ભાજપ ના ઇશારે રાહુલ ગાંધી સામે ખોટી ફરિયાદ આક્ષેપ સાથે જામનગર માં કોંગ્રેસ દ્વારા માર્ચ યોજાઈ
દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧ ,ઓગસ્ટ ૨૬ બંધારણીય મૂલ્યોના ગંભીર અપમાન સામે કાર્યવાહી કરવાને બદલે, આરએસએસ અને ભારતીય જનતા પાર્ટી ના ઈશારે ઉત્તરાખંડ પોલીસ દ્વારા દેશના નેતા રાહુલ ગાંધી સામે ખોટી રીતે ફરિયાદ દાખલ કરવામાં આવી હોવાનો આક્ષેપ સાથે આજે જામનગરમાં કોંગ્રેસ દ્વારા માર્ચ યોજાઈ હતી .આ સમગ્ર ઘટનામાં પોલીસ તંત્રનો રાજકીય દુરુપયોગ કરવામાં આવી રહ્યો હોવાની ગંભીર ચિંતા છે. ભાજપ સરકાર ના ઈશારે કરવામાં આવતી આવી કાર્યવાહી લોકશાહી અને બંધારણના મૂળભૂત મૂલ્યોનું હનન કરે છે.
વિરોધ નો અવાજ દબાવવાને બદલે બંધારણ અને લોકશાહી ની રક્ષા કરવી જોઈએ.આ ખોટી ફરિયાદ પાછી ખેંચો , ભાજપ , આરએસએસ , મલ્લિકાર્જુન ખડગે ની માફી માંગે તેવી માંગ સાથે આજે જામનગર શહેર કોંગ્રેસ દ્વારા ટાઉન હોલ શહેર કોંગ્રેસ કાર્યાલય થી ગાંધીજી ના બાવલા સુધી માર્ચ યોજવામાં આવી હતી. જામનગર શહેર કોંગ્રેસ સમિતિ ના પ્રમુખ દિગુભા જાડેજા , ડો. તોસીફ ખાન પઠાણ ,મહિપાલસિંહ જાડેજા સહિતના કોંગ્રેસના આગેવાનો કાર્યકરો જોડાયા હતા.


