જામનગરમાં ધ્રોળ નજીક ચાલુ કારમાં અચાનક આગ લાગતાં અફડાતફડી

0
56166

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોળ નજીક ચાલુ કારમાં અચાનક આગ લાગતાં અફડાતફડી

  • જાયવા ગામના પાટિયા પાસે સર્જાયો બનાવ: સ્થાનિકો અને પોલીસે આગ બુઝાવવાના કર્યા પ્રયાસ: કોઈ જાનહાની નહીં

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૭, મે ૨૬ જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર જાયવા ગામના પાટિયા નજીક ગઈકાલે સાંજે દોડતી એક કારમાં અચાનક આગ લાગી જતાં ભારે દોડધામ મચી ગઈ હતી. સદનસીબે બનાવમાં કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ કારને ભારે નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળે છે.મળતી માહિતી મુજબ જાયવા ગામના સ્થાનિક રહેવાસી પોતાની કાર લઈને નજીક ના વિસ્તારમાં ગેસ ભરાવવા માટે જઈ રહ્યા હતા, દરમિયાન કારમાં એકાએક બોનેટના ભાગમાંથી ધુમાડા સાથે આગની જ્વાળાઓ નીકળવા લાગી હતી.આકસ્મિક રીતે આગ ભભૂકી ઉઠતાં આસપાસના લોકો દોડી આવ્યા હતા અને આગ બુઝાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. જોકે થોડી જ વારમાં આગે સમગ્ર કારને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી. બનાવની જાણ થતાં ધ્રોળ પોલીસ મથકના પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.પી. વધોરા પણ તાત્કાલિક સ્થળ પર દોડી ગયા હતા, અને સ્થિતિ સંભાળી હતી. આગના બનાવ સમયે કારને રોડ પરથી નીચે ઉતારી લીધી હતી. જેથી મુખ્ય રોડ પર વાહન વ્યવહારને કોઈ અસર થઈ ન હતી.સદનસીબે બનાવ સમયે માર્ગ પર વધુ વાહનવ્યવહાર ન હોવાથી કોઈ મોટો અકસ્માત સર્જાયો નહોતો. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે.