0
189

જામનગર : ‘જનસેવા એ જ પ્રભુસેવા’: વોર્ડ-4ના કોર્પોરેટર સોનલબા રાણાનો અનોખો સેવાયજ્ઞ, 1000થી વધુ સ્થાનિકોને સ્વખર્ચે કરાવી દ્વારકા યાત્રા

  • દ્વારકા, બેટ દ્વારકા, નાગેશ્વર, ગોપી તળાવના દર્શને લઈ ગયા : ગોપી તળાવે ગુંજ્યો જયઘોષ

  • શહેરના રામેશ્વર ચોકમાંથી વહેલી સવારે 20 થી વધુ બસો એક હજાર લોકોને લઈ દ્વારકા રવાના

  • સોનલબા મહાવીરસિંહ રાણા વોર્ડનં -૪ માં કોંગી ઉમેદવાર ને ધ્વસ્ત કરી જાયન્ટ કિલર સાબિત થયા હતા

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૧૫ મે ૨૬ જનપ્રતિનિધિ કેવા હોવા જોઈએ તેનું ઉત્તમ ઉદાહરણ જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર-4ના ભાજપ કોર્પોરેટર સોનલબા મહાવીરસિંહ રાણાએ પૂરું પાડ્યું છે. સોનલબા રાણા દ્વારા પોતાના વોર્ડમાં વસતા 1000થી વધુ સ્થાનિક ભાઈ-બહેનોને પોતાના સ્વખર્ચે દ્વારકા, બેટ દ્વારકા, નાગેશ્વર જ્યોતિર્લિંગ અને ગોપી તળાવ જેવા પવિત્ર ધાર્મિક સ્થળોની જાત્રા કરાવવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ કોર્પોરેટર સોનલબા રાણાએ વોર્ડના આર્થિક રીતે નબળા, વડીલો અને ધાર્મિક યાત્રા માટે અસમર્થ એવા 1000થી વધુ નાગરિકોની યાદી તૈયાર કરાવી હતી. તમામ યાત્રાળુઓ માટે બસની વ્યવસ્થા, રહેવા-જમવાની સગવડ તેમજ દર્શનની સંપૂર્ણ વ્યવસ્થા સોનલબા રાણાએ પોતાના અંગત ખર્ચે કરી હતી. યાત્રા દરમિયાન વોર્ડવાસીઓએ દ્વારકાધીશ મંદિર, બેટ દ્વારકા, નાગેશ્વર મહાદેવ અને ગોપી તળાવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. યાત્રાળુઓએ કોર્પોરેટર સોનલબા રાણાનો આભાર માનતા જણાવ્યું કે, ‘અમારા માટે આ જીવનભરનું સપનું હતું, જે બેનના કારણે પૂરું થયું.’

આ અંગે કોર્પોરેટર સોનલબા રાણાએ જણાવ્યું કે, ‘જનતાએ મને સેવા કરવાની તક આપી છે. પ્રભુના દર્શન કરાવીને હું પુણ્ય કમાવા માંગુ છું. મારા વોર્ડનો એક પણ વ્યક્તિ દર્શનથી વંચિત ન રહે એ જ મારો પ્રયાસ છે.’કોર્પોરેટરના આ અનોખા સેવાયજ્ઞની સમગ્ર શહેરમાં પ્રશંસા થઈ રહી છે. રાજકારણમાં સેવાભાવનું આ ઉદાહરણ અન્ય જનપ્રતિનિધિઓ માટે પ્રેરણારૂપ બન્યું છે.