જામનગરના જોડીયામાં ભારત-વેસ્ટ ઇન્ડીઝ વનડે મેચના ભાવ ફેરનો જુગાર રમતાં બે શખ્સો ઝડપાયા
-
માંડવી ચોકની હરભોલે હોટેલના પગથિયા પરથી રૂ.૨૦ હજાર રોકડા સહિત મુદ્દામાલ કબજે
દેશ દેવી ન્યુઝ જામનગર, તા.૧ ઓક્ટોબર ૨૬: જોડીયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ-જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી હાથ ધરવાના ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ જોડીયા પોલીસે ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાયેલી વનડે મેચમાં ભાવ ફેરનો જુગાર રમતા બે શખ્સોને ઝડપી પાડ્યા હતા.જોડીયા ટાઉનના માંડવી ચોક ખાતે આવેલી હરભોલે હોટેલના પગથિયા ઉપર જાહેરમાં મેચના ભાવ ફેરનો જુગાર રમાતો હોવાની પોલીસને બાતમી મળી હતી. જેના આધારે પો. હેડ કોન્સ્ટેબલ ચંદ્રવિજયસિંહ એચ. ઝાલા તથા પો. કોન્સ્ટેબલ ભરતકુમાર કિશોરભાઈ બંધિયાએ દરોડો પાડી સ્થળ પરથી રોકડ રૂ.૨૦,૦૦૦ તથા જુગાર સંબંધિત મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસે આ મામલે જીગ્નેશભાઈ ચંદુભાઈ ગોસાઈ (રહે. વાણીયા શેરી, જોડીયા)ને ઝડપી પાડ્યો હતો, જ્યારે રાજેશ ધામેચા (રહે. જોડીયા ગામ) ફરાર હોવાનું જાણવા મળ્યું છે. બંને સામે જુગારધારા કલમ ૧૨ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.આ કામગીરી પો.ઇન્સ્પેક્ટર જે.પી. સોઢાની સૂચના અને માર્ગદર્શન હેઠળ જોડીયા પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.


