જામજોધપુર : બુટાવદર ગામે નાસ્તાની રેકડી ચલાવતા એક યુવાન અને તેના માતા પિતા પર હુમલો

0
3125

જામજોધપુર તાલુકાના બુટાવદર ગામમાં નાસ્તાની રેકડી ચલાવતા એક યુવાન અને તેના માતા પિતા પર હીંચકારો હુમલો

  • બુટાવદર ગામમાં લુખ્ખાગીરી કરનારા બે શખ્સો એ હુમલો કરી ફેક્ચર સહિતની ઇજા પહોંચાડ્યા ની પોલીસ ફરિયાદ

દેશ દેવી ન્યૂઝ જામનગર ૩૧ જુલાઈ ૨૫, જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના બુટાવદર ગામમાં વડાપાઉં, દાબેલી અને પાણીપુરીના નાસ્તાની રેકડી ચલાવતા નરેશભાઈ જીકાભાઈ મકવાણા નામના ૨૭ વર્ષના યુવાને પોતાના ઉપર તેમજ પોતાના પિતા જીકાભાઇ અને માતા મનુબેન ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી ફેક્ચર સહિતની ઈજા પહોંચાડવા અંગે પોતાના જ ગામના હરેશ મનજીભાઈ મકવાણા અને વિનોદ મનજીભાઈ મકવાણા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

શેઠ વડાળા પોલીસ મથકમાં નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાને પોતાના ગામમાં આજથી એક અઠવાડિયા પહેલાં નાસ્તાની રેકડી ચાલુ કરી હતી. જે બંને આરોપીઓને પસંદ ન હતું, અને ત્યાં આવીને પૈસા વગેરેની માંગણી કરતા હતા, દરમિયાન ગઈકાલે બંને આરોપીઓ ફરીયાદી નરેશભાઈ ના ઘરે પહોંચી આવ્યા હતા, અને નરેશભાઈ અને તેના માતા પિતા પર હુમલો કરી દીધો હોવાથી શેઠ વડાળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવાઈ છે.