જામનગરના ખીમરાણામાં દારૂની બોટલો લૂંટવાનો પ્રયાસ , ASI પર હુમલો કરનાર દેવરાજ ગોહિલ સામે ફોજદારી

0
51209

જામનગર તાલુકાના ખીમરાણા ગામમાં દારૂ ભરેલી ઈનોવામાંથી બોટલો લૂંટવાનો પ્રયાસ : પોલીસ સાથે ઝપાઝપી , એક સામે ગુનો નોંધાયો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૭ મે ૨૬, જામનગર તાલુકાના ખીમરાણા ગામ પાસે પોલીસે ઇંગ્લીશ દારૂ ભરેલી ઈનોવા કારનો પીછો કરીને રોકી કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન સ્થાનિક રહેવાસી દેવરાજભાઈ દિનેશભાઈ ગોહીલે કારમાંથી દારૂની બોટલો લૂંટવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ પોલીસે રોકતા દેવરાજભાઈએ પોલીસ સાથે ઝપાઝપી કરી એએસઆઈ નિર્મળસિંહ જાડેજાને છાતીના ભાગે કોણી મારી ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ તેઓએ અન્ય લોકોને મોબાઈલમાં વીડિયો ઉતારવા કહ્યું હોવાનું પણ ફરિયાદમાં જણાવાયું છે.આ બનાવ અંગે પંચકોશી એ. ડિવિઝન પોલીસ મથકમાં દેવરાજભાઈ દિનેશભાઈ ગોહીલ (રહે. ખીમરાણા) સામે સરકારી કામગીરીમાં અડચણ, હુમલો અને લૂંટના પ્રયાસ સહિતના ગુનાઓ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. અત્યારે ઉલ્લેખનીય છે કે આરોપી દેવરાજ ગઈકાલે રાત્રે ખીમરાણા ગામમાં ઇંગલિશ દારૂ સાથેની કાર ના અકસ્માત સમયે એક વીડિયો વાયરલ કર્યો હતો. ત્યારબાદ પોલીસ ટુકડી આવી જતાં પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. પોલીસ દ્વારા આરોપી સામે પંચ એ ડીવી પો.સ્ટે. ગુ.ર.નં.૦૪૭૮/૨૦૨૬ ભારતીય ન્યાય સંહીતા ૨૦૨૩ ની કલમ-૧૨૧ (૧), ૩૦૯ (૫) ગુન્હો નોંધી તેની અટકાયત કરવામાં આવી હતી, ત્યાર બાદ તેણે ફરીથી નવો વીડિયો બનાવી ને પોતાની ભૂલ સ્વીકારી હતી. અને ભવિષ્યમાં આવી ભૂલ નહીં કરે, અને અન્ય કોઈ વ્યક્તિ પણ આવી ભૂલ ના કરે તેવી વાત કહે તો બીજો વિડીયો બનાવ્યો હતો.