જામનગર શહેરના ૨૦ વર્ષ જુના ડબલ મર્ડર અને ફાયરિંગ કેસમાં ૨૦ વર્ષ થી નાસ્તા-ફરતા આરોપીને ઝડપી પાડતી જામનગર પોલીસ
-
જામનગરની પોલીસ ટીમેં ઉત્તર પ્રદેશમાં ધામા નાખી વેશ પલટો કરીને બે દિવસની રેકી કર્યા બાદ આરોપીને શકંજામાં લીધો
દેશદેવી ન્યુઝ જામનગર તા ૪ફેબ્રુઆરી ૨૬, જામનગરમાં અંબર સિનેમા રોડ પર પંચરત્ન કોમ્પ્લેક્સ માં આજથી ૨૦ વર્ષ પહેલા ડબલ હત્યાની ઘટના બની હતી, જે અંગે સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો, જે ગુનામાં ૨૦ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને જામનગર પોલીસે ઉત્તર પ્રદેશમાં ધામા નાખી, વેશ પલ્ટો કરીને બે દિવસની રેકી કર્યા બાદ ઝડપી લીધો હતો, અને જામનગર લઈ આવી ઘનિષ્ટ પૂછપરછ હાથ ધરી છે.
જામનગરમાં અંબર સિનેમા રોડ પર પાંચ રત્ન કોમ્પ્લેક્ષ માં ગત તારીખ ૧૩.૬.૨૦૦૬ ના રોજ ‘દીપાલી એન્ટરપ્રાઇઝ’ની ઓફિસમાં ઉઘરાણીના મામલે થયેલા વિવાદમાં અંધાધૂંધ ફાયરિંગ થયું હતું, જેમાં રમેશચંદ્ર દિનદયાલ અગ્રવાલ અને આલાભાઈ કમાભાઈ રબારીના ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યા હતા. જ્યારે અન્ય ત્રણ વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ અંગે સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઇ.પી.કો કલમ ૩૦૨,૩૦૭, ૧૨૦(બી) આર્મ્સ એકટ કલમ ૨૫(૧) બીએ મુજબનો ગુનો નોંધાયો હતો.જે ગુના બાબતે રાજકોટ રેન્જ ના આઇ.જી.પી. અશોકકુમાર યાદવ અને એસ.પી. ડો. રવિ મોહન સૈનીની સુચના તેમજ જામ શહેરના નાયબ પોલીસ અધિક્ષક શ્રી જયવિરસિંહ ઝાલા ના માર્ગદર્શન મુજબ આરોપીઓને પકડવા માટે એસ.આઇ.ટી. ટીમ ની રચના કરવામાં આવી હતી.
જેમાં સીટી-બી પો.ઇન્સ.પી.પી. ઝા અને, ત્રણ પો.સ.ઇ. એમ.વી. મોઢવાડીયા, એમ.વી.ભાટીયા, પી.એન.મોરી સાથે એક એસ.આઇ.ટી. ટીમ ની રચના કરવામાં આવી હતી. જે ગુન્હાના આરોપીઓને પકડી પાડવા એસ.આઈ.ટી. ની ટીમ પો.સબ ઇન્સ. એમ.વી. મોઢવાડીયા ના નેતૃત્વ માં પો.હેડ કોન્ટેબલ દશરથસિંહ તથા પો.કોન્સ ધર્મેન્દ્રસિંહ વાઢેર, સાજીદભાઈ બેલીમ વગેરે ને માહીતી મળેલ કે આ કેસનો ફરારી આરોપી જીતેન ઉર્ફે જીતેન્દ્ર ઉર્ફે જીતુ રમેશન્દ્ર ગુપ્તા ઉર્ફે પવન કુમાર (રહે અજીતમલ જી. ઓરૈયા રાજ્ય ઉતર પ્રદેશ વાળા ગામ માં સાંઈબાબા ના મંદિર પાસે પોતાનું નામ બદલી ને રહે છે જેથી લાંબા સમય સુધી ટેકનીકલ તપાસ કર્યા બાદ, ટીમ ના સભ્યો એ પોતાનો વેશ પલટો કરીને ર દિવસ સુધી સર્વેલન્સ તથા રેકી કરતાં જાણવા મળલું કે આરોપી પોતાના અલગ-અલગ નામનો ઉપયોગ કરી પોતાની ઓળખ છુપાવી ને રહે છે, જેથી આરોપીને સાચી ઓળખ કરીને આરોપીને પકડી પાડી જામનગર લઈ આવી વધુ પૂછપરછ હાથ ધરી છે.


