જામનગર શહેરના ત્રણેય પોલીસ ડિવિઝન તથા રેલવે નો કુલ ૩૦ લાખની કિંમતના ઈંગ્લીશના દારૂના જથ્થાનો નાશ કરાયો
-
નાઘેડી પાસે શહેરના પ્રાંત અધિકારી અને સીટી ડીવાયએસપી સહિતના પોલીસ કાફલાની આગેવાનીમાં ઇંગ્લિશ દારૂ ના જથ્થા પર બુલડોઝર ફેરવી દેવાયું
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૯ ડિસેમ્બર ૨૫, જામનગર શહેરના ત્રણેય પોલીસ ડિવિઝન તેમજ રેલવે વિભાગ સહિત કુલ અંદાજે ૩૦લાખની કિંમતની ૮૭૪૧ નંગ ઇંગ્લિશ દારૂની બોટલના જથ્થાનો નાશ કરવા માટેની આજે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી, અને નાઘેડી નજીક સરકારી ખરાબાની જગ્યામાં વિશાળ દારૂ ના જથ્થા પર બુલડોઝર ફેરવી દઈ દારૂનો મોટા પાયે નાશ કરવામાં આવ્યો હતો. જામનગર શહેર વિભાગના એ. ડિવિઝન, બી. ડિવિઝન, અને સી. ડિવિઝન તેમજ રેલવે વિભાગ દ્વારા છેલ્લા એકાદ વર્ષથી કબજે કરવામાં આવેલા અંદાજે રૂપિયા ૩૦ લાખની કિંમતનો ઇંગ્લિશ દારૂ નો જથ્થો જેમાં કુલ ૮૭૪૧ નંગ ઇંગ્લિશ દારૂની બોટલો ઉપર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું.
જામનગર શહેર વિભાગના પ્રાંત અધિકારી શ્રી અદિતિ વર્ષનેય ની રાહબરી હેઠળ જામનગર શહેર વિભાગના ડી.વાય.એસ.પી. જે. એન. ઝાલા તેમજ શહેરના ત્રણેય પોલીસ ડીવીઝનો તથા રેલવે પોલીસની ટીમની હાજરીમાં ઇંગ્લિશ દારૂના વિશાળ જથ્થા પર બુલડોઝર ફેરવી દઈ ઈંગ્લીશ દારૂ નો નાશ કરવામાં આવ્યો હતો.


