જામનગરમાં મેમણ યુવાન નો અગમ્ય કારણોસર આપઘાત: સમાજમાં શોક ની લાગણી
-
પોતાના ઘરે પંખામાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાધો : સિટી-એ ડિવિઝન પોલીસ દ્વારા આપઘાતનું કારણ જાણવા તપાસ શરૂ
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૧૦ નવેમ્બર ૨૬, જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલ રબાની પાર્ક વિસ્તારમાં રહેતા મોહમદસોયબ ઇસાભાઇ મંઢા (ઉ.વ.૩૫) નામના મેમણ યુવાને અગમ્ય કારણોસર પોતાના ઘરે પંખામાં દુપટ્ટો બાંધી પોતાના હાથે ગળાફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
આ અંગે મૃતક ના ભાઇ સોહિલ મંઢા દ્વારા પોલીસને જાણ કરાતાં સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશન એએસઆઇ બસીરભાઇ મલેક તથા સ્ટાફે ઘટના સ્થળે પહોંચી જઇ મૃતદેહ નો કબ્જો સંભાળી પીએમ અર્થે સરકારી જી.જી.હોસ્પિટલમાં ખસેડી આપઘાતનું કારણ જાણવા આગળની તપાસ હાથ ધરી હતી.


