જામનગર શિક્ષણ સમિતિ: નવી બોડીના ૧૨ નામો જાહેર, હેમલ ચોટાઈ ચેરમેન રેસમાં મોખરે

0
40524

જામનગર મહાનગર પાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની નવી બોડી માટે ૧૨ નામો સામે આવ્યા

  • ચેરમેનપદ માટે એડવોકેટ હેમલભાઈ ચોટાઈનું નામ ચર્ચામાં : બાકીના ૧૧ નામોમાં પણ ફોર્મ ભરનાર દાવેદારો

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૩ સપ્ટેમ્બર ૨૬: જામનગર મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની નવી બોડીની રચનાને લઈને ભાજપમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. સમિતિની નવી ટીમ માટે ૧૨ દાવેદારોએ ફોર્મ ભર્યા હોવાનું સામે આવ્યું છે. હવે આ ૧૨ નામોમાંથી નવી બોડીની રચના કરવામાં આવનાર છે ત્યારે ચેરમેનપદ કોને મળે છે? તેને લઈને પણ ચર્ચાએ જોર પકડ્યું છે.શિક્ષણ સમિતિની નવી બોડી માટે માધવીબેન રોશિયા, રિદ્ધિબેન ડાભી, હિરેનભાઈ તખ્તાણી, જયભાઈ કડીવાર, નરભેરામભાઈ ડાકા, દુષ્યંતભાઈ સોલંકી, નીતિનભાઈ સોલાણી, એડવોકેટ હેમલભાઈ ચોટાઈ, હરેશભાઈ નંદા, બકુલભાઈ ડાભી, ધારાબેન ભટ્ટ અને રાહુલભાઈ મકવાણાએ ફોર્મ ભર્યા હોવાનું જાણવા મળે છે.આ ૧૨ નામો સામે આવ્યા બાદ હવે સમિતિની નવી ટીમ અંગે ભાજપના વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. ખાસ કરીને ચેરમેનપદને લઈને એડવોકેટ હેમલભાઈ ચોટાઈનું નામ ચર્ચામાં હોવાનું જાણવા મળે છે. જોકે ચેરમેન સહિત સમિતિની અંતિમ રચના અંગે સત્તાવાર નિર્ણય થયા બાદ જ સ્થિતિ સ્પષ્ટ થશે.દરમિયાન, ૧૨ નામો સામે આવતાં અને દાવેદારોની સંખ્યા પણ ૧૨ની આસપાસ જ રહેતાં સમિતિની રચના અંગે આંતરિક સ્તરે સંમતિ સધાઈ હોવાની ચર્ચાએ પણ રાજકીય વર્તુળોમાં જોર પકડ્યું છે. જોકે આ અંગે ભાજપ તરફથી સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરવામાં આવી નથી.હવે આગામી તબક્કામાં આ નામો પૈકી કયા સભ્યોને શિક્ષણ સમિતિમાં સ્થાન મળે છે અને ચેરમેનપદની જવાબદારી કોને સોંપવામાં આવે છે તેના પર સૌની નજર મંડાઈ છે.શિક્ષણ સમિતિની નવી બોડી માટે ફોર્મ ભરનાર ૧૨ નામો: માધવીબેન રોશિયા • રિદ્ધિબેન ડાભી • હિરેનભાઈ તખ્તાણી • જયભાઈ કડીવાર • નરભેરામભાઈ ડાકા • દુષ્યંતભાઈ સોલંકી • નીતિનભાઈ સોલાણી • હેમલભાઈ ચોટાઈ • હરેશભાઈ નંદા • બકુલભાઈ ડાભી • ધારાબેન ભટ્ટ • રાહુલભાઈ મકવાણા