જામનગર : યુવાનનું અપહરણ કરી માર મારી અને લૂંટ કરવાના ગુનામાં આરોપી જામીન મુકત
-
તપાસનીસ અધીકારીની જામીન રદ કરવાની અરજી નામંજુર
દેશ દેવી ન્યુઝ તા. ૨૦ જૂન ૨૬ આ કેશની હકીકત એવી છે કે, ફરીયાદી શીવમભાઇ ધનજીભાઇ રાણેવાડીયા એ જામનગર સીટી-બી ડીવીઝન પોલીસમાં આપેલી ફરીયાદીની વીગત મુજબ તા.૨૧/૦૫/૨૦૨૬ ના રોજ ફરીયાદી તેમના માતાની તબીયત ખરાબ હોય નવાગામ ધેડ ગાયત્રી ચોકમાં આવેલા દવાખાને સારવાર કરવા ગયેલા ત્યાં નવાગામ ઘેડમાં રહેતા રોહીત શીંગાળા આવેલ અને કહેલ કે ઉભો રે સાગર પરમારને તારૂ કામ છે જેથી મે કહેલ કે મારે કામ છે તેમ છતાં રોહીત શીંગાળાએ મને જબરજસ્તીથી રોકી રાખેલ અને સાગર પરમારને ફોન કરી બોલાવેલ ત્યારબાદ એક રીક્ષામાં સાગર પરમાર તથા વિપુલ પરમાર તથા આરીફ સુમારા આવેલ અને રોહીત શીંગાળાએ કહેલ કે આને લઇ જાવ જેથી સાગર આવી મારો કાઠલો ખેચી લીધેલ અને મારી મોટરસાયકલ ની ચાવી લઇ લીધેલી અને મારીજ મોટર સાયકલ માં બેસાડી મને ઇન્દીરા સોસાયટી મધુરમ સોસાયટીમાં લઇ ગયેલા અને ત્યાં એક અજાણ્યા વ્યકતી રીક્ષા લઇ ને આવેલ અને મને તેમાં જબરજસ્તીથી બેસાડી લઇ ગયેલ અને મોબાઇલની લૂંટ ચલાવેલ વીગેરે હીકીકતો સહીતની હકીકતો વાળી ફરીયાદ આપતા બી.એન.એસ ની કલમ ૧૩૭(૨),૩૦૯(૪), ૧૧૭(૨),૧૧૫(૨),૩પર, ૧૨૬(૨),૫૪ વીગેર મુજબનો ગુનો નોંધાયેલ આરોપી રોહીત શીંગાળા તથા સાગર પરમાર તથા વીપુલ પરમાર તથા આરીફ આમરોણીયા ના ઓને ધોરણસર અટક કરવામાં આવી હતી.
આરોપી રોહીત ઉર્ફે ગાંડો વિશાલભાઇ શીંગાળા ની તા. ૦૧/૦૬/૨૦૨૬ ના રોજ અટક કરવામાં અવેલ અને નામદાર કોર્ટમાં રીમાંડ સાથે રજુ કરવામાં આવેલ જે રીમાંડ નામંજુર થતાં જયુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલ જેથી આરોપી રોહીત ઉર્ફે ગાંડો વિશાલભાઈ શીંગાળા દ્વારા તેમના વકીલ અશોક એચ.જોશી દ્વારા જામીન પર છુટવા માટે નામાદર કોર્ટમાં અરજી કરવામાં આવેલ જે જામીન અરજી દરમ્યાન તપાસનીસ અધીકારી દવારા રોહીત ઉર્ફે ગાંડો વીશાલભાઇ શીંગાળા સામે જામનગર સીટી બી ડીવીઝન પોલીસમાં નોંધાયેલ અન્ય ગુન્હાનામાં જામીન રદ કરવા અરજી કરવામાં આવેલ જે જામીન અરજી તથા જામીન રદ કરવાની અરજી અન્વયે અરજદાર રોહીત ઉર્ફે ગાંડો વિશાલભાઇ શીંગાળા એ તેમના વકીલ અશોક એચ.જોશી મારફત નામદાર કોર્ટમાં દલીલો કરવામાં આવેલ રોહીત ઉર્ફે ગાંડો વિશાલભાઇ શીંગાળા ના વકીલ અશોક એચ.જોશી દવારા એવી રજુઆત કરવામાં આવેલ કે,આરોપી નિર્દોષ છે ગુનાના કામે ખોટી રીતે શંડોવી દેવામાં આવેલ છે જેથી જમીન મુકત કરવા રજુઆત કરેલ અને જામીન રદ કરવાની અરજીમાં જણાવેલ કારણોસર જામીન રદ કરી શકાય નહી તેવી રજુઆત કરવામાં આવતા નામાદર કોર્ટ દ્વરા રોહીત ઉર્ફે ગાંડો વિશાલભાઇ શીંગાળા ને જામીન મુકત કરવા હુકમ કરવામાં આવેલ છે
તેમજ જામની મીકેનીકલી રદ કરી શકાય તેમ જણાવી અને તપસનીસ અધીકારી દ્વારા કરવામાં આવેલ જામીન રદ કરવાની અરજી નામંજુર કરવામાં આવેલ છે.રોહીત ઉર્ફે ગાંડો વિશાલભાઇ શીંગાળા ના વકીલ તરીકે અશોક એચ.જોશી રોકાયેલા હતા.

