જામનગરમાં ટી.ટવેન્ટી વર્લ્ડકપની ફાઇનલ મેચમાં ભારતની શાનદાર જીતનો જશ્ન

0
754

ટી.ટવેન્ટી વર્લ્ડકપની ફાઇનલ મેચમાં ભારતની શાનદાર જીત નો જામનગર વાસીઓએ ભવ્ય જશ્ન મનાવ્યો : ઠેર ઠેર ભવ્ય આતશબાજી થઈ

  • શહેરના હવાઈ ચોક, ચાંદી બજાર, રણજીત નગર, સાધના કોલોની, સહિતના અનેક વિસ્તારોમાં લોકો હાથમાં તિરંગા ઝંડા સાથે જીતનો જશ્ન મનાવવા ઉતરી પડ્યા

  • શહેરના અનેક વિસ્તારોમાં ભવ્ય આતશબાજીથી દિવાળી જેવો માહોલ

  • યુવાનો તિરંગા ઝંડા સાથે બાઈક પર ‘ભારત માતાકી જય’ ના નારા સાથે નીકળી પડ્યા

દેશ દેવી ન્યુઝ .જામનગર તા ૯, માર્ચ ૨૬ અમદાવાદમાં રમાયેલી ટી. ટવેન્ટી વર્લ્ડ કપ ની ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની ફાઇનલ મેચમાં ગઈકાલે રાત્રે ભારતે શાનદાર જીત મેળવી લઇ વર્લ્ડ કપ સતત બીજી વખત અને કુલ ત્રીજી વખત પોતાના નામે કરી લીધો હતો, જેના જીતનો ભવ્ય જશ્ન જામનગર શહેરમાં ગઈકાલે રાત્રે જોવા મળ્યો હતો, અને શહેરમાં ઠેર ઠેર આતશબાજી થઈ હતી, અને જાણે કે દિવાળી જેવો માહોલ સર્જાયો હતો. શહેરના અનેક વિસ્તારોમાં યુવા ક્રિકેટ પ્રેમીઓ પોતાના હાથમાં તિરંગા લઈને નીકળી પડ્યા હતા, અને ઢોલ નગારા સાથે શાનદાર જીતની ઉજવણી કરી હતી. તેમજ કેટલાક યુવાનો પોતાના હાથમાં તિરંગા ઝંડા લઈને બાઇક પર ‘ભારત માતાકી જય’ ના નારા સાથે પણ શહેરમાં ઘુમી વળ્યા હતા, અને ભારે ક્રિકેટ ફીવર સર્જાયો હતો.જામનગર શહેરના હવાઈચોક સહિતના અલગ અલગ વિસ્તારોમાં મોટા સ્ક્રિન પર ભારત અને પાકિસ્તાનની મેચનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું, જેને નિહાળવા માટે અનેક ક્રિકેટ પ્રેમીઓ ઠેર ઠેર ઉમટેલા જોવા મળ્યા હતા, અને ભારતે પ્રથમ બેટિંગ કરીને શાનદાર ૨૫૫ રન ખડકી દીધા હતા, ત્યારે ચોકકા છક્કાની રમઝટમાં દર્શકોએ તાલીઓ પાડી સિટી વગાડીને ખુશી વ્યક્ત કરી હતી, ત્યારબાદ બીજા દાવમાં હરીફ ન્યુઝીલેન્ડની ટિમ ની ટપોટપ વિકેટો પડતી ગઈ, ત્યારે દરેક પણ ક્રિકેટ પ્રેમીઓની ચિચિયારી થી શહેરના અનેક વિસ્તારો ગુંજી ઉઠ્યા હતા, અને ભારતની જીત બાદ અનેક સ્થળે ભવ્ય આતશબાજી કરાઈ હતી, તેમજ દેશભક્તિના નારા ગજવ્યા હતા, ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં દેશ પ્રેમ ની પણ ઝલક જોવા મળી હતી.ખાસ કરીને શહેરના હવાઈ ચોક વિસ્તારમાં સવિશેષ ઉજવણી જોવા મળી હતી, અને હજારો ક્રિકેટ પ્રેમીઓ મોડી રાત્રે સુધી એકત્ર થયેલા અને ઢોલ નગારા ના તાલે ‘ભારત માતા કી જય’ ના નારા સાથે ઝૂમી ઉઠેલા જોવા મળ્યા હતા.ભારતની ટી. ટ્વેન્ટી વર્લ્ડ કપ માં ફાઇનલ મેચમાં જીત બાદ, અને વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ રાત્રીના ૧૧.૩૦ વાગ્યા પછી જામનગર શહેરમાં અનેક ક્રિકેટ પ્રેમીઓ પોતાના હાથમાં તિરંગો ઝંડો લઈને બાઈક પર નીકળી પડ્યા હોય એવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.