જામનગરમાં બોગસ ચુંટણીકાર્ડ-દસ્તાવેજ કેસ: ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટી સેનેટ ચૂંટણીના 3 ડોકટર નિર્દોષ, અદાલતે છોડી મૂક્યા

0
36823

“વિશ્વપ્રસિદ્ધ ગુજરાત આર્યુવૈદીક યુનીવસીટીની સેનેટની ચૂંટણીમાં બોગસ ચુંણીકાર્ડ બનાવી ખોટા દસ્તાવેજો બનાવી અને બોગસ વોટીંગ કરવાના કેશમાં ત્રણ ડોકટરને નિદોર્ષ ઠરાવી છોડી મુકતી નામ.અદાલત

  • ૨૪ વર્ષની કાનુની લડત બાદ ડોકટર્સને ન્યાય આપતી જામનગરની અદાલત

  • રાજકીય કીન્નાખોરીથી સેનેટની ચૂંણી જીતવા માટે ડોકટર્સને ખોટી રીતે ગુનામાં સંડોવી દીધેલ : ધારાશાસ્ત્રી :-રાજેશ ગોસાઈ  

દેશ દેવી ન્યુઝ તા. ૨ જુલાઈ ૨૬  આ કેશની હકિકત એવી છે કે, ગુજરાત આર્યુવૈદીક યુનીવસીર્ટીના મદદનીશ કુલ સચીવ અરવીંદભાઈ બારાઈ  દ્વારા જામનગર સીટી ‘બી’ ડીવી.પો.સ્ટે.માં એવી ફરીયાદ નોંધાવેલ કે, સને ૨૦૦૨ ના રોજ ગુજરાત આર્યુવૈદીક યુની.માં સેનેટની ચુંટણી કે, જે અલગ અલગ જીલ્લામાં યોજાયેલ અને તેમાં મતદાન કરવામાં આવેલ તેમાં ઉમેદવારોએ બોગસ ઓળખપત્રો છપાવી અને અન્યના નામે ખોટું મતદાન કરી અને ચુંટણી જીતવાની કોશીશ કરેલ છે અને આ તમામ ખોટા ઓળખપત્રોના આધારે મતદાન કરેલ, જે મતદાન કાર્ડ મતગણતરી દરમ્યાન મતપેટીમાંથી નીકળતા જે તે વખતે મતદાન કમીટી દ્વારા તેવા ઓળખપત્રો કબજે કરી શીલ કરેલ અને ગુજરાતના ૨૩ સેન્ટર પર આ મતદાન કેન્દ્ર ખોલવામાં આવેલ જે પૈકી કુલ ૧૭૧ બોગસ ઓળખપત્રો મળેલ, અને તેથી ગુજરાત આર્યુવૈદીક યુની.એ વીજીલીયન્સ ઓફીસરોને તપાસ સોંપેલ અને તપાસના અંતે સેનેટની ચુંટણીના ઉમેદવારી નોંધાવનાર ડો.અક્ષય રમણલાલ સેવક, ડો.સંજય પ્રભુદાસ જીવરાજાની, તથા ડો. નરેન્દ્રકુમાર ઠાકોરદાસ શાહ વિગેરે સામે જામનગર સીટી ‘બી’ ડીવી.પો.સ્ટેશનમાં બોગસ દસ્તાવેજો બનાવી અને ચુંટણીમાં ગેરરીતી કરી અને ગુનાહિત કાવતરૂ રચવાનો ગુને નોંધાયેલ અને તેમાં આરોપીઓની અટક કરવામાં આવેલ હતી,આ કેશ જામનગરમાં ખુબજ ચર્ચાસ્પદ થયેલ અને આ કેશ જામનગરની અદાલતમાં ચાલેલ અને તેમાં આર્યુવૈદીક યુર્નીવસીટીના રજીસ્ટ્રાર તેમજ મદદનીશ કુલસચીવની જુબાની લેવાયેલ, તેમજ તપાસમાં કુલ ૬૩ જેટલા સાક્ષી સાહેદોની જુબાની લેવામાં આવેલ, તેમાં અલગ અલગ જીલ્લાના ડોકટર્સ તથા તપાસ કરનાર અધિકારીની પણ જુબાની લેવામાં આવેલ અને ૨૪ વર્ષના લાંબા સમય સુધી આ કાનુની ન્યાની લડત ચાલેલ અને તમામ પુરાવા બાદ આરોપી ડોકટર્સ તરફે દલીલો કરવામાં આવેલ કે, રાજકીય કન્નાખોરીથી ચુંટણીમાં જીતવા માટે આરોપીઓ ખોટી રીતે સંડોવી દીધેલ છે, અને આ ડોકટર્સ ભવિષ્યમાં પણ ચુંટણીમાં ઉભા ન રહે અને આ આર્યુવૈદીક યુનીર્વસીટીના કૌભાંડો અને ગેરરીતઓ બાબતે કોઈ રજુઆતો ન કરે તેટલા માત્ર આશયથી સંડોવી દીધેલ છે, આ તમામ રજુઆતો બાદ જામનગરની અદાલત દ્વારા આરોપીઓને નિદોર્ષ ઠરાવી અને છોડી મુકવાનો હુકમ કરેલ છે, આરોપીઓની ૨૪ વર્ષની લડાઈના અંતે ન્યાય મળતા આરોપીઓના પરીવારજનોએ રાહતનો શ્વાસ લીધેલ છે,

આ કેશમાં આરોપીઓ ડો.અક્ષય રમણલાલ સેવક, ડો.સંજય પ્રભુદાસ જીવરાજાની, તથા ડો. નરેન્દ્રકુમાર ઠાકોરદાસ શાહ તરીફે વિદ્વાન વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર. ગોહીલ, રજનીકાંત આર. નાખવા, નિતેષ જી. મુછડીયા તેમજ કરણ કે. પટેલ રોકાયેલા હતા.