જામનગર એલ.સી.બી. દ્વારા ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી નાખી રોકડ રકમ સહિત મુદ્દામાલ ખેડૂતને પરત અપાયો
-
જામનગરના એસ.પી. ની કચેરી ખાતે આયોજીત “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ હેઠળ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ની હાજરીમાં સાત લાખથી વધુ નો મુદ્દામાલ પરત અપાયો
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૮, મે ૨૬ જામનગરના યાદવનગર વિસ્તારમાં નારણભાઈ કંડોરીયાના નિવાસસ્થાને તાજેતરના ધોળાં દિવસ દરમિયાન થયેલ ઘરફોડ ચોરીના ગુનાનો લોકલ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગણતરીની કલાકોમાં ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડી ચોરીમાં ગયેલ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો.આ પ્રકરણમાં અંદાજે રૂ. ૭.૫૦ લાખની રોકડ રકમ તેમજ સોનાની વીંટી મૂળ ફરીયાદીને સરકારના “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત પરત સોંપવામાં આવી હતી.
એસ.પી. કચેરી ખાતે યોજાયેલા કાર્યક્રમમાં એસ.પી. ડૉ. રવિમોહન સૈની, શહેર ડિવિઝનના ડીવાયએસપી જે.એન. ઝાલા, એલ.સી.બી.ના પીઆઈ વી.બી. ચૌધરી સહિત પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ દરમિયાન પોલીસે ગુનાઓનો ઝડપી ભેદ ઉકેલી મુદ્દામાલ મૂળ માલિકોને પરત આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. મુદ્દામાલ પરત મળતા ફરીયાદીએ પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.


