જામનગર બિલ્ડર કેસ : ૧૧ આરોપીઓની ધરપકડ પર હાઇકોર્ટનો સ્ટે

0
1201

જામનગર : ૧૫૩ કરોડથી વધુની મિલકતો વ્યાજમાં પડાવી લીધેલ તેમજ ખંડણીનો મામલો: ગુજરાત હાઇકોર્ટ દ્વારા તમામ ૧૧ આરોપીઓની આગોતરા જામીન અરજીમાં ધરપકડ પર સ્ટે 

  • વ્યાજખોરી અને ખંડણીના ચકચારી કેસમાં ૧૧ આરોપીઓને વચગાળાની રાહત.

  • સિનિયર એડવોકેટ નાથાલાલ પી. ઘાડીયા, હસમુખ મોલીયા, અંસીન દેસાઈ, પ્રવીણ ગોંડલિયા સહિતના કાઉન્સિલ દ્વારા અસરકારક દલીલો.

  • સ્યુસાઇડ નોટ અને જમીન-મિલકતના વ્યવહારોને લઈને અગ્રણી મેરામણભાઇ પરમાર ના કેસમાં નવો વળાંક!

દેશ દેવી ન્યુઝ જામનગર / અમદાવાદ: તા. ૬ નવેમ્બર ૨૬  ગુજરાતમાં ચકચાર જગાવનાર ૧૫૩ કરોડ રૂપિયાથી વધુની વ્યાજખોરી અને ખંડણી વસૂલાતના ગંભીર મામલામાં નામદાર ગુજરાત હાઇકોર્ટે દ્વારા આરોપીઓની આગોતરા જામીન અરજીમાં એક મોટો આદેશ આપ્યો છે. કોર્ટે આ કેસમાં સંડોવાયેલા તમામ ૧૧ આરોપીઓની ધરપકડ ઉપર હાલ પૂરતો સ્ટે ફરમાવી દીધો છે, જેના પગલે આરોપીઓને મોટી રાહત મળી છે.​આ કેસમાં મૃતક મેરામણભાઈ હરદાસભાઈ પરમારના રહસ્યમય અવસાન સાથે જોડાયેલો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ગત ૧૦ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ તેઓ કે.ડી. હોસ્પિટલમાં બેભાન અવસ્થામાં લઇ જવામાં આવેલ હતા અને ડેથ સમરી મુજબ કાર્ડિયાક અરેસ્ટ તથા હૃદય સંબંધિત જટિલતાઓને કારણે તેમનું અવસાન થયું હતું. આ મામલે લાંબા સમય બાદ ૨૭ ઓગસ્ટ ૨૦૨૬ ના રોજ એફઆઈઆર (FIR) દાખલ કરવામાં આવી હતી, જ્યારે અગાઉ ૩૧ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ પણ કેટલીક વ્યક્તિઓના નામ સાથે ગાંધીનગર પોલીસમાં ફરિયાદ નોંધવા અરજી થઈ હતી.

​સ્યુસાઇડ નોટ અને પ્રોપર્ટી વિવાદની તપાસ ​પ્રોસિક્યુશન દ્વારા ૨૯ ડિસેમ્બર ૨૦૨૪ અને ૨ જાન્યુઆરી ૨૦૨૫ ની સ્યુસાઇડ નોટ્સને આધાર બનાવવામાં આવ્યો છે, જે ૨૧ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ મળી આવી હતી. જેમાં વ્યાજખોરી અને નાણાકીય લેવડદેવડ બાબતે હેરાનગતિના આક્ષેપો કરાયા છે. જો કે, તપાસના કાગળો અને દસ્તાવેજો દર્શાવે છે કે મૃતક અને તેમના પરિવાર દ્વારા રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજો કરવામાં આવ્યા હતા, તેમજ ધીરાણ કરેલી રકમ અને પ્રોપર્ટી બાબતે દીવાની (સિવિલ) દાવાઓ પણ અગાઉથી દાખલ થયેલા છે. ખાસ કરીને, મહિલાઓને ફરિયાદમાં આરોપી બનાવેલ છે પરંતુ સ્યુસાઇડ નોટમાં તેઓના નામો દર્શાવેલા નથી અને તેઓ માત્ર મૃતક પાસેથી મિલકત ખરીદનાર તરીકેની ભૂમિકામાં છે.​હાઇકોર્ટમાં મજબૂત રજૂઆતો અને વચગાળાનું રક્ષણ, બંન્ને પક્ષની દલીલોને ધ્યાને રાખીને નામદાર ગુજરાત હાઈકોર્ટે પ્રાથમિક તબક્કે અરજદારોને ધરપકડ સામે વચગાળાનું રક્ષણ આપ્યું છે. આગામી તારીખ સુધી કોઈ પગલાં ન લેવા આદેશ કર્યો છે.અને હવે પછી અરજીની સુનાવણી તારીખ ૧૬ ડિસેમ્બર ના રોજ મુકરર કરવામાં આવેલ છે.​આ સમગ્ર કેસમાં પટેલ અગ્રણી એવા પ્રવીણભાઈ લક્ષમણભાઇ દોમડીયા, વિશાલભાઈ પ્રવીણભાઈ દોમડીયા, અને કાંતાબેન પ્રવીણભાઈ દોમડીયા તરફથી ગુજરાત હાઇકોર્ટમાં જાણીતા જામનગરના વરિષ્ઠ એડવોકેટ નાથાલાલ પી. ઘાડીયા, હસમુખ એમ. મોલીયા, અર્પિત એમ. રૂપાપરા, પરેશ એસ. સભાયા તથા ગુજરાત હાઇકોર્ટમાં સિનિયર કાઉન્સિલ અંસીન દેસાઈ અને પ્રવીણ ગોંડલીયાનાઓ રોકાયેલ છે.