જામનગર ના સીટી-એ ડીવીઝન પોલીસ સ્ટેશનના ખોટા ડોક્યુમેન્ટ બનાવી રૂ.૧૭ લાખની છેતરપીંડી ના ગુન્હાનો દસ માસ થી નાસ્તો ફરતો આરોપી ઝડપાયો
દેશ દેવી ન્યુઝ જામનગર તા ૨૭, જુલાઈ ૨૫ જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં આજથી ૧૦ વર્ષ પહેલા રૂપિયા ૧૭ લાખ ૧૧ હજારની છેતરપિંડી અંગે નો એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો , તે ગુનાના નાસ્તા ફરતા આરોપીને ૧૦ માસ બાદ સીટી એ. ડિવિઝન પોલીસે ઝડપી લીધો છે, અને વધુ પૂછપરછ હાથ ધરી છે.
જામનગર સીટી એ ડીવીઝન. પોલિસ સ્ટેશન ના બી.એન.એસ. કલમ ૩૧૬ (૨) ,૩૧૮ (૪) , ૩૧૯ (૨) , ૩૩૮ વિગેરે મુજબના ગુન્હા નો આરોપી રમેશ કરમુર કે જે મોટી વાવડી ગામના સર્વે નંબર ૬૮ વાળી ૨૧ વીધા ખેતીની જમીનના મુળ માલીકની જાણ વગર સાહેદોના આધાર કાર્ડ, પાનકાર્ડ વગર ખોટા દસ્તાવેજો કરી રૂપીયા ૧૭,૧૧,૦૦૦ ની છેતરપીંડીના ગુનામા છેલ્લા ૧૦ માસથી વોન્ટેડ હતો.
જે આરોપી રમેશભાઈ ચનાભાઈ કરમુર (રહે. પ્રમુખપાર્ક, શીવમ પાર્ટી પ્લોટની બાજુમાં જામનગર) હાલ જામનગરમાં આવ્યો છે, તેવી માહિતી ના આધારે સીટીએ ડિવિઝન ના એન એ ચાવડા અને તેઓની ટીમે ઝડપી લીધો છે, અને વધુ પૂછપરછ હાથ ધરી છે.


