જામનગરમાં જુદાજુદા વિસ્તારોમાં તાજેતરમાં થયેલી જુદી જુદી ચાર બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો

0
5837

જામનગર શહેરમાં જુદાજુદા વિસ્તારોમાં તાજેતરમાં થયેલી જુદી જુદી ચાર બાઇક ચોરીનો ભેદ ઉકેલાયો

  • એલસીબી ની ટુકડીએ ચાર ચોરાઉ બાઈક સાથે ૧ તસ્કર ને ઝડપી લીધો : જેના અન્ય સાગરીત ની શોધખોળ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૨,ડિસેમ્બર ૨૫ જામનગર શહેરમાં છેલ્લા ચાર દિવસ દરમિયાન અલગ અલગ વિસ્તારોમાં થયેલી વાહન ચોરીનો ભેદ ઉકેલવામાં એલસીબી ની ટીમને સફળતા સાંપડી છે, અને ચાર નંગ ચોરાઉ બાઇક સાથે એક તસ્કરને ઝડપી લીધો છે, જેના સાગરીત ની શોધખોળ હાથ ધરી છે.જામનગર શહેરમાં વાહન ચોરીનો ઉપદ્રવ વધી ગયો હોવાથી એલસીબીની ટુકડીએ વાહન ચોર ટોળકીને શોધી કાઢવા માટે કોમ્બિંગ હાથ ધર્યું હતું, અને જુદા જુદા વિસ્તારોમાં વોચ ગોઠવી ને કાલાવડ નાકા બહાર ખાટકીવાડ વિસ્તારમાં રહેતા અલબાઝ ફારુકભાઈ કટારીયા નામના શખ્સ ને ઝડપી લીધો હતો, અને તેની પાસેથી ચાર નંગ ચોરાઉ બાઈક કબજે કરી લીધા હતા. જેણે જામનગર શહેરમાં અલગ અલગ વિસ્તારમાંથી ચારેય વાહનો ચોરી કરી લીધા હોવાનું કબુલ્યું હતું.તેની સાથે તેનો અનવર ઉર્ફે અનુ ચકેડી ઇસ્માઈલભાઈ સિપાઈ પણ સંડોવાયેલો છે, અને હાલ તે ફરારી બન્યો છે. જેને પોલીસ શોધી રહી છે.પોલીસને પૂછપરછ દરમિયાન મુખ્ય આરોપી અરબાજ કટારીયા કે જે જામનગર શહેરમાં મોડી રાત્રીના રખડતો ભટકતો અને કોઈ રહેણાક-મકાન કે દુકાનની બહાર મોટરસાયકલ પડેલા દેખાય તો તેની ચોરી કરી અને પોતે હાથી પગપાળા ચલાવીને પોતાના મિત્ર ના ઘર સુધી લઈ જતો. અને ડેલા પાસે મૂકી દેતો હતો. ત્યારબાદ સવારે તેમાં ચાવી લગાડી અથવા તો ડાયરેક્ટ કરીને ત્યાંથી ઉઠાવી જતા હતા, આ પ્રકરણમાં ફરારી આરોપીને પોલીસ શોધી રહી છે.