Sunday, October 18, 2026
Home Blog Page 235

જામનગરમાં સાયકલચોર બેખૌફ બનીને કરી રહ્યાં છે ચોરી: જુઓ સાયકલ ચોરીનો CCTV VIDEO

0

જામનગરના જોગસ પાર્ક વિસ્તારમાં ઈમાનદાર ચોર સીસીટીવી કેમેરામાં કેદ : જૂની સાયકલ મૂકી નવી લઈ ગયો

  • સાયકલ ચોરીની સમગ્ર ઘટના એપાર્ટમેન્ટ પાકિગમાં લાગેલ CCTV માં કેદ
  • ચોરે પહેલા પાકિંગમાં ખાખા ખોરા કરી બાદમાં સાયકલ લઈ ચાલતી પકડી
  • શહેરમાં સાયકલ ચોરીની ઘટના હવે સામાન્ય બની ગઇ છે : લોકો ફરીયાદ કરવાનું ટાળતા હોવાથી તસ્કરોને મોકળું મેદાન

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૦૨ એપ્રિલ ૨૩ જામનગર શહેરના જોગર્સ પાર્ક નજીક એપ્રીરોઝ એપાર્ટમેન્ટના પાકિંગ માં અજાણ્યા શખ્સે જૂની સાયકલ મૂકી નવી સાયકલ ચોરી જતો CCTV કેમેરામાં કેંદ થયો હતો.

જામનગરના જોગર્સ પાર્ક વિસ્તારમાં આવેલ એપ્રિરોઝ એપાર્ટમેન્ટમાં કોઈ અજાણ્યો ચોર ઘોળે દિવસે પાકિગમાંથી સાયક્લની ઉઠાંતરી કરી ફરાર થઈ જતા તેની કરતૂત કેમેરામાં કેદ થઈ હતી, નવાઈ વાતતો એ છે કે સાયકલ ચોર જૂની સાયકલ લઈને આવ્યો હતો અને તેને પાકિંગ માં રાખી તેની જગ્યાએ નવી સાયકલ લઈ ચાલતી મારી હતી જેની સાયકલ ચોરાઇ હતી તેને પાકિંગમાં લાગેલા કેમેરા ચેક કરતા કોઈ અજાણ્યો શખ્સ સાયકલ લઈ રફુચક્કર થઈ જાય છે. જેની ચોરીની ઘટના સમગ્ર ઘટના કેંદ થઈ હતી. સાયકલ જેવી સામાન્ય ચોરીમાં લોકો ફરીયાદ નોંધાવનું ટાળે છે. જેથી તસ્કરોને મોકળું મેદાન મળી જાય છે

કાલાવડમાં લગ્નના ઈરાદે સગીરાનું અપહરણ કરાયા પછી બન્નેએ એસીડ ગટગટાવતા ચકચાર

0

કાલાવડ પંથકમાં લગ્નના ઈરાદે સગીરાનું અપહરણ કરાયા પછી બન્નેએ એસીડ ગટગટાવતા ચકચાર

  • લગ્ન શક્ય નહી લાગતા સજોડે એસિડ પીધું
  • વિધર્મી યુવાન ઉપર પોલિસ પહેરો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૦૧ એપ્રીલ ૨૩ .: કાલાવડમાંથી એક સગીરાનું અપહરણ કર્યા પછી સાથે લગ્ન શક્ય નહીં થાય તેવું જણાતાં અપહરણકર્તા યુવક અને સગીરાએ એસીડ પી લેતા બંનેને સારવાર માટે જામનગરની જી.જી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કાલાવડમાં રહેતા એક અનુસૂચિત જાતિના પરિવારની સગીરાનું કાલાવડમાં જ કુંભનાથપરામાં રહેતા આયાન ઈકબાલભાઈ પંજાએ લગ્ન કરવાના ઈરાદે અપહરણ કર્યું હુતં. એ પછી લગ્ન કરવા શક્ય નથી તેવું જણાતા સગીરાએ એસીડ પી લીધું હોવાનું પોલીસમાં જાહેર થયું છે. સગીરાને સારવાર માટે દાખલ કરવામાં આવી છે.

અપહરણના આ બનાવમાં અપહરણ કરનાર યુવાન આયાન પંજાએ પણ એસીડ પી લેતાં તેને જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. આ ચકચારી બનાવ અંગે જામનગરના એસ.સી-એસ.ટી. સેલના ડી. વાય. એસ.પી. એમ. આર. સોલંકી તપાસ ચલાવી રહ્યા છે.

જામનગરના – દેવભૂમિ દ્વારકાના ક્લેક્ટરની બદલી: જુવો કોન ક્યા મુકાયા

ગુજરાતના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફારો: આઇએએસ અધિકારીની બદલીનો મોટો ઘાણવો, એક ઝાટકે 109ના ટ્રાન્સફર, 10ને પ્રમોશન

  • જામનગરના ડો.સૌરભ પારઘીની બદલી, નવા કલેકટર તરીકે બી.એ.શાહ
  • જામનગરના ડીડીઓ મીહીર પટેલની બદલી, નવા ડીડીઓ તરીકે વિકલ્પ ભારદ્વાજ
  • દેવભૂમિ દ્વારકાના કલેકટર મુકેશ પંડ્યાની બદલી, નવા કલેકટર તરીકે એ.એમ.શર્મા

દેશ દેવી ન્યુઝ જામનગર: તા.૩૧ માર્ચ ૨૩ ગુજરાતના વહીવટી તંત્રમાં ધરખમ ફેરફાર કરાયો છે. 109 જેટલા આઇએએસ અધિકારીઓની બદલી કરાઈ છે. મુકેશ પુરી, એ કે રાકેશ, કમલ દયાની ,અરૂણ સોલંકી, મુકેશકુમાર, રમેશચંદ્ર મિના સહિતના અધિકારીઓની બદલી કરાઈ છે.

મોહમ્મદશાહીદ, સંજીવ કુમાર, રૂપવંત સિંગ મનીષાચંદ્રા અને બી એન પાની તેમજ હર્ષદ પટેલ, આલોક પાંડે સહિત અનેક સિનિયર અધિકારીઓની બદલી કરાઈ છે. રમ્યા મોહન અને દિલીપ રાણા સહિતના 10 અધિકારીઓને પ્રમોશન પણ અપાયા છે.

જામનગર જીલ્લાના ના ડો.સૌરભ પારઘીની બદલી કરવામાં આવી તેઓના સ્થાને નવા કલેકટર તરીકે બી.એ.શાહની નિમણુંક કરાઇ છે. જયારે જામનગરના ડીડીઓ મીહીર પટેલની બદલી થઇ છે. નવા ડીડીઓ તરીકે વિકલ્પ ભારદ્વાજની જામનગર બદલી કરાઇ છે. દેવભૂમિ દ્વારકાના કલેકટર મુકેશ પંડ્યાની બદલી થતા નવા કલેકટર તરીકે એ.એમ.શર્મા ચાર્જ સંભાળશે.

રાજ્યના 109 આઇએએસ અધિકારીઓની બદલીના આદેશ અપાયા છે. અમદાવાદના કલેક્ટર ધવલ પટેલની બદલી કરાઈ છે. અમદાવાદના કલેક્ટર પ્રવિણા ડી કે બન્યા છે. રાજકોટના કલેક્ટર અરૂણ મહેશ બાબુની યુજીવીસીએલના એમ.ડી. તરીકે બદલી કરાઈ છે. રાજકોટ પીજીવીસીએલ ના નવા એમ.ડી. તરીકે એમ.જે દવેને જવાબદારી સોંપાઈ છે. પ્રભોવ જોશી રાજકોટના નવા કલેક્ટર બન્યા છે. વરુણ કુમાર બરનવાલ બનાસકાંઠા (પાલનપુર) કલેકટર બન્યા છે. એ.કે.રાકેશ એસીએસ કૃષિ વિભાગની જવાબદારી સોંપાઇ છે. મુકેશ પુરી સરદાર સરોવર નર્મદા નિગમના એમડી તરીકે વધારાનો ચાર્જ સંભાળશે અને અધિક મુખ્ય સચિવ મુકેશ પુરીને ગૃહ વિભાગની જવાબદારી સોંપાઇ છે.

જામનગર દરેડમાં ગેસ લીકેજથી લાગેલી આગમાં દાઝી ગયેલા તરૂણનું હોસ્પિટલમાં મોત 

0

દરેડમાં ગેસ લીકેજથી લાગેલી આગમાં દાઝી ગયેલા તરૂણનું હોસ્પિટલમાં મોત 

દેશ દેવી ન્યુઝ જામનગર : તા.૩૧ માર્ચ ૨૩ જામનગર નજીક દરેડ વિસ્તારમાં શ્રમિકોની વસાહતમાં બે દિવસ પહેલાં તારીખ 28.3.2023 ના સાંજે ગેસના ચૂલા ઉપર રસોઈ બનાવતી વખતે અકસ્માત સર્જાયો હતો. રાંધણ ગેસના બાટલા ની નળી લીક થતાં આગ લાગી હતી, જેમાં બે શ્રમિક પરિવારના બાળકો સહિતના પાંચ સભ્યો દાઝી ગયા હતા, અને પાંચેયને સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જયાં કુલ્લુભાઇ યોગેન્દ્રભાઈ પાસવાન નામના 14 વર્ષના તરુણનું ગંભીર સ્વરૂપે દાઝો ગયા પછી સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે આ બનાવને લઈને મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છ હતા. અન્ય બે બાળકો સહિતની ચાર વ્યક્તિ સારવાર હેઠળ છે. આ ઘટનાની જાણ થવાથી સિટી એ. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલ દોડી ગયો હતો, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

જામનગર કોર્પોરેટરની ટીમ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેવા વડોદરા રવાના

0

આંતરરાષ્ટ્રીય ઇન્ટર કોર્પોરેશન મહાનગર પાલિકા ક્રિકેટ ટુર્નામેન્ટ માટેની ટીમ જીતના સંકલ્પ સાથે જામનગરથી વડોદરા જવા રવાના

  • ટીમ મેનેજર નિલેશ કગથરાના નેજા હેઠળ જામનગરની ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેવા રવાના : ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ શુભેચ્છા પાઠવી

દેશ દેવી ન્યુઝ જામનગર : તા.૩૧ માર્ચ ૨૩ જામનગર વડોદરામાં આંતરરાષ્ટ્રીય મહાનગર પાલિકા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જામનગર મહાનગરપાલીકાની મેયર ઇલેવન પણ ભાગ લેવા માટે જોડાઇ છે, જે ટીમને જીતના સંકલ્પ સાથે આજે રવાના કરવામાં આવી હતી, એને પૂજા અર્ચના કરવામાં આવી હતી. આંતર રાજ્ય મહાનગર પાલિકા ક્રિકેટ ટુર્નામેન્ટ માં જામનગર ની મેયર ઇલેવન ટીમ જીત ના સંકલ્પ સાથે પૂજા અર્ચના કરી બરોડા જવા રવાના થઈ છે.

પૂજા કાર્યમાં 79-ના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, મેયર બીનાબેન કોઠારી, કપ્તાન કેતન નાખવા, ડે. મેયર તપન પરમાર, સ્ટે.કમિટી ચેરમેન મનીષ કટારીયા, વિરોધપક્ષ નેતા ધવલ નંદા, પૂર્વ વિપક્ષી નેતા અલ્તાફ ખફી તેમજ તમામ ટીમના સભ્યો તથા શાસક પક્ષના નેતા-દંડક તથા ટીમ મેનેજર નિલેશ કગથરા હાજર રહયા હતા.

ખંભાળિયામાં યુવતી પર દુષ્કર્મ અંગે યુવાન સામે ફરિયાદ

ખંભાળિયામાં પરપ્રાંતિય યુવતી પર દુષ્કર્મ અંગે યુવાન સામે ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૩૦ માર્ચ ૨૩ ખંભાળિયા: ખંભાળિયાના યોગેશ્વર નગર વિસ્તારમાં હાલ રહીને નોકરી કરતી અને મૂળ મધ્યપ્રદેશની રહીશ એવી 30 વર્ષની એક યુવતી સાથે ખંભાળિયાના યોગેશ્વરનગર વિસ્તારમાં રહેતા પરેશ ચાવડા નામના શખ્સ દ્વારા મિત્રતા કેળવી અને તેણીને લગ્ન કરવાની લાલચ આપી તેણી સાથે અવારનવાર શરીર સંબંધ બાંધવામાં આવતો હતો. આ દરમિયાન યુવતીએ પરેશ ચાવડાને તેણીની સાથે લગ્ન કરવાનું કહેતા આરોપી શખ્સે યુવતી સાથે લગ્ન કરવાની ના કહી દીધી હતી.

જેથી યુવતીએ પોલીસ ફરિયાદ કરવાનું તેણીને બિભત્સ ગાળો કાઢી, જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ભોગ બનનાર યુવતી દ્વારા ખંભાળિયા પોલીસ મથકમાં જાહેર કરવામાં આવ્યું છે. આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે યુવતીની ફરિયાદ પરથી દુષ્કર્મની કલમ 376 ઉપરાંત 504 અને 506 (2) મુજબ ગુનો નોંધી, આગળની તપાસ અહીંના ઇન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી દ્વારા હાથ ધરવામાં આવી છે.

ચિકન વેચવા બાબતે માંસના વેપારી ઉપર ધોકાવારી : 2 મહિલા સહિત 5 સામે ફોજદારી

0

ધ્રોલમાં માંસના વેપારી બાખડ્યા: એક વેપારી પર પાંચ શખ્સો દ્વારા હુમલો

  • ગ્રાહકને ખેચી જવા બાબતે બોલાચાલી બાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ધોકા ઉડ્યા

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૩૦ માર્ચ ૨૩ જામનગર ધ્રોલમાં ફૂલવાડી વિસ્તારમાં મુરઘીનું વેચાણ કરતા બે વેપારીઓ વચ્ચે ગ્રાહકોને ખેંચી જવા બાબતે તકરાર થઈ હતી, અને એક વેપારી ઉપર પડોશી વેપારીના પરિવારના બે મહિલા સહિતના પાંચ સભ્યોએ હુમલો કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે ધ્રોલમાં રજવી સોસાયટીમાં રહેતા અને ફૂલવાડી વિસ્તારમાં મુરઘીના વેચાણની દુકાન ધરાવતા ઈમ્તિયાઝ હાજીભાઈ લાડક નામના 50 વર્ષના વેપારી યુવાને પોતાના ઉપર હુમલો કરવા અંગે પાડોશ માજ મુરઘીના વેચાણની દુકાન ધરાવતા નવાઝ રફીકભાઈ કટારીયા, ઉપરાંત તેના પરિવારના રફિક ઇસ્માઈલભાઈ, ઝાફર રફીકભાઈ, હુશેનાબેન રફીકભાઈ અને આસ્થાનાબેન રફીકભાઈ વગેરે સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી પોતાની દુકાને મુરઘીનું વેચાણ કરી રહ્યો હતો, જે દરમિયાન પાડોશી વેપારીએ આવીને જણાવ્યું હતું કે તું અમારા ગ્રાહકોને શું કામ ખેંચી જાય છે, તેમ કહી જીભાજોડી કરી હતી. ત્યારબાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતાં પરિવારના પાંચ સભ્યોએ લાકડાના ધોકા- લાકડી વડે હુમલો કરી દીધો હતો પોલીસે IPC કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ તથા જીપીએક્ટની કલમ ૧૩૫ (૧) મુજબ ગુનોં નોંધી સમગ્ર મામલે ધ્રોલ પોલીસ વધુ તપાસ ચલાવે છે.

જામજોધપુરના ગીંગણી ગામે ચમત્કાર બતાવી રોકડ તથા સોનાના દાગીનાની છેતરપીડી-લૂંટ આચરતી ”મદારી ગેંગ” LCB ના સકંજામાં

0

જામજોધપુરના ગીંગણી ગામે ચમત્કાર બતાવી રોકડ તથા સોનાના દાગીના મળી રૂ.1,28,74,500/- ની છેંતરપીંડી/ લૂંટ આચરનાર “મદારી ગેંગ” પકડી પાડી 15 ગુન્હાનો ભેદ ઉકેલતી જામનગર-LCB

દેશ દેવી ન્યુઝ જામનગર: તા.૨૯ માર્ચ ૨૩ જામનગર જીલ્લાના જામજોધપુરના ગીંગણી ગામે ચમત્કાર બતાવી રોકડ તથા સોનાના દાગીના મળી રૂ.1,28,74,500/- ની છેંતરપીંડી/ લૂંટ આચરનાર “મદારી ગેંગને જામનગર એલસીબીએ ઝડપી લીધી છે. ઉપરોકત્ત આરોપીઓએની સઘન પુછપરછ કરતાં કુલ 15 ગુન્હાનો ભેદ ઉકેલાયો હતો.

જામનગર જીલ્લાના જામજોધપુર પંથકના ગીંગણી ગામે લૂંટ, છેતરપીડી કરવા વાળા સાધુ વૈશધારી ઇસમો ઇકો કાર નંબર 64-13 પર-7675 ની લઇ ને લાલપુર જામનગર તરફ આવી રહેલ. હોવાની બાતમીદારોથી હકિકત આધારે દરેડ ખોડીયાર માતાજી ના મંદિર પાસે વોચ દરમ્યાન ઇકો કાર તથા ચાર ઇસમોને પકડી પાડી તેઓની યુક્તપ્રયુકિત થી સધન પુછપરછ કરતા સદરહુ ગુનો કરેલ હોવાનો એકરાર કરેલ જેથી મજકુર ઇસમને હસ્તગત કરી પો.ઇન્સ. જે.વી.ચૌધરી નાઓએ કાયદેસર કાર્યવાહી કરેલ છે.

પકડાયેલ આરોપી:-
1) ધારૂનાથ જવરનાથ સોલંકી (મદારી) રહે. ભોજપરા મદારી વસાહત તા. વાકાનેર જી મોરબી
ર) રૂમાલનાથ સુરમનાથ પરમાર (મદારી) રહે. ભોજપરા તા, વાકાનેર જી મોરબી
3) જોગનાથ કાળુનાથ પરમાર (મદારી) રહે. ભોજપરા તા.-વાકાનેર જી મોરબી
4) વિજય જવરનાથ સોલંકી (મદારી) રહે, ભોજપરા તા,વાકાનેર જી મોરબી

આ કાર્યવાહીમાં એલસીબીએ આરોપીઓ પાસેથી રૂા.1.19 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ કાર્યવાહી પો.ઇન્સ.જે.વી. ચૌધરી તથા પો.સ.ઇ. આર.કે.કરમટા, એસ.પી.ગોહિલ, પી.એન.મોરી તથા એલ.સી.બી. સ્ટાફના સંજયસિંડ વાળા, હરપાલસિંક સોઢા, ભરતભાઇ પટેલ, શરદભાઇ પરમાર, દિલીપભાઇ તલવાડીયા, ભગીરથર્સિહ સરવૈયા, નાનજીભાઇ પટેલ, દોલતરસસિહ જાડેજા, પનશ્યામભાઇ ડૈરવાળીયા, હરદિપલાઇ ધાષલ, અશોકભાઇ સોલંકી, વનરાજભાઇ મકવાણા, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, હીરેનભાઇ વરણવા, નિર્મળસિંહ જાડેજા, રાકેરલાઇ ચૌફાણ, કિશોરભાઇ પરમાર,બળવંતરસિંહ પરમાર, સુરેશભાઇ માલડીયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા ભારતીબેન ડાંગર દ્વારા કરવામાં આવી હતી

જામનગર જીલ્લામાં ડ્રગ્સ વિરૂઘ્ધ ATSની વધુ એક કાર્યવાહી: જોડીયા-સચાણાના 2 શખ્સોની ધરપકડ કરી

જામનગર જીલ્લામાં ડ્રગ્સ વિરૂઘ્ધ ATSની વધુ એક કાર્યવાહી

  • જખૌમાંથી પકડાયેલા કરોડોના માદક પદાર્થ પૈકી 15 કિલો જથ્થો સચાણામાં ઉતારાયો હતો, બોટ જપ્ત- બે શખસની ધરપકડ, 3 મોબાઈલ જપ્ત
  • કચ્છના સમગ્ર ડ્રગ્સ પ્રકરણમાં જામનગરના સચાણા બંદરે 15 કીલો ડ્રગ્સ ઉતર્યો હતો.
  • જખૌમાંથી ઝડપાયેલા કરોડોના ડ્રગ્સ પ્રકરણમાં જામનગરમાં ATS ના ધામા
  • ડ્રગ્સ પ્રકરણમાં અત્યાર સુધીમાં સચાણાનો એક અને જોડીયાના બે શખ્સ ઝડપાયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૯ માર્ચ ૨૩ : જામનગર  કચ્છના જખૌમાંથી કરોડના ઝડપાયેલા ડ્રગ્સ પ્રકરણમાં જામનગરના સચાણા બંદરે 15 કિલો ડ્રગ્સ ઉતર્યું હતું અને મદદગારી કરનાર સચાણા તથા જોડિયાના 3 શખ્સોની અમદાવાદ એટીએસે ધરપકડ કરી છે. ગઈકાલે એટીએસની ટીમ બે આરોપીઓને જામનગર લાવીને સચાણામાં એક બોટ અને આરોપીઓના 3 મોબાઈલ ફોન જપ્ત કરીને ટીમ અમદાવાદ જવા રવાના થઈ ગઈ છે. કચ્છના જખૌમાંથી પાંચેક માસ પહેલા પકડાયેલા કરોડોના ડ્રગ્સમાં 15 કિલો સચાણા બંદરે ઉતર્યું હોવાનું ખૂલ્યું હતું. અને જેમાં જોડિયાના સુલતાન હબીબ લોધડાનું નામ સામે આવતાં અમદાવાદ એટીએસે ત્રણ માસ પહેલા તેની ધરપકડ કર હતી.

જે બાદ તેની મદદગારી કરનાર વધુ શખ્સોના નામ ખૂલતાં અમદાવાદની એટીએસની ટીમે ત્રણ દિવસ પહેલા 8 શખ્સોને પકડીને 6 શખ્સોએ અમદાવાદ પૂછપરછ માટે લઈ ગઈ હતી. જેમાં 4 શખ્સોને જવા દઈને સચાણાના જાકુ દાઉ બુચડ અને જોડિયાના અબ્દુલ ઉર્ફે બશીર અબ્બાસ ગંઢાની ધરપકડ કરી હતી. આજે અમદાવાદ એટીએસના પીઆઈ બી.બી. બસીયા બંને શખ્સોને જામનગર લાવી હતી અને જામનગર એસઓજીના પીઆઈ ચૌધરી તેમજ સ્ટાફના રાયદેભાઈ ગાગીયા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ સહિતનો સ્ટાફ સાથે જોડાયો હતો અને સચાણા બંદરે એક બોટ અને બંને આરોપીઓના 3 મોબાઈલ ફોન જપ્ત કરીને એટીએસની ટીમ અમદાવાદ પરત પહોંચી ગઈ છે.

જામનગર ધ્રોલનો પોલીસકર્મી પ્રાંચી પાસે બીયર સાથે સ્થાનીક LCB ના હાથે પકડાયો

0

ધોલનો પોલીસકર્મી પ્રાંચી પાસે બીયર સાથે સ્થાનીક LCB ના હાથે પકડાયો : ભાર ચકચાર

  • નંબર પ્લેટ વગરની જીપ તથા લાયસન્સવાળી રીવોલ્વર કબ્જે કરાઈ
  • બિયરના ૧૩ ટીનના ડબલા તથા રૂપિયા ૧૨ લાખનો મુદામાલ કબજે

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૨૮ માર્ચ ૨૩ જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ મથકમાં ફરજ બજાવતા નજીક સ્થાનિક એલસીબીના ચેકિંગ દરમિયાન બીયરની બોટલો સાથે ઝડપાયા હોવાથી તેની દારૂબંધી અંગે ધરપકડ કરી લેવામાં આવી છે, જેને લઈને ભારે ચકચાર જાગી છે.

આ બનાવની વિગત એવી છે કે ધ્રોલ પોલીસ સ્ટેશનમાં હથીયારધારી પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા પરેશ કેશરભાઈ નંદાણીયા (૫૬) ગઈકાલે વેરાવળ- કોડીનાર રોડ પર એક પોલીસ કોન્સ્ટેબલ પ્રાંચીથી એક જીપમાં પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન સ્થાનિક LCBની ટીમ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરી વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું. આ દરમિયાન નંબર વગરની જીપ પસાર થઈ હોવાથી તેને રોકાવીને તલાશી લીધી હતી. જે જીપમાંથી ૧૩ નંગ બિયર ના ટીન મળી આવ્યા હતા. જેથી સ્થાનિક ચકચાર જાગી છે.

પોલીસે બિયર ના ટીન અને જીપ સહિત રૂપિયા ૧૨,૧૧,૩૦૦ ના માલમત્તા કબજે કરી છે, જ્યારે જીપમાં બેઠેલા ધ્રોળના પોલીસ કોન્સ્ટેબલ પરેશ કેશુરભાઈ નંદાણીયા ની અટકાયત કરી લીધી છે. જ્યારે તેની પાસેથી લાયસન્સ વાળી રિવોલ્વર મળી આવી હોવાથી તે પણ વેરાવળ પોલીસ દ્વારા કબજે કરી લેવામાં આવી છે. આ બનાવને લઈને જામનગર જિલ્લાના પોલીસ બેડામાં ભારે ચકચાર જાગી છે.

error: Copying and use of the content of the website is considered as illegal activity.