જામનગરના લીમડા લાઇનમાં શ્રમિક યુવાનનું બીમારીથી કરૂણ અપમૃત્યુ

0
49455

જામનગરના લીમડા લાઇન વિસ્તારમાં રહેતા ૩૪ વર્ષીય શ્રમિકનું પોતાના ઘરે બીમારીથી અપમૃત્યુ

  • મકરાણી પાડામાં રહેતા બિલાલ બાબુવાણીના મૃત્યુ અંગે સીટી ‘બી’ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૨ઓક્ટોબર ૨૬: જામનગરના લીમડા લાઇન મકરાણી પાડા વિસ્તારમાં રહેતા ૩૪ વર્ષીય શ્રમિકનું ઘરે મૃત્યુ થતાં પોલીસમાં અપમૃત્યુની નોંધ કરવામાં આવી છે.પોલીસમાં નોંધાયેલી વિગતો મુજબ, લીમડા લાઇન મકરાણી પાડામાં રહેતા બિલાલ દાઉદભાઈ બાબુવાણી (ઉંમર ૩૪), જેઓ મજૂરીકામ કરતા હતા, તેમનું તા. ૨૦ ઓક્ટોબરના રોજ સવારે આશરે ૯:૩૦ વાગ્યે ઘરે મૃત્યુ થયું હતું. તેમના મૃત્યુ અંગે તેમના ભાઈ મેહબૂબ દાઉદભાઈ બાબુવાણીએ પોલીસને જાણ કરી હતી.પ્રાથમિક વિગતો મુજબ, બિલાલભાઈનું બીમારીના કારણે ઘરે મૃત્યુ થયું હોવાનું જાહેર કરાયું છે. આ બનાવ અંગે જામનગર સીટી ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ ૧૯૪ મુજબ નોંધ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.