જામનગર મહાનગર પાલિકા ના ૧૬ વોર્ડ ની ૬૪ બેઠકની રોટેશન મુજબ ફાળવણી કરાઈ

0
2795

જામનગર મહાનગર પાલિકા ના ૧૬ વોર્ડ ની ૬૪ બેઠકની રોટેશન મુજબ ફાળવણી કરાઈ

  • કુલ ૬૪ બેઠક માંથી ૪૪ બેઠક સ્ત્રી, અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદિ.જાતિ અને પછાત વર્ગ માટે તથા ૨૦ બેઠક સામાન્ય માટે

દેશ દેવી ન્યુઝ જામનગર તા. ૨૮ઓક્ટોબર ૨૫, આગામી ત્રણેક માસમાં જામનગર મહાનગરપાલિકા ની સામાન્ય ચૂંટણી ઓ યોજાઈ શકે છે.  ત્યારે રાજ્યના ચૂંટણી પંચ દ્વારા જામનગર મહાનગર પાલિકા ના ૧૬ વોર્ડ ની કુલ ૬૪ બેઠકો માટે ની રોટેશન પ્રમાણે ફાળવણી કરી દેવામાં આવી છે. વર્ષ ૨૦૧૧ ની વસ્તી ગણતરી પ્રમાણે શહેર ની વસ્તી ૫,૮૭,૩૫૦ ની છે. કુલ ૬૪ બેઠકો માંથી ૩૨ બેઠકો સ્ત્રીઓ માટે , ૪ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત , ૧ બેઠક અનુ.આદી.જાતિ માટે.અને ૧૭ બેઠક પછાત વર્ગ માટે મળી કુલ ૪૪ બેઠક અનામત અને ૨૦ બેઠક સામાન્ય માટે ફાળવણી થઈ છે.શહેર ના કુલ ૧૬ વોર્ડ માં દરેક વોર્ડ ની ચાર બેઠક મુજબ કુલ ૬૪ બેઠકો ની રોટેશન મુજબ ફાળવણી કરવામાં આવી છે. જેમાં દરેક વોર્ડ વાઇસ જોઈએ તો દરેક વોર્ડ માં બીજી બેઠક સામાન્ય સ્ત્રી અનામત અને ચોથી બેઠક સામાન્ય માટે ફાળવણી કરવામાં આવી છે. જ્યારે દરેક વોર્ડ માં પ્રથમ બેઠક સ્ત્રી અનામત અને ત્રીજી બેઠક માં રોટેશન મુજબ ફાળવણી કરવામાં આવી છે.જેમાં વોર્ડ નંબર ૧ માં પ્રથમ બેઠક સામાન્ય અને ત્રીજી બેઠક પછાત વર્ગ માટે અનામત, વોર્ડ નંબર ૨ માં પ્રથમ બેઠક અનું. જાતિ અને ત્રીજી બેઠક પછાત., વોર્ડ નંબર ૩ માં પ્રથમ બેઠક પછાત વર્ગ અને ત્રીજી બેઠક અનુ. સૂચિત જાતિ , વોર્ડ નંબર ૪ માં પ્રથમ બેઠક પછાત વર્ગ અને ત્રીજી બેઠક અનુ.આદિ.જાતિ , વોર્ડ નંબર પ માં પ્રથમ સામાન્ય અને ત્રીજી પછાત , વોર્ડ નંબર ૬ માં પ્રથમ સામાન્ય અને ત્રીજી પછાત , વોર્ડ નંબર ૭ માં પ્રથમ અનુસૂચિત જાતિ અને ત્રીજી પછાત , વોર્ડ નંબર ૮ માં પ્રથમ સામાન્ય અને ત્રીજી પછાત, વોર્ડ નંબર ૯ માં પ્રથમ પછાત અને ત્રીજી સામાન્ય , વોર્ડ નંબર ૧૦ માં પ્રથમ પછાત અને ત્રીજી પણ પછાત , વોર્ડ નંબર ૧૧ માં પ્રથમ પછાત અને ત્રીજી અનુસૂચિત જાતિ, વોર્ડ નંબર ૧૨ માં પ્રથમ સામાન્ય અને ત્રીજી પછાત, વોર્ડ નંબર ૧૩ માં પ્રથમ પછાત અને ત્રીજી સામાન્ય , વોર્ડ નંબર ૧૪ માં પ્રથમ પછાત અને ત્રીજી સામાન્ય , વોર્ડ નંબર ૧૫ માં પ્રથમ પછાત અને ત્રીજી સામાન્ય તથા વોર્ડ નંબર ૧૬ માં પ્રથમ સામાન્ય અને ત્રીજી પછાત બેઠક નો સમાવેશ થાય છે.