જામનગરમાં ચાંદી બજાર સર્કલમાં આવેલી જુમ્મા મસ્જિદ ટ્રસ્ટની ઓફિસમાં ચોરી: તસ્કરો રૂપિયા ૭૫ હજારની રોકડ ઉઠાવી ગયા
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૩૧,ડિસેમ્બર ૨૫ જામનગરમાં ચાંદી બજાર સર્કલ વિસ્તારમાં આવેલી જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ બોર્ડની મેઇન ઓફિસમાંથી રાત્રી દરમિયાન કોઈ તસ્કરો રૂપિયા પંચોતેર હજારની રોકડ રકમની ચોરી કરી લઈ ગયા હતા.
ગત ૧૭મી તારીખે રાત્રે ના ૯.૩૦ વાગ્યાથી ૧૮ તારીખે સવારે છ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન કોઈ તસ્કરોએ રોકડ રકમની ચોરી કરી લીધી હોવાથી જુમ્મા મસ્જીદ ટ્રસ્ટ સાથે જોડાયેલા વેપારી અબ્દુલરસીદ મહમદ હનીફ લૂસવાલાએ સિટી એ. ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જે મામલે પી.એસ.આઇ.વી.આર ગામેતી તપાસ ચલાવી રહ્યા છે.


