Saturday, October 10, 2026
Home Blog Page 55

જામનગર દક્ષિણ ધારાસભ્ય દિવ્યેશ અકબરીના હસ્તે ૧૧ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કરાયા

0

જામનગરના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારમાં વોર્ડ નંબર ૦૭ માં ધારાસભ્ય દિવ્યેશ અકબરીના હસ્તે ૧૦૦.૦૫ લાખના ૧૧ વિકાસ કાર્યો ના ખાતમુહૂર્ત કરાયા

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૬ સપ્ટેમ્બર ૨૫, જામનગરના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરીના પ્રયાસોથી તેઓના વિધાનસભા વિસ્તારમાં ફરીથી વિકાસ કાર્યોની વણઝાર શરૂ થઈ છે, અને વોર્ડ નંબર ૦૭ માં વધુ ૧૦૦.૦૫ લાખના ખર્ચે ૧૧ જેટલા વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા.જામનગરના ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા શહેરી વિકાસ યોજના અંતર્ગત જુદા જુદા વિકાસ કામો ની યાદી તૈયાર કરીને અલગ અલગ વિસ્તારમાં વિકાસ કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે, જેના ભાગરૂપે તારીખ ૧૩.૯.૨૦૨૫ ને શનિવારના સવારે ૯.૪૫ કલાકે જામનગરના વોર્ડ નંબર સાતમાં આવેલી આનંદ સોસાયટી શેરી નંબર સાત અને આઠમાં સીસી રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.ત્યારબાદ સવારે ૧૦.૦૦ કલાકે ખોડીયાર કોલોની શક્તિ નગર પોલીસ ચોકીની બાજુમાં ઉમેશભાઈના ઘર પાસેથી પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સવારે ૧૦.૧૫ કલાકે શિવમ પાર્ક શેરી નંબર ચારમાં કરણસિંહ સોલંકી ના ઘર પાસે આવેલા કોમન પ્લોટ માં પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સવારે ૧૦.૩૦ કલાકે કેવલિયા વાળી સોસાયટી શેરી નંબર ત્રણમાં શિવ દર્શન એપાર્ટમેન્ટ વાળા રસ્તા પર સીસી રોડના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું, સાથે સાથે ઉપરોક્ત સોસાયટીના કોમન પ્લોટ માં કોમ્યુનિટી હોલ બનાવવાના કામનું પણ ખાતમુહૂર્ત કરાયું હતું.ત્યાર પછી સવારે ૧૦.૪૫ કલાકે ઓશવાળ -૪ સોસાયટી, શેરી નંબર -૧ માં અશ્વિનભાઈ માલાણી ના ઘર પાસે કોમન પ્લોટમાં પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું, જ્યારે સવારે ૧૧.૦૦ વાગ્યે ગજાનંદ સોસાયટી ક્રિષ્ના એપાર્ટમેન્ટ ની સામે ના કોમન પ્લોટ માં પેવર બ્લોકના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું. જેની સાથે સાથે સવારે ૧૧.૧૫ કલાકે મયુર પાર્ક સોસાયટી શેરી નંબર એક તથા બે માં ઓર્ચીડ બિલ્ડીંગ પાસે સીસી રોડના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, ત્યાર પછી સવારે ૧૧.૩૦ કલાકે વાસાવીરા સોસાયટી ભાનુ પાર્ટી પ્લોટ ની બાજુની શેરીમાં સીસી રોડના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું, અને તેની સાથે જ શિવમ એવન્યુ -૧ પાસેના કોમન પ્લોટ માં પેવર બ્લોકના કામ નું ખાતમુહૂર્ત કરાયું હતું. ત્યાર પછી સવારે ૧૧.૪૫ કલાકે સીતારામ સોસાયટી મહાકાળી ના મંદિર પાસે આંતરિક શેરીમાં સીસી રોડના કામનું ખાતમુહૂર્ત કરી લેવાયું હતું.આ ખાતમુહૂર્તના કાર્યક્રમોની શૃંખલામાં ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરીની સાથે નગરના મેયર વિનોદભાઈ ખીમસુરીયા,શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી ,સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શાષક પક્ષના નેતા આશિષભાઇ જોષી આ ઉપરાંત વોર્ડ નંબર ૦૭ ના ભારતીય જનતા પાર્ટીના તમામ કોર્પોરેટરો, વોર્ડ પ્રમુખ- મહામંત્રી તથા અન્ય હોદ્દેદારો, અને વોર્ડ નંબર ૦૭ના નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કચ્છથી માતબર ઇંગ્લિશ દારૂનો જથ્થો જામનગર ધુસે તે પહેલા LCB ત્રાટકી

0

કચ્છ થી જામનગર શહેરમાં કાર મારફતે ઘુસાડવામાં આવી રહેલો ઇંગ્લિશ દારૂની બાટલીનો માતબર જથ્થો એલસીબી ની ટુકડીએ મોડી રાત્રે પકડી પાડયો

  • ૨,૪૦૦ નંગ ઇંગ્લિશ દારૂની બાટલી ના જથા અને રૂપિયા પોણા આઠ લાખની માલમત્તા સાથ બે શખ્સો પકડાયા: અન્ય ત્રણની શોધખોળ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૫ સપ્ટેમ્બર ૨૫, કચ્છ થી જામનગર શહેરમાં કાર મારફતે ઇંગ્લિશ દારૂની બાટલીનો મોટો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો છે અને જોડિયા પંથકમાંથી કારને જામનગર તરફ લાવવામાં આવી રહી છે જે ચોક્કસ બાતમી ના આધારે ગઈકાલે મોડી રાત્રે એલસીબી ની ટુકડીએ વોચ ગોઠવી હતી.જે દરમિયાન જી.જે. ૩૭ બી ૯૯૮૧ નંબરની બ્રેજા કાર શંકાસ્પદ હાલતમાં નીકળતાં એલસીબી ની ટુકડીએ તે કાર ને આંતરી લીધી હતી, અને તેને ખોલાવીને અંદર ચેક કરતા જુદી જુદી બ્રાન્ડની ૨૪૦૦ નંગ ઇંગ્લિશ દારૂની બાટલીનો માતબર જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે ઇંગ્લિશ દારૂ અને મોબાઈલ ફોન અને કાર વગેરે સહિત કુલ રૂપિયા ૭.૭૪. હજારની માલમતા કબજે કરી લીધી છે, ત્યારે કારમાં બેઠેલા જામનગર નજીક પાસે રહેતા મુસ્તાક કનુભાઈ સાફિયા નામના સંધિ શખ્સ ઉપરાંત જામનગરમાં નજીક હાપા શિવ શક્તિ સોસાયટીમાં રહેતા સુનિલ જયસુખભાઈ મકવાણા બંનેની અટકાયત કરી લેવામાં આવી છેતેઓ સામે જોડિયા પોલીસમાં દારૂબંધી ભંગ અંગેનો ગુનો દાખલ કરાવ્યો છે. પોલીસની પૂછ પર જ દરમિયાન ઉપરોક્ત દારૂ જામનગરમાં રહેતા સાહિલ મોદી તેમજ સદામ ઉર્ફે મુન્નો એ મંગાવ્યો હોવાનું અને કચ્છના કટારીયા ગામ પાસેથી દારૂનો જથ્થો ભરીને લાવ્યા હોવાથી પોલીસે જામનગરના બે રીસીવર અને કચ્છના સપ્લાયર ને ફરારી જાહેર કતી, તેઓની શોધખોળ હાથ ધરી છે. અને તપાસનો દોર કચ્છ સુધી લંબાવ્યો છે.

જામનગર પંથકની ચાર યુવતિ એકાએક લાપતા બની જતા ચકચાર

0

જામનગર શહેર , ધ્રોળ અને લાલપુર પંથકની ચાર યુવતીઓ લાપત્તા બની જતાં ભારે ચકચાર : પોલીસમાં ગુમનોંધ કરાવાઈ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૫, જામનગર શહેર, ધ્રોલ અને લાલપુર પંથકની ચાર યુવતીઓ એકાએક લાપતા બની જતાં ભારે ચકચાર જાગી છે. આ મામલે પોલીસમાં ગુમનોંધ કરાવાતાં પોલીસ દ્વારા ચારેય યુવતીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે.લાલપુરના નવાગામમાં રહેતી ગીતાબેન કમલેશભાઈ ભટ્ટ નામની ૩૬ વર્ષની પરણીતા કે જે ગત ૬.૮.૨૦૨૫ ના દિવસે દરેડ ગામમાં પોતાના માનેલા ભાઈ કાનાભાઈ તુલસીભાઈ પટેલ ના ઘરે રક્ષાબંધનના તહેવારની રાખડી બાંધવા માટેનું કહીને ઘેરથી નીકળી હતી. જે એકાએક લાપત્તા બની ગઈ હતી.તેણી આજ દિન સુધી ઘેર પરત ફરી નથી. જે પોતાની સાથે મોબાઈલ ફોન, પર્ષ, આધાર કાર્ડ વગેરે લઈને નીકળ્યા પછી ગુમ થઈ હતી. પરંતુ હજુ સુધી કોઈ જ પત્તો નહીં લાગતાં આખરે પતિ કમલેશભાઈ નાનાભાઈ ભટ્ટ દ્વારા મેઘપર પોલીસ મથકમાં ગુમ નોંધ કરાવતાં એ.એસ.આઇ વી.સી. જાડેજા આ મામલે તપાસ ચલાવી રહ્યા છે.જામનગર જિલ્લાના ધ્રોળમાં અતિત શેરીમાં રહેતી ચાર્મીબેન બીપીનભાઈ પરમાર નામની ૧૯ વર્ષની યુવતી પોતાના ઘેરથી એકાએક લાપતા બની ગઈ હતી. જેનો શોધખોળ કર્યા પછી પણ કોઈ પત્તો નહીં સાંપડતાં આખરે યુવતી ના પિતા બીપીનભાઈ પરમાર દ્વારા પોલીસમાં ખૂબ નોંધ કરાવાતા ધ્રોલ પોલીસ તેણીને શોધી રહી છે.જામનગરમાં ક્રિષ્ના ટાઉનશીપ વિસ્તારમાં રહેતી દક્ષાબેન જયેશભાઈ ચાવડા નામની ૨૦ વર્ષ ની યુવતી પોતાના ઘેરથી કોઈને જાણ કર્યા વગર એકાએક લાપત્તા બની જતાં પોલીસમાં ગુમ નોંધ કરાવવામાં આવી છે. પંચકોશી એ. ડિવિઝન પોલીસ સ્ટેશનની ટીમ તેણીને શોધી રહી છે.

લાલપુર નજીક પડાણા ગામમાં રહેતી જયાબેન માલસીભાઇ ઢચા નામની ૨૧ વર્ષની યુવતી કે જે ગુમ થઈ છે, અને તે ના પરિવારજનો દ્વારા શોધખોળ કર્યા પછી પણ તેણીનો કોઈ પતો નહીં સાંપડતાં આખરે મેઘપર પડાણા પોલીસ મથકમાં ગુમનોંધ કરાવાઈ છે. એ.એસ.આઈ. વી.સી. જાડેજા તેણીને શોધી રહ્યા છે.

જામનગર જિલ્લામાં યોજાયેલી નેશનલ લોક અદાલત માં ૬૯૩૪ કેસોમાં સમાધાન થયું

0

જામનગર જિલ્લા માં યોજાયેલી નેશનલ લોક અદાલત માં એક સાથે ૬૯૩૪ કેસો માં થયું સમાધાન

  • જિલ્લા ની અદાલતો માં મુકાયેલા કેસોના સમાધાનના ભાગરૂપે ૧૬ કરોડ ૯૬ લાખ માં સેટલમેન્ટ થયું

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૪ સપ્ટેમ્બર ૨૫, જામનગર જિલ્લામાં માં ગત શનિવારે લોક અદાલત યોજાઈ હતી, અને સમગ્ર જિલ્લાની અદાલતોમાં સમાધાન માટે ૧૪૮૬૫ કેસો મુકવામાં આવ્યા હતા. જેમાં ૬૯૩૩ કેસોમાં સમાધાન થયું હતું, અને ફુલ ૧૬ કરોડ ૯૬ લાખ નું સેટલમેન્ટ થયું છે.નાલ્સાના એક્શન પ્લાન મુજબ જામનગર જિલ્લામાં તા ૧૨.૯.૨૦૨૫ અને શનિવાર ના રોજ લોક અદાલત યોજાઇ હતી. જેમાં સમાધાન માટે કૂલ ૧૪૮૬૫ કેસો મુકવામાં આવ્યા હતા. જેમાં પ્રિ-લીટીગેશન ના ૯૪૯૯ , લોક અદાલત ના ૨૨૪૩ કેસ જ્યારે સ્પેશિયલ સીટીંગના ૩૧૨૩ નો સમાવેશ થાય છે. જે પૈકી એકીસાથે ૬૯૩૩ કેસોમાં સમાધાન થયું હતું. જામનગર જિલ્લાની કુલ તમામ લોક અદાલતોમાં રૂબરૂ કાર્યવાહી કરવામાં આવી હતી. અને ફુલ ૧૬,૯૬,૭૩૬ રૂપિયા ના સેટલમેન્ટ થયા હતા.

Guida alle metriche di valutazione nelle recensioni di giochi plinko: cosa considerare per una scelta informata

0

Nel mondo dei giochi online, scegliere un titolo di qualità può risultare complesso a causa della vasta offerta e delle diverse caratteristiche tecniche e di percezione degli utenti. Le recensioni dei giochi plinko rappresentano uno strumento prezioso per orientarsi, ma solo se si analizzano le metriche giuste. In questa guida approfondiremo i principali indicatori da considerare per effettuare una valutazione accurata, basata su dati concreti e analisi oggettive. Per approfondire ulteriormente, puoi visitare velo bet casino e scoprire le offerte e le funzionalità di questa piattaforma.

Quali indicatori di soddisfazione dei giocatori analizzare per una valutazione accurata

Analisi delle recensioni positive e negative: cosa rivelano sulle preferenze

Le recensioni degli utenti forniscono un quadro completo sulle esperienze di gioco. Analizzando le recensioni positive, si evidenziano gli aspetti più apprezzati, come la semplicità d’uso, la grafica attraente o le funzionalità innovative. Al contrario, le recensioni negative evidenziano problemi ricorrenti come bug, scarsa trasparenza nelle probabilità di vincita o difficoltà nel comprendere le regole.

Ad esempio, un gioco plinko molto recensito positivamente potrebbe sottolineare come la fluidità e la varietà di dropdown siano apprezzate, mentre le recensioni negative potrebbero evidenziare tempi di caricamento troppo lunghi o payout irregolari.

Misurare il coinvolgimento attraverso commenti e feedback degli utenti

Il livello di coinvolgimento si identifica attraverso il frequente utilizzo di commenti, feedback dettagliati e condivisione dell’esperienza. Le piattaforme più affidabili mostrano una quantità consistente di feedback e risposte attive da parte degli sviluppatori. Questi segnali indicano un interesse reale e una volontà di migliorare continuamente il prodotto.

Un esempio pratico è la presenza di thread dedicati alle domande frequenti o alle richieste di aggiornamenti, che mostrano un sviluppatore attento alle esigenze della comunità.

Valutare la frequenza di aggiornamenti e miglioramenti del gioco

La frequenza con cui un gioco riceve aggiornamenti rappresenta un segnale di attenzione da parte degli sviluppatori alle esigenze degli utenti e alla sicurezza della piattaforma. Un gioco che si aggiorna regolarmente, introducendo nuove funzionalità o correggendo bug, tende ad essere più affidabile e trasparente.

Secondo uno studio del 2022, i giochi con aggiornamenti mensili o trimestrali mostrano tassi di soddisfazione più elevati rispetto a quelli aggiornati raramente o in modo discontinuo.

Come interpretare le metriche di performance del gioco plinko

Tempo medio di gioco e tassi di abbandono come segnali di interesse

Il tempo medio trascorso su un gioco e i tassi di abbandono sono indicatori chiave del suo appeal. Un tempo elevato indica un forte coinvolgimento, mentre un tasso di abbandono troppo alto potrebbe segnalare noia o difficoltà nel proseguire.

Per esempio, se in media un giocatore resta 8-10 minuti, si presume che l’esperienza sia coinvolgente. Tuttavia, un tasso di abbandono superiore al 40% entro i primi 2 minuti richiede un’analisi più approfondita, seguendo il principio che “il primo impatto è cruciale”.

Percentuali di vincita e variabilità dei risultati

Le percentuali di vincita forniscono un’indicazione oggettiva sulla probabilità di successo. Un gioco trasparente di solito pubblica le odds e la distribuzione dei payout. La variabilità dei risultati, cioè la differenza tra vincite minime e massime, aiuta a capire quanto il gioco sia imprevedibile e dunque più o meno rischioso.

Parametro Valore tipico Implica
Percentuale di vincita Circa 30-50% Equilibrio tra rischio e possibilità di vincere
Variazione dei payouts Grossa (>50%) Alta imprevedibilità, maggior rischio
Distribuzione delle vincite Equa e trasparente Maggiore fiducia e soddisfazione

Livelli di difficoltà e feedback sulla sfida offerta

Riscontri degli utenti sulla difficoltà del gioco aiutano a capire se il livello è adeguato alle aspettative. Un gioco troppo facile può risultare noioso, mentre uno troppo difficile può spingere all’abbandono. Un equilibrio ottimale si traduce in feedback realistici sui livelli di sfida, disponibili anche attraverso analisi di commenti e rating.

Quali aspetti tecnici incidono sulla percezione del gioco e come valutarli

Stabilità e fluidità dell’esperienza di gioco

La fluidità è fondamentale: frequenti freeze o crash compromettono l’esperienza e portano a recensioni negative. La stabilità tecnica può essere valutata attraverso dati di crash report e dal feedback diretto degli utenti riguardo malfunzionamenti.

Compatibilità con diversi dispositivi e sistemi operativi

Un gioco plinko funzionante su smartphone, tablet e desktop garantisce un’ampia accessibilità. La compatibilità si verifica testando su sistemi iOS, Android, Windows e MacOS. Ad esempio, un gioco ottimizzato con versioni diverse del sistema operativo riduce le lamentele da parte degli utenti.

Velocità di caricamento e qualità grafica

Tempi di caricamento inferiori ai 3 secondi sono preferibili, perché migliorano l’esperienza utente e riducono l’abbandono. La qualità grafica, oltre a rendere il gioco più attraente, deve essere ottimizzata per non incidere troppo sulla velocità di caricamento.

Quali metriche di affidabilità considerare per una scelta consapevole

Trasparenza sui payout e sulle probabilità di vincita

Un aspetto chiave di affidabilità è la trasparenza nel comunicare le probabilità di vincita e payout. Fonti attendibili forniscono tabelle dettagliate o dichiarazioni chiare, facilitando una decisione informata.

Recensioni di esperti e analisi di terze parti

Le analisi indipendenti e le review degli esperti rappresentano un valido supporto. Per esempio, piattaforme come Casinopedia o siti specializzati di analisi del mercato dei giochi forniscono valutazioni approfondite sulle piattaforme di gioco.

Valutazioni sulla sicurezza e trasparenza delle piattaforme

La sicurezza si valuta analizzando le certificazioni di licenza, la presenza di protocolli SSL e le politiche di privacy. Una piattaforma trasparente che pubblica regolarmente rapporti di audit e usa sistemi di crittografia avanzata è realmente affidabile.

Ricordiamo che l’approccio più efficace nella scelta di un gioco plinko consiste nel combinare dati oggettivi, feedback degli utenti e analisi tecnica. Solo così si può fare una scelta informata e sicura, riducendo i rischi di insoddisfazione o truffa.

જામનગરના બેરાજા ગામે વાડી માલિકે કાંટાળી તારમાં વીજ પ્રવાહ ચાલુ કરી દેતા યુવાનનો ભોગ લેવાયો

0

જામનગર તાલુકાના બેરાજા ગામમાં વાડીની કાંટાળી તારમાં વીજ પ્રવાહ ચાલુ કરી દેનાર ખેડૂત ની ધરપકડ

  • જામનગરના પોલીસ તંત્ર દ્વારા પોતાની વાડીમાં ફ્રેન્સિંગમાં ગેરકાયદે વિજ પ્રવાહ ચાલુ કરી દેનાર વાડી માલિક ને કડક ચેતવણી અપાઇ

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૩ સપ્ટેમ્બર ૨૫ જામનગર તાલુકાના બેરાજા ગામમાં એક ખેડૂતે પોતાની વાડીના શેઠે કાંટાળી તારમાં વીજ પ્રવાહ ચાલુ કરી દીધો હતો, જે સ્થળે એક યુવાનને વિજ આંચકો લાગ્યો હતો, અને તેનું સ્થળ પર જ કરુણ મૃત્યુ નીપજ્યું છે. પોલીસે વાડી માલિક સામે બેદરકારી દાખાવવા બદલ ગુનો નોંધ્યો છે. અને તેની ધરપકડ કરી લીધી છે, જ્યારે આવા વાડી માલિકો સામે પોલીસ તંત્રએ સખ્તાઈ વર્તી છે, અને વીજ પ્રવાહ ચાલુ નહીં રાખવા માટે કડક સૂચના અપાઇ છે.આ બનાવની વિગત એવી છે કે જામનગર તાલુકાના બેરાજા ગામમાં રહેતો ભુપત હરજીભાઈ ઠુંગા નામનો ૩૨ વર્ષનો માલધારી યુવાન કે જે ગઈકાલે પોતાના ઘેટા બકરા ચરાવવા માટે ગામની ઉગમણી સીમ વિસ્તારમાં જગા ડેમની કેનાલની બાજુમાં ગૌચરની જમીન વિસ્તારમાં પહોંચ્યો હતો. જ્યાં બેરાજા ગામના જ ખેડૂત કનુભા ઉર્ફે ભીખુભા રામસંગ રાઠોડ નામના ખેડૂતે વાવેતર કર્યું હતું, અને કપાસના વાવેતર ની ફરતી કાંટાળી તાર ફીટ કરી હતી, જેની અંદર વીજ પ્રવાહ ચાલુ કરી દીધો હતો. જે કાંટાળી તારમાંથી માલધારી યુવાન ભુપતને વિજ આંચકો લાગ્યો હતો, અને તેનું સ્થળ પર જ કરૂણ મૃત્યુ નીપજ્યું હતું.

આ બનાવ અંગે મૃતક ભુપતભાઈ ના ભાઈ રમેશભાઈ હરજીભાઈ ઠુંગાએ પોલીસને જાણ કરતાં પંચકોશી એ. ડિવિઝનના પી.આઇ. એમ.એન. શેખ એ મૃતદેહ નો કબજો સંભાળી પોતાની વાડી ના શેઢે ગેરકાયદે વીજ પ્રવાહ ચાલુ કરી દેનાર વાડી માલિક બેરાજા ગામના કનુભા ઉર્ફે ભીખુભા રામસંગ રાઠોડ ની ધરપકડ કરી લીધી છે.

જામનગર ગ્રામ્ય વિભાગના ડીવાયએસપી આર બી. દેવધાએ આ મામલામાં ગંભીરતા દાખવી અને ગ્રામ્ય વિસ્તારના તમામ ખેડૂતોને ચેતવણી આપી છે. પોતાની વાડીની કાંટાળી તારમાં બેદરકારી દાખવીને વિજ પુરવઠો ચાલુ કરી દે છે, જેના કારણે કેટલીક વ્યક્તિને વિજ આંચકો લાગવાથી મૃત્યુના બનાવ બને છે, જેથી આવી પ્રવૃત્તિ નહીં કરવા કડક સૂચના આપવામાં આવી છે. અન્યથા કોઈ વાડી માલિક દ્વારા આવી પ્રવૃત્તિ ચાલુ રાખવામાં આવશે, તો તેઓ સામે સખ્ત કાર્યવાહી કરવામાં આવશે, તેવું જણાવાયું છે.

જામનગર : ધારાસભ્ય રિવાબા જાડેજાએ જનતાની સુખાકારીના પ્રકલ્પો સાથે જન્મદિવસ ઉજવ્યો

0

જામનગરના ૭૮- ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રિવાબા જાડેજાએ જનતાની સુખાકારીના પ્રકલ્પો સાથે જન્મદિવસ ઉજવ્યો

  • ભારતના વડાપ્રધાન ની પ્રેરણાથી સમાજના દરેક વર્ગને સ્પર્શતા ૧૪ જેટલા કાર્યો કરવાના સંકલ્પ અને સંતો ના આશીર્વાદ સાથે જન્મ દિવસ ઉજવ્યો

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૩સપ્ટેમ્બર ૨૫, જામનગરના ૭૮- ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય શ્રીમતી રિવાબા રવીન્દ્રસિંહ જાડેજા એ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણા લઈને તેમજ ‘જનતાની સુખાકારી એજ મારા જન્મદિવસની ઉજવણી’ એ સૂત્રને સાર્થક કરવા માટે સમાજના દરેક વર્ગને સ્પર્શતા ૧૪ જેટલા સેવાકીય પ્રકલ્પો ના વિશેષ સંકલ્પની સાથે સંતો મહંતના આશીર્વાદ મેળવીને જન્મદિવસની વિશેષ રૂપે ઉજવણી કરી હતી. આ જન્મદિવસની ઉજવણી ના કાર્યક્રમમાં જામનગર શહેરના ભારતીય જનતા પાર્ટીના આગ્રણી હોદ્દેદારો, નગરના શ્રેષ્ઠીઓ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.જામનગરના ૭૮- ઉત્તર વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય રીવાબા જાડેજા, કે જેઓ પોતાના જન્મદિવસની પ્રતિવર્ષ કોઈને કોઈ સેવા પ્રકલ્પો સાથે જોડીને જ ઉજવણી કરતા આવે છે, અને ખાસ કરીને તેઓએ પોતાના જીવનમાં ‘જનતાની સુખાકારી એ જ મારા જન્મદિવસની ઉજાણી’ તે સૂત્રને સાર્થક કરીને બતાવ્યું છે. ત્યારે ગઈકાલ તારીખ ૧૨ મી સપ્ટેમ્બરે પોતાનો જન્મદિવસની ઉજવણી પણ જુદા જુદા ૧૪ જેટલા સેવાકીય પ્રકલ્પો, કે જે સમાજના દરેક વર્ગને સ્પર્શતા હોય, તેવા વિવિધ સેવા પ્રકલ્પોની સૂચિ બનાવીને તે કાર્યો કરવાના સંકલ્પ સાથે જન્મદિવસની વિશેષ રૂપે ઉજવણી કરવામાં આવી હતી.જામનગરના પ, નવતનપુરી ધામ ખીજડા મંદિર ટ્રસ્ટના પરમ પૂજ્ય ૧૦૦૮ શ્રીકૃષ્ણમણીજી મહારાજ, તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયના કોઠારી સ્વામી ચતુર્ભુજદાસજી મહારાજના આશીર્વાદ મેળવીને જન્મદિવસ ઉજવ્યો હતો.સમાજ જીવનના છેવાડાના નાગરિકોને પણ અંત્યોદયની સેવાનો લાભ મળી રહે તે પ્રકારે ના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીના સંકલ્પને સિદ્ધ કરવા માટે અને તેઓની પ્રેરણા ના આધારે ગઈકાલે જામનગર શહેરના ૧,૨૦૦ થી વધુ યુવાનો માટે ૪૧ જુદી જુદી કંપનીઓની ઉપસ્થિતિમાં રોજગાર મેળાનું આયોજન કરાયું હતું, તેમજ પાંચ પરિવારને ઇ.વી. રીક્ષા ની ભેટ આપવામાં આવી હતી. જ્યારે મહિલાના સુપોષણ માટેની કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું,વિવિધ સરકારી યોજનાઓનો પ્રત્યક્ષ લાભ કે જેનું પ્રદાન પણ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત વોર્ડ નંબર -૨ સ્થિત રાંદલનગર શાળાના બાળકોને ગણવેશની ભેટ આપવામાં આવી હતી. ધારાસભ્યની ગ્રાન્ટ માંથી રૂપિયા ૨૫ લાખના ખર્ચે રાજપૂત સમાજ માટેના એસી હોલનું ઇ- લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જયારે વોર્ડ નંબર-૩ સ્થિત વિજ્યાબા હોલનું ધારાસભ્યની ગ્રાન્ટ માંથી રૂપિયા ૧૭ લાખના ખર્ચે ડોમ નું નિર્માણ અને તેનું ઈ લોકાર્પણ કરાયું હતું.આ ઉપરાંત વોર્ડ નંબર -૨ પુનિત નગર સ્થિત શ્રી હનુમાનજીના મંદિરનું ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રૂપિયા ૧૦ લાખના ખર્ચે પુન: નિર્માણ થયું છે, જેનું પણ ઇ- લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વોર્ડ નંબર -૨ સ્થિત શ્રી સાઈબાબા મંદિર ખાતે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રૂપિયા ૧૪ લાખના ખર્ચે ડોમના નિર્માણનું પણ ઇ- લોકાર્પણ કરાયું હતું.આવાસ હોમ લોન ના સહયોગથી ડેન્ટલ હોસ્પિટલ ખાતે રૂપિયા ૩૫ લાખના ખર્ચે સ્થાપિત સોલાર રૂફટોપ નું લોકાર્પણ, જયારે નેશનલ અને ઇન્ટરનેશનલ રમતવીરોનું આ તકે સન્માન પણ કરવામાં આવ્યું હતું.વોર્ડ નંબર -૪ સ્થિત બુથ નંબર ૪૮ના બુથ પ્રમુખ સ્વ. બલરામભાઈ ચાવડા ના પરિવારને રૂપિયા ૧૦ લાખ નો ચેક અર્પણ કરાયો હતો. જ્યારે ૭૮- વિધાનસભા વિસ્તારના વોર્ડ પ્રમુખ અને મહામંત્રીઓ તેમજ કોર્પોરેટર અને વોર્ડની ટીમને રૂપિયા ૧૫ લાખનું વીમા કવચ પ્રદાન કરાયું હતું.જામનગરમાં ૭૮ વિધાનસભા વિસ્તારની કુલ ૧૧ દીકરીઓને સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત રૂપિયા ૧૧,૦૦૦ અર્પણ કરવામાં આવ્યા હતા.જામનગરના ગાંધીનગર મેઇન રોડ પર આવેલા વિશ્વકર્મા બાગમાં આ તમામ સેવાયજ્ઞ હાથ ધરવામાં આવ્યા હતા, જ્યાં સંતો મહંતોના આશીર્વાદ મેળવ્યા હતા, જ્યારે આ સેવાકીય પ્રકલ્પો સાથેના જન્મદિવસની ઉજવણીમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, નગરના મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ગુજરાત ભાજપના પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) રાજપૂત અગ્રણી પી.સી. જાડેજા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શાષક જૂથના નેતા આશિષ જોષી, દંડક કેતનભાઇ નાખવા, જામનગર શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, એડવોકેટ હસમુખભાઈ હિંડોચા, ધીરુભાઈ કનખરા, અશોકભાઈ નંદા, મુકેશભાઈ દાસાણી, નિલેશભાઈ ઉદાણી, ઉપરાંત પૂર્વ મેયર કનકસિંહ જાડેજા, અમીબેન પરીખ, પ્રતિભાબેન કનખરા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પરસોત્તમભાઈ કકનાણી, શહેર ભાજપના મહામંત્રી, મેરામણભાઈ ભાટુ સહિતના શહેર ભાજપના અગ્રણી હોદ્દેદારો, નગરના શ્રેષ્ઠીઓ તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા, અને ધારાસભ્ય રિવાબા જાડેજા ના જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.

જામનગર તાલુકાના મુંગણી ગામે આધેડના ચકચારી હત્યા કેસમાં 3 આરોપીઓ જામીન મુક્ત

0

જામનગર તાલુકાના મુંગણી ગામમાં ગરાસીયા આધેડના ચકચારી ખુનના ગુનામાં ત્રણ આરોપીઓને જામીન મુકત કરતી જામનગર ની સેશન્સ કોર્ટ

  • કોર્ટમાં ચાલેલા લાંબા કાનૂની જંગમાં વિદ્વાન ધારાશાસ્ત્રી અશોક જોષી ની ધારદાર દલિતો ધ્યાને લઈ આરોપીઓન જામીન મુક્ત કરવા આદેશ

દેશ દેવી ન્યુઝ તા. ૧૩ સપ્ટેમ્બર ૨૫ આ બનાવની હકીકત એવી છે કે, ફરીયાદી ને આરોપી મહેન્દ્રસિહ હેમતસિંહ પીંગળ નાઓના કાકાની દીકરી સાથે સંબંધ હોય , અને તેણીએ ફરીયાદીને સોનાનો ત્રણ તોલાનો હાર આપી લોન લીધેલ હોય જે વાત આરોપીઓને થતા આરોપી મહેન્દ્રસિંહ હેમતસિંહ પીંગળએ ફરીયાદી પાસેથી હાર પાછો લઈ તેના રૂપીયા ચુકવી આપેલ હોય અને ત્રીસ હજાર રૂપીયા દેવાના બાકી રાખેલ હોય જે બાબતનો ખાર રાખી આરોપીઓ મહેન્દ્રસિંહ હેમતસિંહ પીંગળ , જયવિરસિંહ ચંદુભા પીંગળ , અનિરૂધ્ધસિંહ ભરતસિંહ પીંગળ , મનોજસિંહ ઉર્ફે મુન્નાભાઈ ભીમસંગજી કેર નાઓએ ફરીયાદીના પિતાજી રાજેન્દ્રસિંહ રણુભા કેર પોતાના ફળીયામાં સુતા હોય ત્યારે ફળીયામાં પ્રવેશ કરી આરોપી જયવિરસિંહ ચંદુભા પીંગળ તથા અનિરૂધ્ધસિંહ ભરતસિંહ પીંગળ નાઓએ મરણજનાર રાજેન્દ્રસિહં રણુભા કેર ને દબાવી આરોપી મહેન્દ્રસિંહ હેમતસિંહ પીંગળ તથા મનોજસિંહ ઉર્ફે મુન્નાભાઈ ભીમસંગજી કેર નાઓએ છરી ગુપ્તી વડે શરીરે ધા મારી શરીરે ગંભીર ઈજાઓ કરતા સારવાર દરમ્યાન ફરીયાદીના પિતા રાજેન્દ્રસિંહ રણુભા કેર નું અવસાન થયું હતુંઆથી આરોપીઓએ ફરીયાદી ના પિતા રાજેન્દ્રસિંહ રણુભા કેર નું ખુન કરી એકબીજાની મદદગારી કરેલ તેવા આક્ષેપો સાથે BNS ની કલમ- ૧૦૩ (૧),૧૦૯ (૧), ૧૧૮ (૧), ૩૩૨ (એ) , ૩ (૫),૫૪ તથા જી.પી.એકટ ની કલમ ૧૩૫ (૧) મુજબ જામનગર સિકકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલી હતી.જે ફરીયાદ ના અનુસંધાને સીકકા પોલીસ દ્વારા તપાસ ચલાવવામાં આવેલ અને કુલ ચાર આરોપીઓ (૧) મહેન્દ્રસિંહ હેમતસિંહ પીંગળ, (૨) જયવિરસિંહ ચંદુભા પીંગળ, (૩)અનિરૂધ્ધસિંહ ભરતસિંહ પીંગળ, (૪)મનોજસિંહ ઉર્ફે મુન્નાભાઈ ભીમસંગજી ને ગુનાના કામે અટક કરી અને તપાસ પૂર્ણ થતા નામદાર કોર્ટમાં ચાર્જસીટ દાખલ કરવામાં આવ્યું હતુંજે ગુન્હાના કામે આરોપી (૧) જયવિરસિંહ ચંદુભા પીંગળ, (૨) અનિરૂધ્ધસિંહ ભરતસિંહ પીંગળ, (૩) મનોજસિંહ ઉર્ફે મુન્નાભાઈ ભીમસંગજી કેરે તેમના વકીલ અશોક એચ.જોશી મારફત નામદાર કોર્ટમાં જામીન અરજીઓ કરી હતી. જે અરજી અનુંસંધાને અરજદારો ના વકીલ અને તથા સરકાર દ્વારા લંબાણ પૂર્વકની દલીલો થયલ અને નામદાર કોર્ટ દ્વારા અરજદારો તરફેની રજુઆતો અને કેશનું મેરીટ ધ્યાને લઈ અને અરજદારો (૧)જયવિરસિંહ ચંદુભા પીંગળ, (૨) અનિરૂધ્ધસિંહ ભરતસિંહ પીંગળ, (૩) મનોજસિંહ ઉર્ફે મુન્નાભાઈ ભીમસંગજી કેર નાઓને જામીન મુકત કરવા હુકમ કરવામાં આવેલ.આરોપી તરફે  વિદ્વાન ધારાશાસ્ત્રી અશોક એચ. જોશી , મોહસીન એચ.ખારા, પ્રદિપ પી.મકવાણા, સાઈદ એચ.રૂન્જા, જયોતિ બી.પરમાર રોકાયેલ હતા.

જામનગર ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં બે ભાઈઓ અને બનેવી પર સશસ્ત્ર મારામારીમાં ૬ સામે ગુનો નોંધાયો

0

જામનગર ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં બે ભાઈઓ અને બનેવી સહિત ત્રણ વ્યક્તિ પર હુમલા અંગે છ શખ્સો સામે ગુનો નોંધાયો

  • આરોપી :- (૧) અજાણ્યો ટ્રક નો ડ્રાઇવર (૨) અજાણ્યો ટ્રકનો ક્લીનર (૩) વલીમામદભાઇ સફીયા (૪) અઝીજભાઇ સફીયા (૫) જાફરભાઇ સફીયા નં.(૬) અલારખાભાઇ સફીયા રહે બધા જામનગર 

દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૧૨ સપ્ટેમ્બર ૨૫ જામનગરના ગ્રેઈન માર્કેટ વિસ્તારમાં ગઈકાલે એક ટ્રકમાંથી ઘઉંનો જથ્થો ઉતારવાના પ્રશ્ને બે જૂથ વચ્ચે બબાલ થઈ હતી, અને બે ભાઈઓ અને તેના બનેવી ઉપર છ શખ્સોએ ધારીયા- પાઇપ જેવા હથિયારો વડે હુમલો કરી ઘાયલ કરી દીધા હતા, જે મામલે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.જામનગરમાં ગુલાબ નગર વિસ્તારમાં આદિત્ય પાર્ક શેરી નંબર ત્રણમાં રહેતા મહેબુબ રફીકભાઈ ઝખરા નામના શ્રમિક યુવાને પોતાના ઉપર તેમજ પોતાના મોટાભાઈ અમીર હુસેન રફિકભાઈ તેમજ બનેવી સુલતાન ઇકબાલભાઈ ભાયા ઉપર હુમલો કરી લોહીલુહાણ કરી નાખવા અંગે ના બનાવમાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે.ફરીયાદી યુવાન અને તેનો ભાઈ તથા બનેવી ત્રણેય ગ્રેઇન માર્કેટ વિસ્તારમાં લક્ષ્મી એન્ટરપ્રાઇઝ નામની દુકાનની બહાર ઊભા રાખેલા ટ્રકમાંથી ઘઉંનો જથ્થો ઉતારતા હતા.જે દરમિયાન એક ટ્રક ચાલક ત્યાં આવ્યો હતો, અને ટ્રક આડો મૂકી દેતા ઘઉં ઉતારવામાં તકલીફ પડી રહી હતી, જે ટ્રક વાળા ને કહેવા જતાં ટ્રક ચાલક અને ક્લીનર વગેરે ઉસકેરાઈ ગયા હતા, જે બંને હુમલા પર ઉપરાંત વલીમહમદભાઈ સફિયા, અજીજભાઈ સફીયા, જાફરભાઈ સફિયા અને અલારખાભાઈ સફિયા વગેરે ૬ હુમલાખોરોએ ધારિયા અને લોખંડના પાઇપ વડે હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યા હતા, જેથી ત્રણેયને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ હુમલા ના બનાવ અંગે તમામ છ હુમલાખોરો સામે ફરિયાદ નોંધાવતાં પી.એસ.આઇ.એમ.વી. મોઢવાડિયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

જામનગર માં હરિયાણા ની પેઢી સામે ૧૦ કરોડની ફરીયાદથી ચકચાર

0

હરિયાણાની પેઢી સામે ૧૦ કરોડ રૂપિયાની ચેક રીટર્ન અંગેની નામદાર અદાલતમાં ફરીયાદ

  • વેપારીને ઈન્વેસ્ટમેન્ટના બહાના તળે તથા મશીન ભાડે રાખી અને રકમની ચુકવણી માટે આપવામાં આવેલ ચેકો પરત ફરતા નામદાર અદાલત સમક્ષ ૧૦ કરોડ રૂપિયાની ફરીયાદ દાખલ કરવામાં આવેલ

દેશ દેવી ન્યૂઝ તા. ૧૧ સપ્ટેમ્બર, ૨૫ આ કેશની હકિક્ત એવી છે કે, જામનગર ખાતે વસવાટ કરતા અનીલ કુમાર અગ્રવાલ તથા જય બજરંગ મણી દ્વારા પેરામાઉન્ડ ઈન્વેસ્ટમેન્ટ સોલ્યુશન જે હરીયાણા ખાતે આવેલ હોય, તે કંપનીમાં ૮ કરોડ ઉપરની રકમનું રોકાણ કરેલ, ત્યારબાદ આ પેઢીએ તેમની સ્કીમ મુજબ વળતર ન આપતા ફરીયાદી દ્વારા તેમની રકમ પરત આપવા માટેની ઉધરાણી કરતા આરોપીએ તેમની પેઢીના અલગ અલગ ચેકો વેપારીને આપ્યા હતા , તે તમામ ચેકો બેંકમાં જમાં કરાવતા એકાઉન્ટ ક્લોઝડના કારણે રીટર્ન થયેલ, તથા જામનગર ખાતે વસવાટ કરતા શીવ એન્ટરપ્રાઈઝના નામે મશીન ભાડે આપવાનો ધંધો કરતા પ્રવિણસીહ માધુભા વાઢેર  દ્વારા ઈશ્વર ચંદ્ર ગરનાયક પેઢીને ગેસ ફીટીંગનો કોન્ટ્રાકટ મળેલ હોય, તે પેઢીમાં પોતાનું એકસેવેટર મશીન ભાડે આપેલ, આ મશીન લાંબો સમય સુધી આ પેઢીએ ચલાવેલ અને પાર્ટ પેમેન્ટ ચુકવણી કરતા ત્યારબાદ પેમેન્ટની ચુકવણી બંધ કરેલ હોય, અને ફરીયાદીએ પોતાનો હીસાબ કલીયર કરવા માટે જણાવતા આ પેઢી દ્વારા તેમના ખાતાના અલગ અલગ ચેકો આપેલ તે ચેકની કુલ રકમ ૭૦ લાખ જેવી હતી, આ તમામ ચેકો ખાતામાં જમાં કરાવતા તમામ ચેકો અપુરતા ભંડોળના કારણે પરત ફર્યા હતાઆ બંન્ને વેપારીઓએ વકીલનો સંપર્ક કરી અને આ રીતે તેમની કાયદેસરની લેણી રકમ મળેલ ન હોય, તે બાબતની આરોપી પેઢી અને તેમના જવાબદારોને નોટીસ પાઠવેલ, તે નોટીસ આપ્યા બાદ પણ આરોપી પેઢી ધ્વારા કોઈ રકમ જમાં કરાવેલ ન હોય અને નોટીસનો જવાબ પણ આપેલ ન હોય, જેથી ફરીયાદી અનીલ કુમાર અગ્રવાલ અને જય બજરંગ મણી ધ્વારા પેરામાઉન્ટ સોલ્યુશન તથા તેમના ડાયરેક્ટરો સામે ૮ કરોડ રૂપિયાની ચેક રીટર્નનની ફરીયાદ દાખલ કરેલ અને શીવ એન્ટરપ્રાઈઝના માલીક પ્રવીણસીહ માધુભા વાઢેર ધ્વારા ઈશ્વર ચંદ્ર ગરનાયક સામે ૭૦ લાખની ચેક રીટર્નની ફરીયાદ કરેલ, આ તમામ ફરીયાદમાં આરોપીને નામ.અદાલતમાં હાજર થવા માટે ફરમાન સમન્સ ઈશ્યુ કરવામાં આવેલ છે.આ કેશમાં વેપારી અનીલકુમાર અગ્રવાલ તથા જય બજરંગ મણી ત પ્રવિણસીંહ માધુભા વાઢેર તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની હરદેવસિંહ રણજીતસિંહ ગોહીલ, રજનીકાંત આર.નાખવા, નિતેષ જી.મુછડીયા, ત્થા કરણ કે. પટેલ રોકાયેલા હતા.

error: Copying and use of the content of the website is considered as illegal activity.