રૂ. ૮૧ લાખના કોપર કૌભાંડમાં મોટો વળાંક: મુખ્ય આરોપીને નામ. અદાલત દ્વારા આગોતરા જામીન મંજૂર
-
મોરબી અને જામનગર સાથે સંકળાયેલા છેતરપિંડીના કેસમાં નામદાર હાઈકોર્ટનો મહત્વનો આદેશ
-
ઠગાઈ કરવાના ઇરાદે માલ મંગાવી પૈસા ન ચૂકવવાનો ચકચારી કેસ
-
આરોપી મુખ્ય સૂત્રધાર છે અને ખોટું નામ ધારણ કરી માલ મંગાવ્યાના આક્ષેપો પાયા વિહોળા છે. : ધારાશાસ્ત્રી રાજેશ ગોસાઈ
દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૬ નવેમ્બર ૨૬ મોરબી ખાતે વસવાટ કરતા અને પ્રાઇમ મેટલના નામે ભાગીદારી પેઢી ચલાવતા ફરિયાદી મીતભાઈ દેવાભાઈ અવાડીયાએ જામનગર પંચકોશી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીએ જામનગરના પરેશભાઈ દેવશીભાઈ ગોહીલ સાથે એગ્રીમેન્ટ કરીને રૂ. ૮૧ લાખની કિંમતનો ૫૦૦૦ કિલો મીલબેરી પ્રકારનો કોપરનો માલ વેચાણ અર્થે તેમની પેઢીના ગોડાઉને પહોંચાડ્યો હતો. પેમેન્ટ ન મળતા અને તપાસ કરતા માલ મંગાવીને ઠગાઈ કરવામાં આવી હોવાનું તેમજ માલ ઉતારેલી જગ્યા પરેશભાઈની ન હોવાનું સામે આવ્યું હતું.
આ માલ પરેશભાઈએ દેવેન્દ્રસિંહ અને જયરાજસિંહને વેચી નાખ્યો હતો, જેઓએ વિનુકુમાર બાહેદીયાને અને સંજયસિંહ ઝાલાએ ‘ગોપાલભાઈ’ તરીકે ખોટું નામ ધારણ કરી ફરિયાદી સાથે વાતચીત કરી હતી.આ કેસમાં કોઈ જ એગ્રીમેન્ટમાં હાલના આરોપીનું નામ કે સહીઓ ન હોવા છતાં, તેમજ માલ ફરિયાદી જાતે ઉતારવા આવેલ હોવા છતાં અને માલ રિકવર થઈ ગયેલ હોવાના મુદ્દાઓને ધ્યાને રાખી નામદાર ગુજરાત હાઈકોર્ટે મુખ્ય આરોપી ભુપેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ જાડેજાને આગોતરા જામીન મુક્ત કરવાનો હુકમ કર્યો છે.
આ કેસમાં જામનગર ખાતે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર. ગોહીલ, રજનીકાંત આર. નાભવા, નિતેશ જી. મુછડીયા તેમજ કરણ કે. પટેલ રોકાયેલા હતા, જ્યારે નામ. ગુજરાત હાઈકોર્ટ સમક્ષ વકીલ પ્રેમલ એસ.રાચ્છ રોકાયેલા હતા.

