જામનગર ધ્રોળ નજીક ઉંડ નદીના પટ્ટામાં ગેરકાયદે રેતી ખનન ઝડપાયું: રૂ. ૬૦ લાખનો મુદ્દામાલ જપ્ત

0
80989

ધ્રોળ નજીક ઉંડ નદીના પટ્ટામાં ગેરકાયદે રેતી ખનન ઝડપાયું: રૂ. ૬૦ લાખનો મુદ્દામાલ જપ્ત

  • ખાણ-ખનિજ વિભાગની તપાસમાં હિટાચી, લોડર અને ડમ્પર સહિતનાં સાધનો કબજે કરી નિયમોનુસાર કાર્યવાહી હાથ ધરાઈ

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૬ ઓક્ટોબર ૨૬: જામનગર જિલ્લાના ઉંડ નદીના પટ્ટા વિસ્તારમાં સાદી રેતીનું બિનઅધિકૃત ખનન અને વહન થતું હોવાની ફરિયાદના આધારે ભૂસ્તરશાસ્ત્રી, જામનગરની સૂચનાથી ખાણ-ખનિજ વિભાગની ટીમે તા. ૨૬ ઓક્ટોબરના રોજ તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન ગેરકાયદે ખનન અને વહનના કિસ્સામાં એક હિટાચી મશીન, એક લોડર મશીન અને એક ડમ્પર સહિત અંદાજે રૂ. ૬૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.ખાણ-ખનિજ વિભાગ, જામનગર દ્વારા જપ્ત કરાયેલાં સાધનોનો કબજો પ્રહલાદસિંહ જાડેજા બ્લોક અને શિવ રોક્સ પ્લાન્ટ ખાતે સોંપવામાં આવ્યો હતો. આ મામલે ખાણ-ખનિજ વિભાગ દ્વારા મુદ્દામાલ જપ્ત કરી આગળની નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ તપાસ કામગીરીમાં નિખિલભાઈ, આનંદભાઈ, યશભાઈ અને રજનીકાંતભાઈ સહિતની ટીમ જોડાઈ હતી.