જામનગર નજીક સિક્કામાં નગરપાલિકા પાસે પાર્ક કરેલી એક લક્ઝરી બસમાંથી ૧૫૦ લીટર ડીઝલની ચોરી થઈ ગયા ની પોલીસ ફરિયાદ
-
જામનગરમાં મહિલા કોલેજ વિસ્તાર માંથી એક મોટર સાયકલની કોઈ તસ્કરો ઉઠાંતરી કરી ગયા ની પોલીસ ફરિયાદ
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૩ જાન્યુઆરી ૨૬, જામનગર નજીક સિક્કામાં રહેતા અસગરભાઈ કરીમભાઈ સુમરા નામના યુવાને નગરપાલિકા પાસે પાર્ક કરેલી પોતાની જી.જે. ૧૦ ટી.વી. ૯૭૪૩ નંબરની લક્ઝરી બસમાંથી કોઈ તસ્કરો રૂપિયા ૧૪,૦૦૦ ની કિંમત ના ૧૫૦ લીટર ડીઝલ ની ચોરી કરી લઈ ગયા હતા. જે મામલે સિક્કા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગરમાં રામેશ્વર નગર વિસ્તારમાં રહેતા ભરતભાઈ બાબુભાઈ રાઠોડ નામના બુઝુર્ગે મહિલા કોલેજ વિસ્તારમાં પાર્ક કરેલું પોતાનું મોટરસાયકલ કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા ની સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.


