જામનગરના સુપ્રસિદ્ધ બાલા હનુમાનજીના મંદિરમાં ગઈકાલે હનુમાન જયંતિ નિમિતે યોજાયેલી મહાઆરતી માં જિલ્લા કલેક્ટર પરિમલભાઈ પંડ્યા પરિવાર સાથે જોડાયા
દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૩ એપ્રિલ ૨૬, જામનગરના પ્રખ્યાત બાલા હનુમાન મંદિરે ગઈકાલે હનુમાન જયંતિના પાવન અવસરે ભવ્ય મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે જામનગરના નવનિયુક્ત કલેક્ટર પરિમલભાઈ પંડ્યા પરિવાર સાથે હાજર રહ્યા હતા, અને બાલા હનુમાનજીના મંદિરમાં શીશ ઝૂકાવ્યું હતું.
જિલ્લા કલેક્ટર એ મંદિરે પહોંચી હનુમાનજીના દર્શન-પૂજનનો લાભ લીધો હતો અને જિલ્લામાં સુખ-સમૃદ્ધિ તથા શાંતિ માટે પ્રાર્થના કરી હતી.મહાઆરતી દરમિયાન મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા અને શ્રી રામ જય રામ જય જય રામ ની અખંડ રામધૂનના મહાજાપ ને લઈને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.


