જામનગર પંચ-બીના પીએસઆઈ સહિત 8 પોલીસકર્મીઓ સસ્પેન્ડ, તમામની સુરેન્દ્રનગર- દ્વારકા બદલી
-
નાઘેડી પાસે SMCનો દારૂના દરોડામાં રૂ. 1.37 કરોડનો મુદ્દામાલ ઝડપાયો: એસપી લાલઘૂમ
દેશ દેવી ન્યુઝ તા. ૭ ઓક્ટોબર ૨૬ જામનગર તાલુકાના નાઘેડી ગામ પાસે, જીઆઈડીસીમાં સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડામાં માતબર વિદેશી દારૂના જથ્થો પકડાતા એસપી લાલઘુમ થયા છે અને પંચકોશી બી ડિવિઝનના પીએસઆઈ સહિત આઠ પોલીસકર્મીઓને સસ્પેન્ડેડ સાથે અન્ય જિલ્લામાં બદલીઓનો ઓર્ડર કરતા પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે.
સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમે રવિવારે વહેલી સવારમાં નાઘેડી પાસે વિદેશી દારૂનો જથ્થા ચાલતા કટીંગ પર દરોડો પાડ્યો હતો. રૂ.37,21,848ની કિંમતની વિદેશી દારૂની નાની-મોટી વિદેશી દારૂની 10,409 બોટલો તેમજ વાહનો મળીને કુલ દિપક ઉર્ફૈ અટાપટુ જમનાદાસ જેઠવાણી, યુવરાજસિંહ કાળુભા ચુડાસમાને ઝડપી લઈને રૂ.1,37,58,491નો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે. જેમાં રામ ઉર્ફે રામકો, કાના મોઢવાડીયા, જિજ્ઞેશ ઉર્ફે જીગો, ઈરફાન કાસમ તેમજ બે ટ્રક તેમજ એક મોટર સાયકલ અને બાઈક ચાલક સહિત 9 શખસોને ફરાર જાહેર કર્યા હતા.
આ દારૂના દરોડાથી એસપી ડો.રવિમોહન સૈની લાલઘુમ થયા છે, પંચકોશી બી ડિવિઝનના પીએસઆઈ એલ.બી.જાડેજા તેમજ ટીમના એએસઆઈ ધર્મેન્દ્રસિંહ (ધમભા) ઝાલા, પ્રદિપસિંહ જાડેજા, પોલીસ હેડ કોન્સ્ટેબલ રાજદીપસિંહ જાડેજા, નિર્મલસિંહ રાઠોડ, મેહુલભાઈ વિસાણી, પોલાભાઈ ઓડેદરા અને મયુરસિંહ જાડેજાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તમામની અન્ય જિલ્લામાં બદલીઓ કરવામાં આવી છે. જેમાં ધર્મેન્દ્રસિંહ ઝાલાને દ્વારકા તેમજ અન્ય તમામને સુરેન્દ્રનગર જિલ્લામાં બદલી કરવામાં આવી છે.


