જામનગર ના મુસ્લિમ અગ્રણી બાવન જમાતના પ્રમુખ અને તેના પુત્ર ના મારકુટ અને ધમકી સહિતના પીડિત મહિલાએ વિડિયો વાયરલ કર્યા
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૪ ડિસેમ્બર ૨૫, જામનગરના મુસ્લિમ સમાજના બાવન જમાતના પ્રમુખ જુમાભાઈ ખફી અને તેના પુત્ર આરીફ ખફી, કે જેઓને તેના પાડોશમાજ રહેતી મહિલા નર્મદાબેન જાદવ અને તેના પતિ એહમદ રજા સંધિ, જેઓ વચ્ચે છેલ્લા દોઢ વર્ષથી ઝઘડો ચાલી રહ્યો છે. મહિલા દ્વારા અગાઉ બંને સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. જેમાં આરોપીઓ જામીન પર છૂટ્યા છે જેમાં તેઓને શરતી જામીન અપાયા છે, તેમ છતાં તેનો સરેઆમ ભંગ કરી રહ્યા છે.
ફરિયાદી પીડિત મહિલાને અને તેના પતિને મળવુ નહીં, ધાકધમકી આપવી નહીં, તેમ છતાં તે શરત નો ભંગ કરતા હોય તે પ્રકારના બાવન જમાતના પ્રમુખના લાકડી લઈને પાછળ દોડવા અને માર મારવાના વિડીયો બનાવ્યા હતા.સાથોસાથ પિતા-પુત્ર દ્વારા પાડોશીઓને આ વિસ્તાર છોડીને ચાલ્યા જવાની પણ ધાકધમકી અપાઇ હતી, જેના પણ મોબાઈલ ફોનમાં વીડિયો બનાવી લીધા હતા. જે સોશિયલ મીડિયામાં મહિલા દ્વારા વાયરલ કરવામાં આવ્યા છે.
આટલું જ માત્ર નહીં, પીડિત મહીલા નર્મદાબેન, કે જેણે જામનગર ના પોલીસ વિભાગ અથવા તો અદાલતમાંથી સને ૧૯૯૪ ની સાલથી ૨૦૨૪ ની સાલ સુધીના અલગ અલગ ૨૩ જેટલા ભારે ગુનાઓ આરોપીઓ સામે નોંધાઈ ચૂક્યા છે, જેનું લીસ્ટ પણ બનાવીને સોશિયલ મીડિયામાં જાહેર કર્યું છે. અને આ માથાભારે પિતા-પુત્ર સામે કડકમાં કડક પગલાં લેવાય, અને જામનગર જિલ્લાનું પોલીસ તંત્ર અને તેથી ઉપરનું વહીવટી તંત્ર પોતાને ન્યાય અપાવે, તેવી માંગણી સાથેના વિડીયો વાયરલ કરતાં આખરે મામલો તૂરત જ સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં પહોંચ્યો હતો, અને બંને સામે વધુ એક ગુનો ગઈકાલે નોંધી લેવાયો છે.


