જામનગરના પંચેશ્વર ટાવર પાસે ભેંસ ભૂરાટી થતા ૩ સ્કુટર , એક રીક્ષાને પટક્યા : ભારે નુક્સાન
-
બે યુવતિ અને એક શ્રમિક ગંભીર રીતે ઘવાતા હોસ્પિટલ સારવાર લેવી પડી
-
જામ્યુકાના ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી જઈ ભારે જહેમત બાદ ભેંસ પર કાબૂ મેળવી ઢોર ડબ્બે ખસેડી

દેશ દેવી ન્યુઝ તા. ૨૯ ડિસેમ્બર ૨૫ જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં ભેંસ ભૂરાટી થતા એક રીક્ષા અને ત્રણ સ્કુટરને અડફેટે લેતા મારે અફડા તફડી ફેલાઈ હતી તેમાં બે યુવતિ અને એક શ્રમિક હવામાં ફંગોળાતા મૂઢમાર ઇજાઓ પહોંચી હતી
ગઈકાલ સવારે પંચેશ્વર ટાવર પાસે આઠ વાગ્યાના અરસામાં એક ભેંસ એકા એક ભુરાતી થઈ રોડ પર ઘસી આવતા ત્રણ સ્કૂટર અને એક ઓટો રીક્ષા ને ઠોકરે ચડાવ્યા હતા જેને લઇ સ્કૂટર પર સવાર બે યુવતિઆને મુંઢમાર ઇજાઓ થઈ હતી બાદમાં અન્ય બે સ્કુટર ને હવામાં ફંગોળતા હોસ્પિટલ સારવાર લેવાનો વારો આવ્યો હતો , એકાએક રોડ પર ઘસી આવેલી ભેંસને લઈ સ્થાનિકો માં ભારે અંધાધૂંધી અને ફફડાટ ફેલાયો હતાં
જેથી રાહદારીઓએ જામ્યુંકોના તંત્રને જાણ કરતા ફાયર વિભાગ તાત્કાલિક દોડી આવીતારે જેહેમત બાદ ભેંસ પર કાબુ મેળવ્યો હતો અનેબે કાબુ બનેલી ભેંસને ઢોર ડબ્બે ખસેડાઈ હતી જેને લઇ સ્થાનિકોએ હાસકારો અનુભવ્યો હતો


