જામનગર સિક્કામાં બાઈક સાથે ખૂંટીયો અથડાતા યુવકના મોતથી અરેરાટી

0
1799

રખડતા ઢોરે વધુ એક જીવ લીધો: સીક્કા પાટીયા નજીક બાઈક સાથે ખુટીયો અથડાતા યુવાનનું મોત…અરેરાટી

દેશ દેવી ન્યુઝ જામનગર તા.૧૨ સપ્ટેમ્બર ૨૨ જામનગર: જામનગર તાલુકાના સીક્કા ગામમાં હાઉસીંગ બોર્ડમાં રહેતાં અને ડ્રાઈવિંગ કરતા હર્ષવર્ધનસિંહ પ્રદ્યુમનસિંહ જાડેજા (ઉ.વ.47) નામના યુવાન ગત તા.10 ના રોજ સવારના સમયે તેના જીજે-10-સીપી-2958 નંબરના બાઈક પર સીક્કા પાટીયાથી મોટી ખાવડી ગામ તરફ જતાં હતાં ત્યારે સીક્કા પાટીયા નજીકથી જ આવેલી હોટલ નજીક પહોંચ્યા ત્યારે એકાએક ખુટીયો બાઈક સાથે અથડાતા અકસ્માત થયો હતો.આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા હર્ષવર્ધનસિંહને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેનું સારવાર દરમિયાન આજે સવારે મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. બનાવની મૃતકના ભાઈ યોગેન્દ્રસિંહ દ્વારા જાણ કરાતા હેકો જે.ડી.જેઠવા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.