જામનગર તાલુકા પંચાયત ના પ્રમુખ – ઉપ પ્રમુખ સહિતના હોદેદારો નિમાયા
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૬ , મે ૨૬ જામનગર તાલુકા પંચાયત ની આજે મળેલી સામાન્ય સભા માં પ્રમુખ – ઉપ પ્રમુખ સહિત ના હોદેદારો ની વરણી થવા પામી હતી.. ગત તા. ૨૩ માં જામનગર તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે સરસ્વતીબેન મહેન્દ્રભાઈ ખાણધર તેમજ ઉપ પ્રમુખપદે તરૂણભાઈ કાન્તિભાઈ વસોયા ના નામની ભાજપ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.
આ સમયે પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ,હાપા યાર્ડ ના ચેરમેન મુકુંદભાઈ સભાયા અને જિલ્લા પંચાયત સદસ્ય મહેન્દ્રસિંહ જાડેજા , કાનાભાઇ ,જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ નાથાભાઈ વારસકિયા, તાલુકા સદસ્ય પ્રવીણભાઈ ચૌહાણ, કિશોરભાઇ બોરીચા તાલુકા સદસ્ય,જિલ્લા ભાજપ મંત્રી ભરતભાઈ ગાગીયા તેમજ જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા ના મહામંત્રી એમ.ડી.મકવાણા તેમજ આગેવાનો ઉપસ્થિત રહી ફુલહાર અને બુકે આપી શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પછી આજે મળેલી સામાન્ય સભા માં વિધિવત રીતે તમામ હોદેદારો એ હોદા નો ચાર્જ ગ્રહણ કર્યો.હતો.જેમાં પ્રમુખ તરીકે સરસ્વતીબેન ખાણધર અને ઉપપ્રમુખ તરીકે તરુણ વસોયા , કારોબારી.ચેરમેન તરીકે જયપાલસિંહ જાડેજા , શાસક જૂથ ના નેતા તરીકે મનીષ પરમાર અને દંડક તરીકે રાજેશ ભેસદડીયા નો સમાવેશ થાય છે.


