ કિલો ઘઉં સાથે પાંચ શખ્સો ઝડપાયા

  • સિટી-બી ડિવિઝન પોલીસે પાણાખાણ-બેડી બંદર રોડ પરથી રૂ.૬.૧૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૭ ઓક્ટોબર ૨૬, જામનગરમાં સિટી-બી ડિવિઝન પોલીસે આજે વહેલી સવારે પાણાખાણથી બેડી બંદર તરફ જતા રોડ પર શંકાસ્પદ સરકારી સસ્તા અનાજની હેરાફેરી ઝડપી પાડી હતી. સવારે આશરે ૫ વાગ્યાના અરસામાં વાહન નં. જીજે-૧૦-એટી-૪૭૪૭માં ૩,૦૦૦ કિલોગ્રામ ઘઉંનો જથ્થો લઈ જતા પાંચ ઇસમોને પોલીસે અટકાવી તપાસ હાથ ધરી હતી.પોલીસે આ મામલે બી.એન.એસ.એસ.ની કલમ ૩૫(૧)(ઈ) મુજબ પાંચેય ઇસમોની અટકાયત કરી કુલ રૂ.૬,૧૫,૫૨૦ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે જિલ્લા પુરવઠા વિભાગને જાણ કરવામાં આવી છે અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.પોલીસે ઝડપી પાડેલા ઇસમોમાં શબીર જુસબભાઈ શેખ (ઉ.વ.૫૦), અબ્બાસ વલીમામદ જેડા (ઉ.વ.૩૮), અબ્દુલ વલીમોહમ્મદ જેડા (ઉ.વ.૫૦), આબીદ અબ્દુલ જેડા (ઉ.વ.૨૮) અને ઈકબાલ અબ્દુલ કમોરા (ઉ.વ.૩૩), તમામ જામનગરના બેડી ઈદ મસ્જિદ રોડ, જમાતખાનાની બાજુમાં રહેતા હોવાનું પોલીસ વિગતોમાં જણાવાયું છે.