‘વોકલ ફોર લોકલ’ના નારા વચ્ચે તહેવાર ટાણે જ નાના શ્રમજીવીઓ પર એસ્ટેટની ગાજ

0
40291

જામનગરમાં શ્રમજીવીઓની આજીવિકા પર સીધો ઘા : રોજીરોટી છીનવાતા મધ્યમવર્ગીય વેપારીઓમાં રોષ! 

  • શરૂ ​સેક્શન રોડ પર મનપાના ટ્રેક્ટરમાં સામાન ભરતા કર્મચારીઓ, અને રડતી-બૂમો પાડતી મહિલાઓ , બાળકોની ચિચિયારી

  • શ્રમજીવી મહિલાઓને પુરુષ સિક્યુરિટી ગાર્ડ દ્વારા ઢસડવામાં આવી; સમગ્ર ઘટનાનો મામલો મુખ્યમંત્રી દરબારમાં પહોંચે’તો નવાઈ નહીં !!

  • અમે મોટો ગુનો નથી કર્યો, પરિવારનું પેટ ભરીએ છીએ. માલ જપ્ત થઈ જતાં અમારું ખાવાનું પણ મુશ્કેલ થઈ ગયું છે : પિડીત મહિલા

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૮ ઓક્ટોબર ૨૬  જામનગર મહાનગર પાલિકામાં સિક્યુરિટી ઓફિસરને સુરાતન ચડ્યું હોય તેમ ફરી એકવાર ગરીબ અને નાના વેપારીઓની રોજીરોટી પર તંત્રની કડક નજર પડી છે. શરૂ સેક્શન રોડ પર પોતાના પરિવારનું પેટ ભરવા માટે નાના-મોટા પથારા લગાવીને બેઠેલા શ્રમજીવીઓ સામે મહાનગર પાલિકાની એસ્ટેટ શાખા અને સિક્યુરિટી ટીમે આક્રમક રીતે દબાણ હટાવ ઝુંબેશ ચલાવી હતી. જેમા નાના બાળકોને ખોળામાં લઈ વેપાર કરતી મહિલાઓ એ ‘સુરવીર ‘ બનેલી એસ્ટેટ ટીમની બહાદુરી સામે લાચાર બનેલી મજબૂર મહિલાએ પોતાનો માલ સામાન બચાવવા નાના ભૂલકાને ફૂટપાથ પર રજડતા રાખી દોત મૂકી હતી , સિક્યુરિટી ગાર્ડની દમન નીતિ જોઈ હાજર રહીશો સ્તબ્ધ થઈ ગયા હતાજેમા પુરુષ સિક્યુરિટી ગાર્ડ લાચાર મહિલા નું કાંડુ પકડી રોડ ઉપર ઢસડતા હાજર લોકોમાં ભારે આક્રોશ ફેલાયો હતો અને  એસ્ટેટની મનસ્વી કામગીરી સામે રોષ ફાટી નીકળ્યો હતો કહેવાતા આ “દબાણ” હટાવવાની પ્રક્રિયા દરમિયાન સ્થળ પર ભારે અફરાતફરી અને તંગદિલી સર્જાઈ હતી.

પોતાના દિવસભરના કમાણીના સાધનો જપ્ત થતાં જોઈને બે મહિલા વેપારીઓએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. ટ્રેક્ટરમાં ભરેલો માલસામાન બચાવવા માટે મહિલાઓએ વિનંતીઓ કરી, પરંતુ તંત્રના અધિકારીઓએ સંવેદના બાજુ પર મૂકીને મહિલા સિક્યુરિટી કર્મચારીઓ સાથે ઘર્ષણ કરી તેમનો માલસામાન જપ્ત કરી લીધો હતો. અનેક પથારાવાળાઓનો સામાન જપ્ત કરી લઈ જતી મનપાની શંકાસ્પદ ભૂમિકા ઉજાગર થઈ હતી!મોટા ઉદ્યોગપતિઓ કે મોટા શોપિંગ કોમ્પ્લેક્સના દબાણો સામે મૌન સેવતી મનપાએ આજે ફરી નાના પથારાવાળાઓને નિશાન બનાવી તેમનો સામાન કચેરીએ જમા કરી લીધો છે. એટલું જ નહીં, આ ગરીબ વેપારીઓ ફરી ધંધો ન કરી શકે તે માટે બે-બે ટ્રેક્ટર અને સ્ટાફને સ્ટેન્ડબાય રાખીને સતત ભયનું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે. ત્યા હાજર એક રિટાયર્ડ ઓફિસરે સમગ્ર ઘટનાનો વિડીયો ઉતારી સમગ્ર ઘટનાની જાણ મુખ્યમંત્રી સમક્ષ કરવામાં આવશે તેવું જણાવ્યું હતું હાલ તો તંત્રની આ આકરી કાર્યવાહીથી નાના વેપારીઓમાં ભારે નિરાશા અને આક્રોશનો માહોલ છે. સવાલ એ થાય છે કે, ત્યોહાર ટાણે વૈકલ્પિક જગ્યા આપ્યા વગર આ રીતે ગરીબોના પેટ પર લાત મારવી ક્યાં સુધી વ્યાજબી છે?