જામનગર શહેર વિભાગના Dysp જયવીરસિંહ ઝાલાએ સહપરિવાર ગુરુદ્વારા સાહેબમાં શીશ નમાવ્યું

0
47071

જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ પરિવાર સાથે ગુરુદ્વારા સાહેબમાં માથું ટેકવ્યું

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૫ નવેમ્બર ૨૬ જામનગર શહેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક (ડીવાયએસપી) જયવીરસિંહ એન. ઝાલા પોતાના પરિવાર સાથે જામનગરના ગુરુદ્વારા સાહિબ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે પરિવારજનો સાથે ગુરુદ્વારામાં શીશ ઝુકાવી શ્રદ્ધાપૂર્વક દર્શનનો લાભ લીધો હતો. ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાએ પરિવાર સાથે ગુરુદ્વારા સાહિબમાં માથું ટેકવી આશીર્વાદ મેળવ્યા હતા. આ પ્રસંગે તેમણે ગુરુદ્વારાના પવિત્ર ધાર્મિક વાતાવરણમાં દર્શન કરી ધન્યતા અનુભવી હતી.