જામજોધપુરના બાવડીદડ ગામે પરિણીતાનો ગળાફાંસો ખાઈ આપઘાત

0
64022

જામજોધપુરના બાવડીદડ ગામે ૪૨ વર્ષીય પરિણીતાએ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

  • ઘરમાં પંખા સાથે સાડી બાંધી ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા, શેઠવડાળા પોલીસે તપાસ હાથ ધરી

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૧ નવેમ્બર ૨૬, જામજોધપુર તાલુકાના બાવરીદડ ગામે રહેતી ૪૨ વર્ષીય પરિણીતાએ પોતાના રહેણાક મકાનમાં અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતાં પરિવારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.બાવડીદર ગામે રહેતા અરવિંદભાઈ માલદેભાઈ મુછડીયા (ઉ.વ. ૪૫)એ પોલીસને જાહેર કરેલી વિગત મુજબ, તેમનાં પત્ની મંજુબેન (ઉ.વ. ૪૨) તા. ૨૦ નવેમ્બરના સવારે આઠ વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા દરમિયાન કોઈ પણ સમયે ઘરના રૂમમાં પંખા સાથે સાડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. .આ બનાવની જાણ થતાં પરિવારજનોમાં દોડધામ મચી ગઈ હતી. બનાવ અંગે શેઠવડાળા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવતાં પોલીસ હેડ કોન્સ્ટેબલ એન.એન. આસાણીએ આગળની તપાસ હાથ ધરી છે. આપઘાત પાછળનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.