જામનગર તિરૂપતિ પાર્કમાં વૃદ્ધના ગળામાંથી રૂ. ૭૦ હજારની સોનાની ચેઇનની ચીલઝડપ

0
24611

જામનગર શહેરમાં ફરી સમળી ઝળકી: વૃદ્ધના ગળામાંથી સોનાની ચેઇનની ચીલઝડપ

  • તિરૂપતિ પાર્કમાં ઘરની બહાર બેઠેલા વૃદ્ધને નિશાન બનાવાયા; બે અજાણ્યા શખસો રૂ. ૭૦ હજારની ચેઇનનો ટુકડો તોડી ફરાર

દેશ દેવી ન્યુઝ જામનગર ૨૬ ઓક્ટોબર ૨૬: જામનગર શહેરના તિરૂપતિ પાર્ક-૧ વિસ્તારમાં વિશાલ કોમ્પ્લેક્સ સામે ઘરની બહાર ખુરશી પર બેઠેલા વૃદ્ધના ગળામાંથી સોનાની ચેઇનની ચીલઝડપ થયાનો બનાવ સામે આવ્યો છે. કાળા રંગની મોટરસાઇકલ પર આવેલા એક શખસ અને પગપાળા આવેલા અન્ય એક શખસે વૃદ્ધના ગળામાંથી આશરે એક તોલાની સોનાની ચેઇન ખેંચી હતી. ચેઇનનો આશરે સાત ગ્રામનો ટુકડો તોડી બંને શખસો ફરાર થઈ ગયા હતા. ચેઇનના ટુકડાની કિંમત આશરે રૂ. ૭૦ હજાર હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.તિરૂપતિ પાર્ક-૧, વિશાલ કોમ્પ્લેક્સ સામે રહેતાં મમતાબેન અરવિંદભાઈ શ્રેશનાથસિંહ રાજપૂતે આ અંગે બેડી મરીન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે બે અજાણ્યા શખસો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૦૪(૨) તથા ૨૫૪ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.