જામનગર મહાનગર પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા રણજીત સાગર ના નવા નિર ના વધામણા કરાયા
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૩ જૂન ૨૫, જામનગર મહાનગરપાલિકાની માલિકીનો એકમાત્ર રણજીત સાગર ડેમ કે જે જામનગર શહેરને પાણી પૂરું પાડવા માટેનો જીવાદોરી સમાન છે, અને રવિવારે પ્રથમ વરસાદે જ ઓવર ફ્લો થઈ ગયો હતો.જેના નવા નિર ના વધામણા કરવા માટે નો કાર્યક્રમ યોજાયો હતો.
જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન.મોદી, નગરના મેયર વિનોદભાઈ ખીમસૂરિયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગથરા, શહેર ભાજપ ના પ્રમુખ બીનાબેન કોઠારી, દંડક કેતનભાઇ નાખવા, ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, આશિ. કમિશનર ભાવેશ જાની, કંટ્રોલિંગ અધિકારી મુકેશભાઇ વરણવા, જામનગર ના અન્ય કોર્પોરેટરો, મહાનગરપાલિકાના અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા, અને શ્રીફળ તેમજ પુષ્પ વૃષ્ટિ કરીને નવા નિર ના વધામણા કરવામાં આવ્યા હતા.


