જામનગરના મહિલા પોલીસ મથક બહાર પાર્ક કરાયેલી સરકારી બોલેરો ઝાડ નીચે દબાઈ

0
64534

જામનગરના મહિલા પોલીસ મથક બહાર પાર્ક કરાયેલી સરકારી બોલેરો ઝાડ નીચે દબાઈ

  • ફાયર ટીમ અને સ્થાનિકોની મદદથી વાહન બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ

દેશ દેવી ન્યુઝ તા. ૩૧ મે ૨૬ જામનગરના મહિલા પોલીસ મથક પર પરોઢિયે વિશાળ વૃક્ષ ધરાશાયી થવાની ઘટનામાં પોલીસ મથક ઉપરાંત બહાર પાર્ક કરાયેલી સરકારી બોલેરો જીપને પણ ભારે નુકસાન પહોંચ્યું છે.મળતી માહિતી મુજબ મહિલા પોલીસ મથકની બહાર પાર્ક કરાયેલી સરકારી બોલેરો જીપ નંબર જીજે-૧૮-જી.બી.-૫૫૫૪ ઉપર વિશાળ વૃક્ષ અને તેની ભારે ડાળીઓ ખાબકતાં વાહન ઝાડ નીચે દબાઈ ગયું હતું. વૃક્ષના ભારને કારણે બોલેરોના બોનેટ, છત, કાચ તેમજ અન્ય ભાગોને નોંધપાત્ર નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે.ઘટનાની જાણ થતાં જામનગર મહાનગરપાલિકાની ફાયર શાખાની ટીમ સ્થળ પર પહોંચી હતી અને વૃક્ષની મોટી ડાળીઓ તથા થડને કરવતની મદદથી કાપી દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી.આ કામગીરી દરમિયાન અન્ય વ્યક્તિ અને પોલીસ સ્ટાફે સ્થળ પર હાજર રહી સહયોગ આપ્યો હતો અને ઝાડના કાટમાળમાંથી દબાયેલી બોલેરોને બહાર કાઢવાની કામગીરીમાં મદદરૂપ બન્યા હતા.૧ કલાકની જહેમત બાદ ફાયર ટીમે ઝાડનો કાટમાળ દૂર કરી સરકારી વાહનને બહાર કાઢ્યું હતું. સદભાગ્યે બનાવ સમયે વાહનમાં કોઈ હાજર ન હોવાથી કોઈ જાનહાનિ થઈ નહોતી, પરંતુ સરકારી વાહનને ભારે આર્થિક નુકસાન પહોંચ્યું હોવાનું સામે આવ્યું છે.મહિલા પોલીસ મથક પર બનેલી આ ઘટનામાં ઇમારત સાથે સરકારી વાહનને થયેલા નુકસાનનો પણ તંત્ર દ્વારા અંદાજ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.