જામનગરના બે મિત્રોને હથિયાર સાથે ફોટા- વિડીયો વાયરલ કરવા ભારે પડયા

0
50304

જામનગર શહેર અને વિભાપર ના બે મિત્રોને સોશિયલ મીડિયામાં હથિયાર સાથેના ફોટા વાયરલ કરવા ભારે પડ્યા

  • જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા બંને સામે ગુનો નોંધી અટકાયત કરી લેવાઇ : ત્રણ હથિયાર કબજે થયા

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૮ જૂન ૨૫ , જામનગરમાં મયુર નગર વિસ્તારમાં રહેતા એક શખ્સ દ્વારા પોતા ના ઇન્સ્ટાગ્રામ આઈડી પર બબ્બે હથિયાર રાખીને શિન સપાટા કરતો ફોટો- વિડિયો પ્રસિદ્ધ કર્યો હતો, જેના આધારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા તેની સામે ગુનો નોંધવામાં આવ્યો છે, અને બંને હથીયાર કબજે કરી લેવાયા છે. આ ઉપરાંત તેના જ મિત્ર એવા હાર્ડવેર ના વેપારી વિભાપર ના શખ્સ દ્વારા પણ પોતાના ઇન્સ્ટાગ્રામ ની આઈડી માં એરગન દેખાડીને શિન સપાટા કર્યા હોવાથી સાયબર પોલીસ સ્ટેશન ની ટીમ દ્વારા તેની અટકાયત કરી લઈ એર ગન સહિત ના ૩ હથિયાર કબજે કરી લેવામાં આવ્યા છે.

આ બનાવ ની વિગત એવી છે કે, આ કામેના આરોપી શિવરાજસિંહ ઉર્ફે શિવો રાજેન્દ્રસિંહ નારૂભા જાડેજા (રહે. મયુરનગર, શારદા સ્કુલ પાસે, જામનગર) વાળાએ પોતાના એક હાથમા ડબલ બેરલ ગન તથા બીજા હાથમા પિસ્ટલ વાળો ફોટો રાખી જાહેરમાં નિકળી સોશ્યલ મિડીયા પર પોતાની આઈ.ડી. ફેમસ કરવા પોતાની ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. ઉપર પોસ્ટ કરી આજદીન પોતાની ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. ઉપર રાખી હતી.

આ ઉપરાંત આરોપી મિત રાજેશભાઇ ભીખાભાઇ પણસારા રહે. વિભાપર ગામ વાળાએ પોતાના હાથમા એરગન ફોટો રાખી જાહેરમાં નિકળી સોશ્યલ મિડીયા પર પોતાની આઈ.ડી. ફેમસ કરવા પોતાની ઇન્સ્ટાગ્રામ આઇ.ડી ઉપર પોસ્ટ કરી આજદીન પોતાની ઇન્સ્ટાગ્રામ આઇ.ડી. ઉપર રાખી બન્ને આરોપીઓએ જીલ્‍લા મેજી ના હથીયારબંધીના જાહેરનામાનો ભંગ કર્યો હોવાથી સીટી સી. ડીવી. પો.સ્ટે.માં બંને આરોપીઓ સામે જી.પી.એકટ કલમ-૧૩૫(૧) મુજબ ગુના નોંધવામાં આવ્યો છે. જેમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના એએસઆઈ ભગીરથસિંહ જાડેજા જાતે ફરિયાદી બન્યા છે. પોલીસની ટીમ દ્વારા બંને આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી છે, અને તેઓ પાસેથી ત્રણ હથિયાર કબજે કરી લેવાયા છે, જ્યારે વધુ પૂછપરછ અને આગળની તપાસ માટે બંને આરોપીઓનો કબજો સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દેવાયો છે, જ્યાં પોલીસ હેડ કોન્સ્ટેબલ વધુ તપાસ ચલાવે છે.