અષાઢીબીજ નિમિત્તે હાલારી પ્રજાજનોને પૂર્વ રાજવી જામસાહેબનો શુભેચ્છા સંદેશ
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૪ જુલાઈ ૨૬, હાલારી નવા વર્ષના પાવન પર્વ અષાઢી બીજ નિમિત્તે નવાનગરના પૂર્વ રાજવી જામસાહેબ શ્રી શત્રુશલ્યસિંહજી જાડેજા દ્વારા હાલારી પ્રજાજનોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.જામસાહેબે પોતાના સંદેશમાં જણાવ્યું છે કે અષાઢી બીજ હાલારી પ્રજાનું નવવર્ષ છે, અને આ પવિત્ર અવસરે તેઓ તમામ પ્રજાજનોના સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે શુભકામનાઓ વ્યક્ત કરે છે. તેમણે જણાવ્યું કે નાદુરસ્ત તબિયતને કારણે તેઓ આ વર્ષે વ્યક્તિગત રીતે કોઈને મળી શકશે નહીં, જેનો તેમને ખેદ છે.
તેમણે પ્રજાજનોને વિનંતી કરી છે કે પોતાની અનુકૂળતા મુજબ તેમના નિવાસસ્થાને પધારી મીઠું મોઢું કરી નવા વર્ષની શુભેચ્છાઓ સ્વીકારે. આ પ્રસંગે પ્રજાજનોનો સ્નેહ અને લાગણી તેમને હંમેશાની જેમ આનંદ આપશે, તેમ તેમણે જણાવ્યું છે.જામસાહેબે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી છે કે સમગ્ર હાલાર પ્રદેશ પર સુખ, શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ વરસે તેમજ તેમને પણ પ્રજાની સેવા કરવાનો સતત અવસર અને શક્તિ પ્રાપ્ત થાય.અંતમાં તેમણે “જય માતાજી” ના ઉદ્ઘોષ સાથે તમામ હાલારી પ્રજાજનોને અષાઢી બીજ અને હાલારી નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી છે.


