જામનગરમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવેદન સામે પ્રચંડ વિરોધ : શહેર ભાજપ દ્વારા ધરણા કરાયા
દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૮,એપ્રિલ ૨૬ તાજેતરમાં કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓ અંગે કરાયેલી વિવાદાસ્પદ ટિપ્પણીને પગલે જામનગર શહેરમાં ભારે રોષની લાગણી જોવા મળી છે. આ નિવેદનથી નારાજ થયેલા શહેરના નાગરિકો તેમજ શહેર ભાજપ દ્વારા આજે વિરોધ પ્રદર્શન યોજાયું હતું.
ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી ની રાહબરીમાં લાલ બંગલા સર્કલમાં ધરણા યોજાયા હતા. જેમાં શહેર ભાજપના અનેક કાર્યકર્તાઓ, હોદ્દેદારો પૂર્વ કોર્પોરેટરો વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, અને મૌન રહીને ધરણા કરવામાં આવ્યા હતા. પરંતુ હાથમાં બેનર પોસ્ટર સાથે કોંગ્રેસ પાર્ટી તેમજ રાષ્ટ્રીય અધ્યક્ષ મલિકાર્જુન ખડગે સામે પ્રચંડ વિરોધ જોવા મળ્યો હતો. આ ધરણા પ્રદર્શનમાં બહેનોની વિશેષ હાજરી જોવા મળી હતી.


