જામનગરમાં સાગર સુરક્ષા કવચ ની કવાયત હેઠળ હાલારના સાગર કિનારે મોક ડ્રીલ યોજાઈ
-
જામનગર ની એસ.ઓ.જી. શાખા, એલસીબી ની ટીમ તથા બેડી મારી પોલીસ સ્ટેશન ના સ્ટાફ દ્વારા દરિયાઈ વિસ્તારમાં પેટ્રોલિંગ કરાયું
-
મોકડ્રીલ દરમિયાન બોટ મારફતે આવી રહેલા બે આતંકવાદીઓને સાગર સુરક્ષા કવચ હેઠળની ટીમે પકડી પાડ્યા
દેશ દેવી ન્યૂઝ જામનગર તા ૨૯ ઓગસ્ટ ૨૫, જામનગર જિલ્લા સહિતના દરિયા કિનારા વિસ્તારમાં તમામ સુરક્ષા એજન્સીઓની સતર્કતા ચકાસવાના ભાગરૂપે મોકડ્રીલ નું આયોજન કરવામાં આવ્યું હતું, અને એલસીબી,એસઓજી સહિતની ટુકડી આ મોકડ્રીલમાં જોડાઈ હતી. જેમાં આતંકવાદીઓ સાથે આવી રહેલી એક બોટને પકડી લેવામાં આવી હતી, અને સુરક્ષાના ભાગરૂપે આ કવાયત યોજવામાં આવી હતી.
રાજકોટ રેન્જના આઈજીપી અશોકકુમાર યાદવના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનિ ના નેજા હેઠળ એલસીબી અને એસ.ઓ.જી. ની ટુકડી ઉપરાંત બેડી મરીને પોલીસ સ્ટેશનના સ્ટાફ તથા અન્ય દરિયા કિનારા વિસ્તારના પોલીસ સ્ટેશનના પોલીસ વિભાગ દ્વારા આજે મોકડ્રીલ નું આયોજન કરવામાં આવ્યું હતું.
તમામ દરિયા કિનારા વિસ્તારમાં બોટ મારફતે પેટ્રોલિંગ કરાયું હતું, સાથો સાથ દરિયા કિનારા વિસ્તારમાં વસવાટ કરતા નાગરિકોને ત્યાં પણ ચેકિંગ ની કાર્યવાહી કરવામાં આવી હતી. જે દરમિયાન એક બોટ મારફતે બે આતંકવાદીઓ જામનગરના દરિયા કિનારે આવી રહ્યા છે, તેવી માહિતીના આધારે તમામ સુરક્ષા એજન્સીઓની ટીમેં બે આતંકવાદી સાથેની બોટને પકડી પાડી હતી. જોકે આ મોકડ્રીલ અંતર્ગતની કાર્યવાહી હતી.


