જામનગરમાં વાઈલ્ડલાઈફ વિકની ઉજવણીના ભાગરૂપે યોજાયું ફોટો એક્ઝિબિશન.
-
૨૩ વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફરની ૧૩૦ થી વધુ ચુનંદા તસ્વીરો નિહાળવાનો અનેરો અવસર
દેવી ન્યુઝ જામનગર તા. ૩ ઓક્ટોબર ૨૬ ધ નેચર લેન્સ સોસાયટી જામનગર દ્વારા વાઈલ્ડલાઈફ વિકની ઉજવણીના ભાગરૂપે જામનગરના મ્યુનિસિપલ ટાઉનહોલ આર્ટ ગેલેરીમાં આજથી ત્રણ દિવસ માટે વાઇલ્ડઆઈસ ફોટોગ્રાફી એક એક્ઝિબિશન ખુલ્લુ મુકવામાં આવ્યું હતું, જિલ્લા કલેકટર પી.બી. પંડ્યા, આર.ડી.સી વિમલકુમાર ચૌધરી તેમજ મનોદિવ્યાંગ અને અંધબાળકો દ્વારા આ એક્ઝિબિશનને ખુલ્લું મુકવામાં આવ્યું હતું,
શહેરના નામાંકિત ૨૩ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર્સ દ્વારા સમગ્ર દેશના અલગ અલગ સ્થળો ઉપર તેમજ આફ્રિકાના જંગલોમાં પાડવામાં આવેલી બેનમૂન અદભુત તસવીરોનું પ્રદર્શન સવારે ૧૦.૦૦ વાગ્યાથી રાત્રિના ૧૦.૦૦ વાગ્યા સુધી વિનામૂલ્ય પક્ષીપ્રેમી પર્યાવરણ પ્રેમી તેમજ ફોટોગ્રાફીના શોખીન લોકો નિહાળી શકશે.જે તારીખ ૩-૪ ઓક્ટોબર સુધી ખુલ્લું રેહશે.


