જામનગર ના બ્રેઈનડેડ યુવાનના અંગો ને વિમાન માર્ગે સ્પેશિયલ કોરિડોર થી અમદાવાદ મોકલાયા
દેશ દેવી ન્યુઝ જામનગર તા.૫ નવેમ્બર ૨૫, જામનગરના એક યુવાન ને આજે સવારે સરકારી હોસ્પિટલ માં સારવાર દરમિયાન બ્રેઈન ડેડ જાહેર કર્યા પછી તેમના અંગો નું દાન કરાવ્યું હતું. અને આજે ખાસ કોરિડોર ની વ્યવસ્થા પછી વિમાન માર્ગે સાંજે તેમના અંગો ને અમદાવાદ મોકલવામાં આવ્યા હતા.
જામનગર માં રહેતા મુકેશ બાંભણિયા નામના ૪૦ વર્ષ ના યુવાન ની મગજ ની લોહી ની નસ તૂટી હતી અને મગજ માં સોજો આવી ગયો હતો.તબીબો એ તેમની સારવાર માટે અગાથ પ્રયત્નો કર્યા હતા. પરંતુ જી જી. હોસ્પિટલ માં સારવાર દરમ્યાન આજે સવારે તેઓને બ્રાન્ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. આ પછી તેમના પરિવાર ને અંગદાન અંગે ની સમજણ આપવા માં આવી હતી. જેમાં તેમનો પરિવાર સહમત તથા રાજ્ય સરકાર ની એનજીઓ ની એક તબીબી ટુકડી અમદાવાદ થી બપોરે જામનગર આવી પહોંચી હતી. અને જી જી હોસ્પિટલ માં બ્રાન્ડેડ યુવાન ઉપર ઓપરેશન કરીને તેમની એક કિડની અને એક લીવર ને ઓપરેશન કરી ને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. અને સાંજે વિમાન માર્ગે આ બંને અંગોને સલામત રીતે અમદાવાદ મોકલવામાં આવ્યા હતા.
આ માટે પોલીસ દ્વારા જી.જી હોસ્પિટલ થી એરપોર્ટ સુધી ખાસ કોરિડોર ની વ્યવસ્થા કરવામાં આવી હતી અને રુટ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. જીજી હોસ્પિટલ થી આ બંને અંગો સાથે ખાસ એમ્બ્યુલન્સ ને એરપોર્ટ સુધી દોડવાઈ હતી. આ સમગ્ર કાર્યવાહીમાં જામનગર ની જીજી હોસ્પિટલના તબીબી સુપ્રી. ડો.દીપક તિવારી ના માર્ગદર્શન માં એનેસ્થેશિયા અને ન્યૂરો સર્જરી વિભાગ ના ડો. ભૌમિક, ડો . પવન વસોયા અને સમગ્ર ટીમે પણ ભારે જહેમત ઉઠાવી હતી.


