જામનગરમાં ઇન્સ્ટાગ્રામ માં રીલ બનાવવા બાબતે તકરાર : બે મિત્રો પર જીવલેણ હુમલો

0
6428

જામનગરમાં નુરી ચોકડી વિસ્તારમાં બે મિત્રો ઉપર ઇન્સ્ટાગ્રામ ની રીલ બનાવવાની તકરાર બાબતે બે શખ્સો દ્વારા છરી વડે હુમલો કરાયો : પોલીસ ફરિયાદ

દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૨ નવેમ્બર ૨૫, જામનગરમાં લંઘાવાડના ઢાળીયા વિસ્તારમાં રહેતા અને કટલેરીનો વેપાર કરતા હનીફ ગુલામહુસેન નામના વેપારી યુવાને પોતાના પુત્ર સાજીદ તેમજ તેના મિત્ર મહમદ મહેબુબ ઉપર છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે કાલાવડ નાકા બહાર રહેતા ભાઈ ફૈઝાન યુનુષભાઈ સોલંકી અને નયાઝ મુસ્તુફા છડીદાર સામે ફરિયાદ નોંધાવી છે.બંને યુવાનોને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાં મોહમ્મદ આરબ ના માથાના પાછળના ભાગે છરી વાગી હોવાથી તબીબો દ્વારા ૧૨ ટાંકા લેવામાં આવ્યા છે, અને હાલ સારવાર હેઠળ છે.પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ઇજાગ્રસ્ત યુવાન સાજીદ અને આરોપી ફૈઝાન સોલંકી વચ્ચે ઇન્સસ્ટાગ્રામ માં રીલ બનાવવા બાબતે બોલાચાલી થઈ હતી. જે સંદર્ભમાં ગઈકાલે બન્ને લોકો નૂરી ચોકડી વિસ્તારમાં સામસામે મળી જતાં  જૂની અદાવત રાખીને આ હુમલો કઈ દીધો હોવાનું ઇજા ગ્રસ્ત યુવાન સાજીદ ના પિતા હનિફભાઈ આરબ દ્વારા જાહેર કરાયું છે. પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે અને તેઓની શોધ ખોળ હાથ ધરી છે.