Sunday, October 18, 2026
Home Blog Page 234

જામનગરમાં ‘ભદ્ર’ સમાજનો ‘અભદ્ર’ બનાવ: બધડાટી પ્રકરણમાં 3 સામે ફરિયાદ: સાંભળો યુવતિની આપવિતી

0

રીસામણે રહેલી પત્નીના ઘરે બધડાટી પ્રકરણમાં ત્રણ સામે ગુનોં દાખલ

  • આરોપી :યશ દિનેશભાઈ સોલાણી, આશિષ રાઠોડ અને નાસોદ બ્લોચ
  • ફરીયાદ ”ન” કરવા પરિવારના રાજકીય ધમ-પછાડા છતા કારી ન ફાવી.
  • બધડાટીને લઈ યુવતિ ડિપ્રેશનમાં: વર્ણવી પોતાની આપવિતી : ભદ્ર સમાજનો અભદ્ર બનાવ
  • પ્રેમલગ્ન કરતી યુવતીઓ માટે લાલબતી સમાન કિસ્સો

.

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૦૯ એપ્રિલ ૨૩ જામનગર શહેરમાં ગઇકાલથી ચર્ચામાં રહેલ જલાની જાર ભાટની આંબલી વિસ્તારમાં રીસામણે રહેલ પત્નિના ઘરે જઈ બઘડાટી બોલાવવા પ્રકરણમાં અંતે પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો દાખલ કર્યાં છે.બનાવની વિગત એવી છે કે જામનગર શહેરના ભાટની આંબલી વિરતારમાં રહેતી હર્ષા ભરતભાઇ ભઠીજાણી નામની યુવતિએ પટેલ કોલોની અગ્યાર નંબરમાં રહેતા અને શેરબજારનો ધંધો કરતા ધવલ દિનેશભાઈ સોલાણી સાથે એક વર્ષ પહેલા લવ મેરેજ કર્યાં હતા ડિસેમ્બર મહિનામાં પતિ પત્ની દુબઈ ફરવા ગયા હતા દુબઈમાં સ્થિત હોટલમાં હર્ષાએ પતિ ધવલનો મોબાઈલ ફોન ચેક કરતા ધવલના અન્ય યુવતીઓ સાથે અફેર હોવાની જાણ થતા જેને લઇ દંપતિ વચ્ચે ખૂબ જ ઝઘડો થયો હતો અને હર્ષા એકલી દુબઈથી જામનગર આવી પોતાના માતા-પિતાના ઘરે રહેવા ચાલી ગઇ હતી.

જે વાતને લઈ ગઈકાલ રાત્રે પતિ ધવલ સોલાણીનો ભાઈ યશ દિનેશભાઈ સોલાણી તેના બે મિત્રો આશિષ રાઠોડ અને નાસોદ બ્લોચ સાથે યુવતિના ઘરે જઈ ફિલ્મી સ્ટાઇલથી રોફ જમાવી દેકારો બોલાવ્યો હતો હર્ષાના ભાઈ વિશાલને થપાટોનો માર માર્યો હતો યુવતિના માતા-પિતા અને ભાઈ વચ્ચે પડતા તેની સાથે પણ ઝપાઝપી કરી હતી અને મનફાવે તેવી બેફામ ગાળો ભાંડી અચાનક દેકારો બોલતા પાડોશી દોડી આવ્યા હતા ધવલનો ભાઈ અને તેના મિત્રો ધમાલ મચાવીને હર્ષાના પરિવારને માર જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જેને લઈ યુવતિ ભારે ડીપ્રેસનમાં આવી ગઈ હતી.

તેવામાં યુવતિના પરિવાર અને પાડોશીઓએ બધળાટીનો વિડીયો ઉતારી લઈ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો, ગઈકાલે પોલીસે યુવતિની ફરીયાદ પરથી પટેલ કોલોની- ૧૧ નંબરમાં વ્રજ મંગલ એપાર્ટમેન્ટમાં રહેતો યશ દિનેશભાઈ સોલાણી, આશિષ રાઠોડ તથા નાસોદ બ્લોચ નામના શખ્સો વિરૂદ્ધ IPC કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨), ૧૧૪ મુજબ ગુનો નોંધી વધુ તપાસ ડીઆર કાંબરીયા ચલાવી રહ્યા છે

જામનગરમાં રીસામણે રહેલી પત્નીના ઘરે પતિએ મિત્રો સાથે બોલાવી બઘડાટી: જુવો VIDEO

0

રીસામણે રહેલી પત્નીના ઘરે પતિએ મિત્રો સાથે બોલાવી બધળાટી

  • યુવતિનો પરિવાર બન્યો ભયભીત : ગઇકાલ રાત્રીનો ભાટની આંબલી વિસ્તારનો બનાવ
  • દીકરીએ પ્રેમ લગ્ન કરતા છૂટાછેડા માટે જમાઇએ મિત્રો સાથે આવી દબાણ કરી મારી નાંખવાની ધમકી: પરિવારે કર્યો આક્ષેપ

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૦૮ એપ્રિલ ૨૩ જામનગર શહેરના ભાટની આંબલી વિરતારમાં રહેતી હર્ષા ભરતભાઇ ભઠીજાણી નામની યુવતિએ પટેલ કોલોની અગ્યાર નંબરમાં રહેતા અને શેરબજારનો ધંધો કરતા ધવલ દિનેશભાઈ સોલાણી નામના વણિક યુવાન સાથે એક વર્ષ પહેલા લવ મેરેજ કર્યાં હતા ડિસેમ્બર મહિનામાં પતિ પત્ની દુબઈ ફરવા ગયા હતા દુબઈમાં સ્થિત હોટલમાં હર્ષાએ પતિ ધવલનો મોબાઈલ ફોન ચેક કરતા ધવલના અન્ય યુવતીઓ સાથે અફેર હોવાની જાણ થતા જેને લઇ પતિ – પત્નિ વચ્ચે ખૂબ જ ઝઘડો થયો હતો અને હર્ષા એકલી દુબઈથી જામનગર આવી પોતાના માતા-પિતાના ઘરે રહેવા ચાલી ગઇ હતી અને છેલ્લા ચાર મહિનાથી પિયરમાં રહેતી હતી.

જે વાતને લઈ ગઈકાલ રાત્રે પતિ ધવલ સોલાણી તેના સાથી મિત્રો સાથે યુવતિના ઘરે જઈ ફિલ્મી સ્ટાઇલથી રોફ જમાવી પાછી ઘરે આવવા માટે ડખ્ખો કર્યો હતો અને હર્ષાને બેફામ માર માર્યો હતો યુવતિના માતા-પિતા અને ભાઈ વચ્ચે પડતા તેની સાથે પણ ઝપાઝપી કરી માર માર્યો હતો અચાનક દેકારો બોલતા પાડોશી દોડી આવ્યા હતા ધવલ અને તેના મિત્રો ધમાલ મચાવીને હર્ષાના પરિવારને માર જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો તેવા યુવતિના પરિવાર અને પાડોશીઓએ બધળાટીનો વિડીયો ઉતારી લઈ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેતા ભારે ચકચાર જાગી છે.

જામનગરના જામજોધપુર માંથી માનવ કંકાલના અવશેષો મળ્યા

0

જામજોધપુર પાંજરાપોળ પાસેથી મહિલાની ખોપડી મળી આવતા ખળભળાટ

  • છે એક દિવસથી વૃદ્ધા લાપતા હતા : પરીવાર દ્વારા શોધખોળ હાથ ધરી હતી
  • જંગલી પ્રાણીએ મહિલાને ફાડી ખાધી: અવશેષો વેરવિખેર હાલતમાં મળ્યા 
  • ઉચ્ચ અધિકારી સહિતનો પોલિસ કાફલો દોડી ગયો: અવશેષો ભેગા કરી જામનગર FSL ખાતે ખસેડયા

દેશ દેવી ન્યુઝ તા.૦૭ એપ્રિલ ૨૩ જામનગર જિલ્લાના જામજોધપુરમાં પાંજરાપોળ પાસે માનવ કંકાલના અવશેષો મળી આવતા ભારે ચકચાર ફેલાઇ હતી જેને લઇ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો દોડી ગયો હતો અને તપાસ આરંભી હતીસુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ જામજોધપુરમાં પાંજરાપોળ પાસે જંગલી પ્રાણીઓએ ફાળી ખાધેલ માનવ કંકાલ મળી આવ્યું હતું જેથી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી તપાસમાં માલુમ પડેલ કે જામ જોધપુર પાજરાપોળ પાસે રહેતા કાંન્તાબેન રાઠોડ એકલવાયું જીવન જીવતા હતા અને પતિનું પંદર દિવસ પહેલા અવશાન થયું હતું વૃદ્ધાનો પરીવાર છ-એક દિવસથી શોધખોળ કરતા હતો તેવામાં પાંજરાપોળ પાસેથી ૭૦ વર્ષીય મહિલાની ખોપડી સહિતના અવશેષો મળી આવ્યા હતાપ્રાથમિક તપાસમાં જાણવા મળતા વૃદ્ધા પતિનું અવસાન થયા બાદ મહિલા એકલી રહેતી હતી અને તેમના પરિજનો બે દિવસથી મહિલાની શોધખોળ કરતા હતા પરંતુ તેની કોઈ ભાળ મળી ન હતી, આખરે એક અવાવરું કુવા પાસેથી મહિલાનો હાથ મળી આવ્યો હતો અને થોડે દુર મહિલાની ખોપડી મળી આવી હતી.

કોઈ જંગલી પ્રાણીએ મહિલાને ફાડી ખાધી હોય તેવું પ્રાથમિક દષ્ટિએ .માનવામાં આવી રહ્યું છે, હાલ તો પોલીસે મહિલા કંકાલને જામનગર FSL માં મોકલ્યા છે અને વધુ તપાસ શરૂ કરી છે. મહિલા કંકાલને લઇ ભેદભરમ સર્જ્યો છે. FSL રીપોટ આવ્યા બાદ કંકાલ પરથી પરદો ઉચકશે.

જામનગર ધરારનગરમાં યુવાનને માર મારી સ્કૂટરમાં તોડફોડ: પિતા પુત્રો સામે ફરિયાદ

0

જામનગરના ધરારનગર-૧ માં રાત્રિ ક્રિકેટ રમવા બાબલે યુવાન પર હુમલો

  • આરોપી:-અનવર કક્કલ તેમજ તેના ત્રણ પુત્ર સાહિલ, ભૂરો અને એજાજ સામે ફરિયાદ

જામનગર દેશ દેવી ન્યુઝ તા.૦૬ એપ્રિલ ૨૩ શહેરના ધરારનગર-૧ માં સાત નાના પાસે રહેતો નવાઝ રફીકભાઈ સોતા નામનો ૨૬ વર્ષનો ફકીર યુવાન રમજાન મહિનો ચાલતો હોવાથી રાત્રિના સમયે ધરાર નગર વિસ્તારમાં ક્રિકેટ રમતો હતો, તે દરમિયાન ત્યાંજ રહેતા અનવરભાઈ કક્કલને પસંદ ન હોવાથી તેણે આવીને તકરાર કરી હતી, અને અનવર કક્કલ તેમજ તેના ત્રણ પુત્ર સાહિલ, ભૂરો, અને એજાજ કે જેઓએ લોખંડના પાઇપ અને ધોકાવાડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી, તેમજ તેના એક્સેસ વાહનમાં પણ નુકસાની પહોંચાડી હતી. જે બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે IPC કલમ- ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૪૨૭, તથા જીપ૧એક્ટ ૧૧૪ મુજબ ગુનો નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

જામનગરના ચંગામાં 3 શ્રમિકો 66 KVમાં ચોટી ગયા : જુવો VIDEO

0

ચંગા ગામમાં કારખાનામાં ત્રણ શ્રમિકોને લાગ્યો વીજશોક, સારવારમાં ખસેડાયા

  • ૬૬ કેવીની લાઇનમાં લોખંડની સીડી અડી જતા ત્રણ શ્રમિકો ચોટી ગયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૬ એપ્રિલ ૨૩ ચંગા ગામમાં એક કારખાનામાં કામ કરતાં ત્રણ શ્રમિકો કે જેઓ મોટી સીડી એક સ્થળેથી બીજે સ્થળે ફેરવી રહ્યા હતા, જે દરમિયાન ઉપરથી પસાર થઈ રહેલી 66કેવીની વીજ લાઇનને અડી જતાં ત્રણેયને વીજ આંચકો લાગ્યો છે, અને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. સમગ્ર મામલે વીજ તંત્ર તેમજ પોલીસ વિભાગ તપાસ ચલાવે છે.

આ બનાવની વિગત એવી છે કે જામનગર નજીક ચંગા ગામના પાટીયા પાસે યુનાઇટેડ બ્રાસ નામની ફેક્ટરી આવેલી છે, જે ફેક્ટરીમાં કામ કરતા ત્રણ કર્મચારીઓ જીશાન પીંજારા, ભગીરથ તેમજ આસિફ રાઠોડ, કે જે ત્રણેય કર્મચારીઓ બુધવારે સાંજે સીડી ને એક સ્થળેથી બીજે સ્થળે લઈ જઈ રહ્યા હતા, જે દરમિયાન ઉપરથી પસાર થઈ રહેલી 66 કેવીની વીજ લાઈનને સીડી અડી જતાં વીજ આંચકો લાગ્યો હતો, અને ત્રણેય યુવાનો ફેકાઈ ગયા હતા.

જે ત્રણેયને તાત્કાલિક અસરથી 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી હોસ્પિટલમાં પહોંચાડ્યા હતા આ બનાવની જાણ થતા જેટકો કંપનીના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા, અને સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કર્યા પછી વીજ પુરવઠો પુર્વત બનાવ્યો હતો. સમગ્ર મામલા અંગે પોલીસને જાણ થતાં પંચકોષી એ. ડિવિઝન નો કાફલો ઘટના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલે દોડી ગયો હતો, અને ત્રણે યુવાનોના નિવેદનો નોંધવા કાર્યવાહી હાથ ધરી છે. હાલ ત્રણેયની તબિયત સુધારા પર છે.

જામનગર જિલ્લામાં વધુ એક મહિલાની કરપીણ હત્યા

0

જામનગર જીલ્લામાં હત્યાના વધુ એક બનાવથી ચકચાર

  • નાની રાફુદડમાંથી ચંગા ગામની લાપતા બનેલી યુવતીનો હત્યા કરાયેલો મૃતદેહ સાંપડ્યો: પોલીસ તપાસનો ધમધમાટ
  • મૃતક યુવતિ અને દરેડ ગામનો ભાવેશ બંને એક કારખાનામાં સાથે જ કામ કરતા હોય અને પરિચીત હોય તે દીશામાં પણ તપાસ

દેશ દેવી ન્યુઝ જામનગર: તા.૦૬ એપ્રિલ ૨૩ જામનગર તાલુકાના ચંગા ગામમાં રહેતી અર્ચનાબેન મનસુખભાઈ કણજારીયા નામની 23 વર્ષીય અપરણીત યુવતી કે જે ગઈ રાત્રે પોતાના ઘેરથી એકાએક લાપતા બની હતી. જે મૃતદેહની બાજુમાં છરી- લોહી વાળો પથ્થર સહિતના હથિયારો મળી આવ્યા હતા, ઉપરાંત બનાવ ના સ્થળેથી દરેડ વિસ્તારમાં રહેતા ભાવેશ રણછોડભાઈ સોનગરા નામના 23 વર્ષના શખ્સ ના ડોક્યુમેન્ટ મળી આવ્યા હતા. તેથી પોલીસ દ્વારા તેની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.

મૃતક યુવતી અર્ચનાબેન કે જે ગઈ મોડી રાત્રે લાપતા બન્યા પછી આજે વહેલી સવારે ભાવેશ નામના શખ્સનો અર્ચનાબેન ના પિતાને સવારે 8.30 વાગ્યાના અરસામાં ફોન આવ્યો હતો, અને વોટ્સએપ ચાલુ કરવા જણાવ્યું હતું. અર્ચના ના પિતાએ વોટ્સએપ ચાલુ કરતાં તેમાં એક વિડીયો ક્લિપ આવી હતી, જે ભાવેશે મોકલાવી હતી, અને તેમાં તેની પુત્રી અર્ચના કાકલુદી કરી રહેલી જોવા મળતી હતી.

અર્ચનાબેન નો પરિવાર તાત્કાલિક અસરથી લાલપુર પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો, અને લાલપુર તાલુકાના નાની રાફુદળ ગામમાં ભાવેશ ના કાકા જયંતીભાઈ ની વાડી આવેલી છે, તે વાડીમાં તપાસ કરવાના અર્થે પહોંચ્યા હતા. જ્યાં વાડીની ઓરડીમાંથી અર્ચના નો મૃતદેબ મળી આવતા પરિવારજનો ભાંગી પડ્યા હતા. પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી ભાવેશના ડોક્યુમેન્ટ કબજે કર્યા છે, જ્યારે અર્ચનાબેન ના પિતાની ફરિયાદના આધારે ભાવેશ સામે હત્યાનો ગુનો નોંધી તેની શોધ ખોળ હાથ કરી છે

પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન ચંગા ગામની અર્ચના અને દરેડ ગામનો ભાવેશ કે જે બંને દરેડ વિસ્તારના એક કારખાનામાં સાથે જ કામ કરતા હતા, અને એકબીજાના પરિચયમાં હતા. દરમિયાન કોઈપણ રીતે અર્ચના ઘેરથી નીકળી ગયા પછી તેણીનો મૃતદેહ હાથ લાગ્યો હતો. સમગ્ર મામલે લાલપુર પોલીસની ટિમ તપાસ ચલાવી રહી છે, અને આરોપી ભાવેશને શોધી રહી છે.

Тренды биткоин казино и азартных игр на 2026 год



Тренды биткоин казино и азартных игр 2026 года


Тренды биткоин казино и азартных игр на 2026 год

Если вы ищете свежие возможности для развлечений и заработка, обратите внимание на направление, где цифровые деньги становятся главным активом. В 2026 году площадки, работающие с криптовалютами, порадуют пользователей инновациями и уникальными функциями, которые побуждают испытать удачу на новом уровне.

Стоит обратить внимание на платформы, предлагающие разнообразные механики игры. Актуальность гибридных форматов, где сочетаются элементы традиционных слотов и живых турниров, только возрастет. Пользователям обеспечивается не только классическое удовольствие, но и возможность участвовать в увлекательных соревнованиях с другими игроками.

Кроме того, вне зависимости от вашего опыта, рынок будет предлагать лучшие криптоказино с привлекательными бонусами и акциями. В 2026 году особенный акцент сделают на поддержке игроков, предоставляя различные возможности для обучения и адаптации к уникальным особенностям новых форматов.

Переход на децентрализованные платформы: новые возможности для игроков

Децентрализованные платформы предлагают игрокам уникальные модели взаимодействия, позволяющие обходить традиционные ограничения. Использование блокчейн-технологий делает процесс более прозрачным и безопасным. Это означает, что пользователи могут полностью контролировать свои средства без вмешательства третьих лиц.

Обратите внимание на скорость транзакций. На децентрализованных платформах переводы производятся значительно быстрее, что снижает время ожидания выигрыша. Часто такие платформы предлагают мгновенные выплаты, что привлекает более широкую аудиторию клиентов.

Важно упомянуть о правовой безопасности. Децентрализованные решения открывают доступ к международным рынкам, что позволяет игрокам избегать юридических ограничений, характерных для традиционных учреждений. Это создает новые условия для тех, кто хотел бы участвовать в различных играх без страха перед правовыми последствиями.

Поддержка множества криптовалют обеспечивает игрокам гибкость в выборе средств для ставок. Например, многие платформы принимают не только биткойны, но и ряд альткойнов, что позволяет пользователям управлять своими финансами более эффективно.

Скоро будут разработаны новые механизмы для повышения вознаграждений, такие как стейкинг и ликвидность. Это позволит игрокам не только участвовать в играх, но и зарабатывать на своих инвестициях, что добавляет дополнительные уровни привлекательности.

Участие в децентрализованных экосистемах также открывает доступ к уникальным возможностям, таким как участие в управлении платформой через токены DAO (Decentralized Autonomous Organization). Это создает ощущение совместного владения и способствует взаимодействию внутри сообщества.

Сравнение с традиционными системами показывает, что децентрализованные платформы способны снижать эксплуатационные затраты. Это может означать более низкие ставки для пользователей, что делает игры более доступными для широкой аудитории.

Таким образом, переход на децентрализованные платформы становится ключевым шагом для игроков, ищущих новые горизонты. Это не только расширяет их возможности, но и облегчает процесс участия в развлечениях, предлагая безопасность и свободу выбора.

Влияние искусственного интеллекта на азартные игры и безопасность transactions

Искусственный интеллект активно влияет на технологии, обеспечивающие безопасность транзакций в онлайн-игре. Внедрение алгоритмов машинного обучения помогает анализировать поведение пользователей и выявлять потенциальные угрозы, связанные с мошенничеством. Например, системы могут в реальном времени отслеживать необычные шаблоны ставок илиWithdrawals, что значительно снижает риски несанкционированного доступа к счетам игроков.

Личный опыт пользователей и безопасность

Пользователи, играющие на платформах, которые используют ИИ, испытывают более высокий уровень уверенности благодаря проактивным мерам безопасности. Рекомендовано выбирать ресурсы, где внедрены форматы двухфакторной аутентификации и переводные технологии защищены шифрованием. Это поможет защитить данные и средства от кибератак, что, безусловно, повышает комфорт и привлекательность виртуального досуга.

Рост популярности нелегальных казино и способы их обнаружения

Контроль над игорной деятельностью становится всё более актуальным. Упрощение доступа к интернет-платформам приносит свои плоды: нелегальные заведения растут, обманом привлекая игроков. Для защиты пользователей от мошенничества важно знать, как выявить такие сайты.

Во-первых, обращайте внимание на лицензии. Легальные платформы должны предоставлять информацию о лицензии на видном месте. Если вы не можете найти данные об органе, выдавшем лицензию, это тревожный сигнал.

  • Проверяйте условия использования.
  • Изучите систему оплаты.
  • Ищите отзывы других игроков.

Методы платежей могут сигнализировать о ненадежности ресурса. Нелегальные казино часто используют необычные и труднодоступные способы извлечения средств. Если платформа предлагает только криптовалюту и не поддерживает традиционные методы, задумайтесь о безопасности ваших средств.

Часто такие сайты имеют слабую или вовсе отсутствующую службу поддержки. Надежные платформы, напротив, обеспечивают оперативный отклик на запросы и готовы помочь в решении проблем пользователей.

К сожалению, искушение играет на руку нелегальным учреждениям. Изучайте информацию, проверяйте все факты, прежде чем принимать решения. Игроки должны быть осторожными и ответственными, чтобы минимизировать риски.


વડોદરામાં રમાયેલી ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટમાં જામનગરની મેયર ઇલેવન બની ચેમ્પિયન

0

વડોદરામાં રમાયેલી ઇન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટમાં જામનગરની મેયર ઇલેવન બની ચેમ્પિયન

  • જામનગર જિલ્લાના સાંસદ- કૃષિ મંત્રી ધારાસભ્ય- મેયર સહિતના મહાનુભાવોએ હાજરી આપી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા
  • ભાજપ કાર્યલયે લાઇવ પ્રસારણ: ધારાસભ્ય રીવાબા, શહેર અધ્યક્ષ ડૉ.વિમલ કગથરા, મંત્રી વિજયસિંહ જેઠવા લાઈવ પ્રસારણ નિહાળી રોમાંચિત બન્યા

દેશ દેવી ન્યુઝ જામનગર તા.પ એપ્રિલ ૨૩ વડોદરામાં રમાઈ ગયેલી ઇન્ટર કોર્પોરેશન મેયર કપ ટુર્નામેન્ટમાં જામનગરની મેયર ઇલેવને 51 રન ની લીડ થી ઝળહળતો વિજય પ્રાપ્ત કરી ચેમ્પિયન બની હતી, અને જામનગરનું ગૌરવ વધાર્યું છે.

મેયર ઇલેવન ની ટીમના ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે જામનગર જિલ્લાના સાંસદ પૂનમબેન માડમ, કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા, ટીમનો હિસ્સો બનેલા ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, અને ટીમ લીડર મેયર બીનાબેન કોઠારી સહિતના મહાનુભાવોએ વડોદરા ખાતે હાજરી આપી જામનગરના ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

ફાઇનલ મેચ બાદ ચેમ્પિયન અને રનર્સઅપ ટીમને ટ્રોફી અને મેડલ સહિતના ઇનામોનું વિતરણ કરવા માટેનો સમારોહ યોજાયો હતો. જેમાં પણ જામનગરના તમામ મહાનુભાવો ઉપસ્થિત થયા હતા અને ચેમ્પિયન ટિમ ના કોર્પોરેટર કેતનભાઇ નાખવા તથા સમગ્ર ટીમને ટ્રોફી એનાયત કરી, મેડલ પહેરાવી, સન્માનિત કર્યા હતા, અને ભવ્ય આતશબાજી સાથે ચેમ્પિયન ટીમને વધાવી લઈ ટુર્નામેન્ટનું સમાપન કરવામાં આવ્યું હતું. જામનગરની મેયર ઇલેવન વિજેતા બનતાં જામનગરમાં ખુશીની લહેર દોડી ગઈ હતી. જામનગર શહેર ભાજપના કાર્યાલય પર વડોદરા ની ફાઈનલ મેચ નું લાઈવ પ્રસારણ રાખવામાં આવ્યું હતું, અને શહેર ભાજપના અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા ની રાહબરી હેઠળ શહેર ભાજપના સંગઠનના હોદ્દેદારો, કોર્પોરેટરો, તથા વિવિધ મોરચાના અગ્રણી કાર્યકરો વગેરે ઉપસ્થિત રહ્યા હતા, અને મેચનું લાઈવ પ્રસારણ નિહાળી રોમાંચિત બન્યા હતા, અને ખુશી વ્યક્ત કરી હતી. તેમ મીડીયા સેલના ભાર્ગવ ઠાકરે અખબારી યાદીમાં જણાવ્યું હતું

જામનગરના ધ્રોલમાં પતિએ પત્નિની ઠંડા કલેજે હત્યા કરી મૃતદેહ જમીનમાં દફનાવી દીધો : જુવો VIDEO

0

ધ્રોલ પંથકમાં બન્યો ‘ક્રાઇમ પેટ્રોલ’ને ટક્કર મારતો અપરાધ : ઠંડા કલેજે પત્નીની હત્યા કરી મૃતદેહ જમીનમાં દફનાવી દેતો પતિ

  • બે દિવસથી લાપત્તા બનેલી યુવતીની શોધખોળ પછી આખરે હત્યાનો મામલો સામે આવ્યો 
  • ચારિત્ર્યની શંકા પરથી પતિએ ગળું દબાવી દીધું: 
  • ધ્રોલ પોલીસે ખાડો ખોદાવી મૃતદેહને બહાર કઢાવ્યો: જી.જી. હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ 
  • મૃતક યુવતીની માતાની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી પતિની અટકાયત કરતી પોલીસ

દેશ દેવી ન્યુઝ જામનગર : તા. o૫ એપ્રિલ ૨૩ ધ્રોલ પંથકમાં ટીવી સીરીયલ ‘ક્રાઇમ પેટ્રોલ’ને ટક્કર મારતો અપરાધ બન્યો છે જેમાં પતિએ ઠંડા કલેજે પત્નીની હત્યા કરી મૃતદેહ જમીનમાં દફનાવી દીધી હતી અને પોલીસને મૃતક મહિલાની ગુમ થયાની ફરિયાદ મળતા તપાસ હાથ ધરતા ચકચારજનક વિગતો બહાર આવી છે.

ધ્રોલમાં આંબેડકરનગર વિસ્તારમાં રહેતી સોનલબેન મનસુખભાઈ ચૌહાણ નામની 27 વર્ષની પરણીતા, બે દિવસથી એકાએક લાપત્તા બની હતી, અને સોનલબેન ના માતા જશુબેન જે રાજકોટ જિલ્લાના મોટા મૌવા પાસે રહે છે, તેઓ ધ્રોલ દોડી આવ્યા હતા, અને પોતાની પુત્રી સોનલ વિશે સોનલના પતિ મનસુખ હીરજી ચૌહાણ ને પૂછપરછ કરી હતી. પરંતુ તેને સરખો જવાબ આપ્યો ન હતો. જેથી જશુબેને ધ્રોલ પોલીસનો સંપર્ક સાધ્યો હતો.

ગઈ રાત્રે ધ્રોળ પોલીસે મનસુખ ચૌહાણને પોલીસ મથકે બોલાવ્યો હતો અને તેની આગવી ઢબે પૂછપરછ કરતાં આખરે તેણે પોતાની પત્ની સોનલ ની હત્યા નિપજાવી હોવાનું કાબુલી લીધું હતું.

પોતાની પત્ની સોનલ કે જે અન્ય કોઈ પુરુષ સાથે અનૈતિક સંબંધો ધરાવે છે, તેવી શંકા વ્યક્ત કરતો હતો, અને તે શંકા ના કારણે 2.4.2023 ના રાત્રિના સમયે પોતાની પત્ની સોનલને ઘર પાસે જ આવેલા ઈંટોના ભઠ્ઠામાં લઈ ગયો હતો, અને ત્યાં તેનું ગળું દબાવી હત્યા નીપજાવી હતી ત્યારબાદ મોડી રાત્રે મૃતદેહ ને પોતાના ઘેર લઈ આવી ફળિયામાં સેફટી ટેકની બાજુમાં ખાડો બનાવ્યો હતો અને તે ખાડામાં મૃતદેહને દાટી દઈ મૃતદેહ પર પથ્થર અને માટી નાખી દઈ જમીન સમથળ કરી નાખી હતી, પરંતુ ભાંડો ફૂટી ગયો હતો, અને પત્નીની હત્યા કરીને દાટી દીધી હોવાની કબુલાત કરી હોવાથી મોડી રાત્રે ધ્રોળ પોલીસે ખાડો ખોદાવીને તેમાંથી સોનલબેનના મૃતદેહને બહાર કઢાવી દીધો હતો.

જેને આજે જામનગરની જી.જી. હોસ્પિટલમાં લઈ આવ્યા પછી તબીબોની પેનલ મારફતે પોસ્ટ મોર્ટમ કરાવવામ આવી રહ્યું છે. ધ્રોલ પોલીસ દ્વારા મૃતક સોનલબેન ની માતા જશુબેન ની ફરિયાદના આધારે મનસુખ હીરા ચૌહાણ સામે હત્યા અને પુરાવાનો તેમજ પુરાવાનો નાશ કરવા સહિતની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, અને તેની અટકાયત કરી લીધી છે મૃતક સોનલબેન કે જેઓના આ બીજું લગ્ન હતું, અને મનસુખ ચૌહાણ સાથે છેલ્લા પાંચ વર્ષથી ધ્રોલના આંબેડકર નગર વિસ્તારમાં રહેતી હતી, અને તેને સંતાનમાં બે પુત્રી અને એક પુત્ર સહિતના પાંચ સંતાનો છે, જે સંતાનો માતા વિહોણા બની ગયા છે. આ બનાવે ધ્રોળ પંથકમાં ભારે ચકચાર જગાવી છે.

જામનગરની જૈન વૃધ્ધાના લાખોના દાગીના લઇ ફરાર થયેલ મહિલા રાજસ્થાનમાંથી ઝડપાઇ: ચોકાવનારી ક્રાઇમ કુંડળી

0

જામનગરની વૃધ્ધાના લાખોના દાગીના લઇ ફરાર થયેલ મહિલા રાજસ્થાનમાંથી ઝડપાઇ

  • ચાંદી બજાર વિસ્તારમાં બનેલા બનાવમાં મહિલાનો રાજસ્થાન સુધી પીછો કરાયો
  • જામનગર ઉપરાંત રાજ્યભરમાં આવા 24 ગુન્હાઓને અંજામ આપ્યાની કબુલાત
  • સીટી-એ” D” સ્ટાફના યોગેન્દ્રસિંહ સોઢા, મહેન્દ્ર પરમાર તથા વિજય કાનાણીનાએની બાતમી

દેશ દેવી ન્યુઝ જામનગર તા. 03 એપ્રિલ 23 જામનગરમાં ચાંદી બજાર વિસ્તારમાં નેમીનાથ દેરાસર- ઝવેરીનો ઝાંપો વિસ્તારમાં રહેતા રમાબેન રમેશચંદ્ર મહેતા નામના વૃદ્ધ મહિલાને સરકારની વૃદ્ધ પેન્શન યોજના હેઠળ પચીસ હજાર રૂપિયા ની રોકડ સહાય અપાવી દેવાના બહાને એક મહિલાએ લાલ બંગલા વિસ્તારમાં લઈ ગયા પછી તેણીના 4 લાખ 20 હજારની કિંમતના સોનાના ઘરેણા ઉતરાવી બેન્ક લોકરમાં રાખવાના બહાને લઈ જઈ, રફુ ચક્કર થઈ ગઈ હતી. જે અંગે સીટી એ. ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

ઉપરોક્ત ફરિયાદના અનુસંધાને સીટી એ. ડિવિઝનના ડી. સ્ટાફ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી હતી, અને જુદા જુદા સીસીટીવી કેમેરાઓ અને હ્યુમન સોર્સિસના વર્ણન ના આધારે વણિક મહિલા નો એક અજ્ઞાત સ્ત્રી દ્વારા પીછો કરવામાં આવી રહ્યો હતો. જે અંગેના ફૂટેજ મેળવીને આખરે મહિલાનો છેક રાજસ્થાન સુધી પીછો કરવામાં આવ્યો હતો.

પોલીસની ઊંડાણપૂર્વકની તપાસના અંતે આણંદ ગામની વતની અને હાલ રાજસ્થાન ભાગી છુટેલી શાહીદાબીબી ઉર્ફે સાહીસ્તાબાનુ, ઉર્ફે મનીષા, ઉર્ફે ચકુ ફિરોઝ ખાન પઠાણ નામની 36 વર્ષની મહિલાની અટકાયત કરી લેવામાં આવી હતી.

ઉપરોક્ત બહુનામધારી મહિલા ની પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની પૂછપરછ કરવામાં આવતાં તેણી જામનગરની વણિક મહિલાના ઘરેણા લઈને પોતે ભાગી હોવાનું કબૂલી લીધું હતું. પોલીસે તેની પાસેથી રૂપિયા બે લાખની કિંમતના સોનાના દાગીના વગેરે કબજે કરી લીધા હતા, અને તેણીને જામનગર લઈ આવ્યા પછી વિશેષ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જે પૂછપરછ દરમિયાન તેણે જામનગરના ગુના ઉપરાંત ગીર સોમનાથ, વેરાવળ, પંચમહાલ, ગોધરા, આણંદ, ભાવનગર, અમદાવાદ, સુરત, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, ખેડા, પાટણ, રાજપીપળા અને વડોદરા સહિતના વિસ્તારમાંથી આવા જ પ્રકારના 24 જેટલા ગુનાઓને અંજામ આપ્યા ની કબુલાત આપી દીધી છે. જે સમગ્ર મામલે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક પુછપરછ ચલાવવામાં આવી રહી છે.

ઉપરોક્ત કામગીરી સીટી એ. ડિવિઝનના પી.આઇ. એમ.બી. ગજજર, પી.એસ.આઈ. ભગીરથસિંહ એસ. વાળા અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

error: Copying and use of the content of the website is considered as illegal activity.